ચાણક્યનીતિ વિદુરનીતિ અને ગીતામાં છુપાયેલ છે, સફળ અને અમીર બનવાના રહસ્ય જાણો તેના વિશે

જીવનમાં સફળતાનો સ્વાદ ચાખવા માટે જ્ઞાનનો ભંડાર હોવો આવશ્યક છે. જે વ્યક્તિમાં ભરપૂર જ્ઞાન હોય છે તેને સફળ થતા કોઈ રોકી શકતું નથી વીતેલા સમય નાં ફેમસ વિદ્વાન આચાર્ય ચાણક્યે પણ પોતાની ચાણક્ય નીતિમાં જ્ઞાન પ્રતિ ગંભીર રહેવા માટેની સલાહ આપી છે.
જ્ઞાનથી આકર્ષિત થાય છે માં સરસ્વતી
ચાણક્ય નીતિ અનુસાર જે વ્યક્તિ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે હંમેશા તૈયાર રહે છે તેને જ્ઞાનની દેવી સરસ્વતી નાં આશીર્વાદ પ્રાપ્ત થાય છે. જ્યારે જ્ઞાનની દેવી સરસ્વતી પ્રસન્ન થાય છે ત્યારે ધનની દેવી લક્ષ્મી પણ આપોઆપ જ ખુશ થાય છે. સરળ શબ્દોમાં કહીએ તો ધન અને જ્ઞાનની બંને એકબીજા સાથે જોડાયેલા છે. જે વ્યક્તિ પાસે જ્ઞાનનો ભંડાર હોય છે તેનું ઘર ધન નાં ભંડાર થી પણ ભરેલ હોય છે એવા લોકો સમાજ હિત નાં કાર્ય કરી અને સમાજમાં પણ માન-સન્માન પ્રાપ્ત કરે છે.
જ્ઞાન કરે છે દુઃખોનો અંત
ચાણક્ય નીતિ જ નહીં પરંતુ વિદુરનીતિ માં પણ જ્ઞાનનું મહત્વ જણાવવામાં આવ્યું છે મહાભારત નાં પ્રભાવશાળી પાત્ર વિદુરજી ભગવાન શ્રીકૃષ્ણને ખૂબ જ પ્રિય હતા. તેઓએ પોતાની નીતિમાં જણાવ્યું છે કે, જે વ્યક્તિ પાસે જ્ઞાન હોય છે તેની પાસે દુઃખ લાંબો સમય સુધી રહેતું નથી. તે પોતાના જ્ઞાનથી દુઃખને દૂર કરે છે. આજ જ્ઞાનવાળી વાત નો ઉપદેશ ગીતા માં પણ જણાવવામાં આવે છે જેનો ઉલ્લેખ ભગવાન શ્રીકૃષ્ણએ મહાભારત નાં યુદ્ધમાં અર્જુન સમક્ષ કર્યો હતો.
જ્ઞાનનો દેખાડો છે હાનિકારક

જ્ઞાન વહેંચવાથી વધે છે
જ્ઞાન વહેચવાથી વધે છે તે કહેવત ઘણી વાર સાંભળી હશે તે સત્ય વાત છે જો તમે તમારી પાસે જ્ઞાનને છૂપાવીને રાખો છો તેનો ઉપયોગ ફક્ત દેખાડા માટે જ કરો છો તો તે ઓછું થાય છે. તેનાથી તમે એક સમયે અધૂરું જ્ઞાન અને અપૂર્ણ જ્ઞાન વાળા વ્યક્તિ બની જશો એવા વ્યક્તિ પાસે માં સરસ્વતી જવાનું પસંદ કરતી નથી અને થોડા સમય બાદ લક્ષ્મીજી પણ તેનાથી દૂર થાય છે.