ચાણક્યનીતિ : આ ૬ દુઃખ વ્યક્તિ ક્યારેય કરી શકતો નથી દૂર, જીવનભર તેનાથી રહે છે દુઃખી

આચાર્ય ચાણક્ય પોતાના સમયનાં મહાન વિદ્વાન હતા. તેમણે તેમના જીવન નાં અનુભવ અને સૂઝબૂઝથી ચાણક્યનીતિ ગ્રંથ બનાવ્યું છે. આ નીતિમાં જીવન સાથે જોડાયેલી ઘણી વાતો વિષે જાણકારી આપવામાં આવી છે. એમાંથી કેટલીક વાતો તો આજે પણ સત્ય સાબિત થાય છે. એવામાં આજે અમે તમને આચાર્ય ચાણક્ય દ્વારા જણાવવામાં આવેલ ૬ દુઃખો વિશે જણાવવા જઇ રહ્યા છીએ જે વ્યક્તિને અગ્નિ સમાન જીવનભર જલાવે છે. અર્થાત આ દુઃખો ક્યારેય ખતમ થતા નથી.
ખરાબ સ્થાન માં વાસ
કહેવામાં આવે છે કે, આસપાસ નું સ્થાન તમારી માનસિક સ્થિતિ પર અસર કરે છે. તેથી જો કોઈ વ્યક્તિ એવી જગ્યાએ રહેછે જ્યાં તેને રહેવું પસંદ નથી ત્યારે વ્યક્તિ હંમેશા તણાવમાં રહે છે અને એ પરીસ્થિતિ માં તેના મનમાં હંમેશા નકારાત્મક વિચારો જન્મ લે છે. એવી જગ્યાએ રહીને વ્યક્તિ ક્યારેય સુખી થઇ શકતો નથી.
ઝઘડાળુ સ્ત્રી
જે સ્ત્રીનો સ્વભાવ ઝઘડાળુ અને કર્કશ હોય છે તે જીવનમાં ક્યારેય સુખી રહી શકતી નથી તેનું કારણ એ છે કે, તેવી મહિલાઓને નાની નાની વાત પર ગુસ્સો આવી જાય છે અને તેને ઝઘડો કર્યા વિના શાંતિ થતી નથી આ જ કારણે તેનાં પરિવાર નાં દરેક સભ્ય તેનાથી પરેશાન રહે છે. એવી મહિલાઓ હંમેશા પોતે પણ દુઃખી રહે છે અને પરિવારનાં લોકોને પણ દુઃખી કરે છે.
નીચ કુળ ની સેવા
સમાજમાં જે પરિવારની ઇમેજ દુષ્ટ, કપટી અને નીચ પ્રકારની છે તેવા વ્યક્તિ ની સેવા કરવાથી પણ દુઃખ થાય છે તેનું કારણ છે આ પ્રકારનાં લોકો સેવા ખૂબ જ કરાવે છે પરંતુ જ્યારે તેની કિંમત ચૂકવવા નો વારો આવે છે ત્યારે તેઓ નાટક કરવા લાગે છે.
ખરાબ ભોજન
જો કોઈ વ્યક્તિ બેસ્વાદ અને પૌષ્ટિક રહિત ભોજન વારંવાર કરે છે તો તેનાથી પણ તે દુઃખી રહે છે જ્યારે વ્યક્તિનું પેટ સારી રીતે ભરાતું નથી ત્યારે તેનું કામમાં મન લાગતું નથી ખરાબ ભોજન ને કારણે ભૂખ દિવસ બરબાદ કરી દે છે.
મૂર્ખ પુત્ર
આમ તો દીકરો માતા-પિતાનાં ઘડપણનો આધાર હોય છે. પરંતુ જો દીકરો મૂર્ખ નીકળે તો આજીવન તે માતાપિતા પર બોજ બની રહે છે એવા માતા-પિતા પોતાના બાળક ને લીધે હંમેશા ચિંતા અને દુઃખમાં રહે છે.
વિધવા પુત્રી
દીકરીઓને જ્યારે સાસરે વળાવવા માં આવે છે ત્યારે માતા-પિતા ખૂબ જ ખુશ થાય છે. પરંતુ જો આ દીકરી વિધવા બની જાય છે ત્યારે તેમની રોઈ રોઈ ને ખરાબ દશા થાય છે માતા-પિતાને વિધવા પુત્રી નાં ભવિષ્યની ચિંતા આજીવન પરેશાન કરે છે.