ચાણક્ય નીતિ : સુખી જીવનનું રહસ્ય, દરરોજ સવારે પત્નીએ પતિ સાથે આ ૪ કામ જરૂરથી કરવા

આચાર્ય ચાણક્ય એક લોકપ્રીય શિક્ષક, દાર્શનિક, અર્થશાસ્ત્રી અને શાહી સલાહકારના રૂપમાં જાણીતા હતા. આચાર્ય ચાણક્ય પાટલીપુત્ર ના મહાન વિદ્વાન હતા. આટલા મોટા સામ્રાજ્યના તેઓ મંત્રી હોવા છતાં પણ એક સાધારણ જીવન જીવવાનું પસંદ કરતા હતા. ચાણક્યે પોતાનાં જીવનનાં અનુભવ પરથી એક પુસ્તક લખ્યું હતું. જેનું નામ ચાણક્ય નીતિ છે. આચાર્ય ચાણક્ય નીતિ ગ્રંથમાં મનુષ્ય માટે ઘણી નીતિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જો મનુષ્ય પોતાનાં જીવનકાળ દરમ્યાન આ નિયમો અને નીતિઓ અનુસાર પોતાનું જીવન પસાર કરે છે. તો તેનું જીવન ખૂબ સુખમય બની રહે છે. પતિ પત્ની નો સબંધ સાત જન્મો સુધીનો હોય છે. પતિ-પત્નીનો સંબંધ સારો હોય કે ખરાબ હોય. એવામાં પત્નીનો માટે ખૂબ જ જરૂરી છે કે, પોતાની આસપાસનું વાતાવરણ સકારાત્મક રાખે અને નકારાત્મક ઉર્જાથી દૂર રહે.કોઈપણ દિવસને સફળ બનાવવા માટે એ ખૂબ જ અગત્યનું છે કે, તમારા દિવસની શરૂઆત કઇ રીતે થાય છે. ચાણક્યે ધણા એવા નિયમોનો ઉલ્લેખ કર્યો છે કે, જેનું અનુસરણ સ્ત્રી સવારે ઊઠીને પોતાનાં પતિની સાથે કરે તો તેનાં સંબંધોમાં મધુરતા રહે છે. ચાલો જાણીએ તે નિયમો
યોગા
સવારે દરેક વ્યક્તિ એ યોગ કરવા જરૂરી છે. પરંતુ જો પતિ-પત્ની સાથે મળીને સવારે યોગ કરે છે તો તેનાથી તે બંનેનું સ્વાસ્થ્ય તો સારું રહે છે. પરંતુ સાથે જ બંનેના મગજ પણ શાંત રહે છે. યોગ કરવાથી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે જેનાથી દાંપત્યજીવનમાં ઝઘડાઓ ઓછા થાય છે. યોગા ના લીધે બંને નો દિવસ પણ સારો પસાર થાય છે.
પ્રેમ
જો પતિ પોતાની પત્ની ના પ્રેમ ની સાથે પોતાના દિવસની શરૂઆત કરે છે. તો તેનો પૂરો દિવસ સારો પસાર થાય છે. પ્રેમની સાથે દિવસની શરૂઆત કરવાથી તમારો મૂડ પણ ફ્રેશ રહે છે. અને તમારો આખો દિવસ ઉત્સાહમાં પસાર થાય છે. એવામાં તમે તમારા દરેક કાર્ય સારી રીતે પૂર્ણ કરી શકો છો. સવારે એકબીજા પ્રત્યે પ્રેમ દર્શાવવાથી એકબીજા પ્રત્યે નાં વિશ્વાસમાં પણ વધારો થાય છે. જેથી સવારે ઊઠીને એકબીજાને પ્રેમ અવશ્ય દર્શાવવો.
પૂજા પાઠ
જો પતિ અને પત્ની સવારે પૂજા પાઠ કરીને ભગવાનનાં આશીર્વાદ લે છે તો તેનો દિવસ ખૂબ જ શાંતિપૂર્ણ પસાર થાય છે. તેનાથી તેના શરીરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ થાય છે તેથી પતિ-પત્ની બંને એકસાથે ભગવાનની પૂજા કરીને આશીર્વાદ લેવા જોઈએ.
તુલસીજી ને જલ
સવારે સ્નાન કર્યા પછી પૂજાપાઠ પૂર્ણ કર્યા બાદ જો સવાર નાં સમયે પતિ-પત્ની એકસાથે તુલસી માતા ને જળ ચડાવે છે તો બંનેના પ્રેમમાં મીઠાશ બની રહે છે. અને બંનેની જોડી હંમેશા બની રહે છે. તેમને જોઇને આસપાસનાં લોકો પણ ઈચ્છે છે કે, તેમની જોડી તેના જીવનસાથી સાથે આ રીતે જ બની રહે. આ રીતે કાર્ય કરવાથી જીવનમાં ક્યારેય પણ પરેશાનીઓનો સામનો કરવો પડતો નથી.