ચાણક્ય નીતિ : વ્યવસાય સાથે જોડાયેલી વાતો આ લોકોને ભૂલથી પણ ક્યારેય જણાવી નહી, અન્યથા થઈ શકે છે નુકસાન

આચાર્ય ચાણક્ય ને પોતાના સમયનાં એક વિદ્વાન ગણવામાં આવતા હતા. ચાણક્ય એક ખૂબ જ સારા કુટનીતિજ્ઞ અને રાજનૈતિક હતા. ચાણક્યને ઘણા વિષયો પર ખૂબ જ સમજ હતી. આચાર્ય ચાણક્યે નીતિશાસ્ત્ર માં ઘણી વાતો જણાવી છે. જે મનુષ્ય પોતાના જીવનમાં તે વાતો પર અમલ કરશે તો તેને પોતાનાં કાર્યક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થશે. આચાર્ય ચાણક્યએ પોતાના શાસ્ત્રમાં વ્યવસાય સાથે જોડાયેલી કેટલીક મહત્વપૂર્ણ વાતોનો ઉલ્લેખ કર્યો છે.આચાર્ય ચાણક્ય જણાવે છે કે, વ્યવસાય સાથે જોડાયેલી વાતો દરેક વ્યક્તિ ની સામે કરવી જોઈએ નહીં. એ પણ જણાવે છે કે કયા લોકો સામે વ્યવસાય સાથે જોડાયેલી વાતો કરવી જોઈએ નહીં. જો કોઈ વ્યક્તિ એવી ભૂલ કરે છે તો તેને તેનાં કારણે તેને નુકસાન ભોગવવું પડે છે. તો ચાલો જાણીએ કે, કયા લોકો સામે વ્યવસાય સાથે જોડાયેલી વાતો કરવી જોઈએ નહીં.
વ્યાપારમાં પ્રતિયોગી સામે ના કરવી
જો કોઈ વ્યાપાર શરૂ કરે છે ટો તેને પોતાના ક્ષેત્રમાં પ્રતિયોગી નો સામનો કરવો પડે છે. આચાર્ય ચાણક્ય નાં કહેવા પ્રમાણે વ્યક્તિ કોઈ પણ ક્ષેત્રમાં વ્યવસાય સાથે જોડાયેલો હોય પરંતુ તેણે તેનાં પ્રતિયોગી સામે પોતાના વ્યવસાય સાથે જોડાયેલી વાતો ભૂલીને પણ કરવી જોઈએ નહિ,. અન્યથા ભવિષ્યમાં તેને નુકસાન સામનો કરવો પડી શકે છે.
લાલચી મહિલા કે પુરુષ ન જણાવો
આચાર્ય ચાણક્યનું કહેવું છે કે, જો કોઈ વ્યક્તિ કોઈ પણ ક્ષેત્રમાં વ્યવસાય કરી રહ્યું છે તો પોતાના વ્યવસાય સાથે જોડાયેલી વાતો લાલચી મહિલાઓ કે પછી લાલચી પુરુષને જણાવવી જોઈએ નહીં. કારણ કે એવા લોકો લાલચમાં આવીને તમને નુકસાન પહોંચાડી શકે છે.
ઈર્ષાળુ લોકો ને ના જણાવો
આચાર્ય ચાણક્ય અનુસાર વ્યક્તિ એ વ્યવસાય થી સંબંધિત કોઇપણ પ્રકારની વાત ઈર્ષાળુ લોકો ને સામે કરવી જોઈએ નહીં. કારણ કે જે લોકો અંદરથી જલન ની ભાવના રાખે છે તે બીજા લોકોને નુકશાન પહોંચાડવામાં બિલકુલ પીછેહઠ કરતા નથી. જો ઈર્ષાળુ લોકો ને તમારા વ્યવસાય સાથે જોડાયેલી વાતો ની જાણ થશે તો તે હંમેશા તમને નીચા બતાવવાની કોશિશ કરશે. તમને વ્યવસાયમાં પ્રગતિ કરવા પણ દેશે નહીં. એવા લોકો વ્યવસાય માટે કોઇને કોઇ વિઘ્નો ઉભા કરવાની કોશિશ કરતા રહે છે. આચાર્ય ચાણક્યનું કહેવું છે કે એવા લોકો ખૂબ જ ખતરનાક હોય છે. ઈર્ષ્યા ની અગ્નિમાં બળતા લોકોથી હંમેશા સાવધાન રહેવું.
ભોળા મિત્રોને પણ જણાવી નહીં
આચાર્ય ચાણક્યએ પોતાની નીતિશાસ્ત્ર માં આ વાતનો પણ ઉલ્લેખ કર્યો છે કે, વ્યવસાય સાથે જોડાયેલી વાતો ભોળા દોસ્તારોને ભૂલથી પણ કહેવી જોઈએ નહીં. કારણ કે, તમારા સીધા મિત્ર ને કોઈ દુષ્ટ વ્યક્તિ પોતાની વાતમાં લઈને તમારા વ્યવસાય સાથે જોડાયેલી દરેક વાતોની જાણકારી લઈ શકે છે. જો તમારા વ્યવસાયથી જોડાયેલ કોઈ રહસ્ય ની તે વ્યક્તિને ખબર પડશે તો તેના કારણે તેનો ફાયદો ઉઠાવશે અને તમારા વ્યવસાયમાં અચાનક થી નુકશાનનો સામનો કરવો પડી શકે છે.