ચાણક્યનીતિ : જેની પાસે હોય છે આ ૩ વસ્તુ, તે છે આ દુનિયા નો સૌથી સુખી વ્યક્તિ

આચાર્ય ચાણક્ય શ્રેષ્ઠ વિદ્વાન હોવાની સાથે વ્યવહારિક રીતે પણ ખૂબ જ સારો અનુભવ રાખતા હતા. ચાણક્ય નીતિમાં વ્યક્તિ નાં જીવન ની દરેક પરીસ્થિતિ ને સ્પર્શ કરે છે. નીતિ શાસ્ત્ર ની શિક્ષા વ્યક્તિ ને જવાબદારી અને સફળ વ્યક્તિ બનવા માટે પ્રેરિત કરે છે. આજ કારણ છે કે, આજે આટલા સમય પછી પણ ચાણક્યનીતિ લોકોને લોકોમાં લોકપ્રિય છે. આચાર્ય ચાણક્યે ૩ વસ્તુ વિષે જણાવ્યું હતું કે જે મનુષ્ય પાસે આ ૩ વસ્તુઓ છે તે દુનિયાનો સૌથી સુખી વ્યક્તિ છે. તો ચાલો, જાણીએ તે ૩ વસ્તુ વિશે
આજ્ઞાકારી સંતાન
ચાણક્ય અનુસાર જે વ્યકિત નું સંતાન આજ્ઞાકારી અને સંસ્કારી હોય છે તેનાં માટે ધરતી પર સ્વર્ગ સમાન સુખ હોય છે. આજ્ઞાકારી સંતાન મેળવીને વ્યક્તિનું જીવન ધન્ય થઈ જાય છે. આજ્ઞાકારી સંતાન માતા-પિતા નું જ નહિ પરંતુ પૂરા કુળનું નામ રોશન કરે છે. તેથી આચાર્ય ચાણક્ય કહે છે કે, જે વ્યક્તિ પાસે આજ્ઞાકારી સંતાન છે દુનિયાનો સૌથી સુખી વ્યક્તિ છે.
સદગુણી પત્ની
આચાર્ય ચાણક્ય કહે છે કે, જેની પત્ની વેદો ની જાણકાર અને તે શિક્ષાઓ પર ચાલનાર હોય છે તેનાં ઘરમાં હંમેશા સુખ સમૃદ્ધિ અને વૈભવ બની રહે છે. જે વ્યક્તિ પાસે એક સારી જીવનસાથી હોય છે અને જે દરેક કદમ પર પોતાના પતિનો સાથ નિભાવે છે એવા વ્યક્તિ નાં જીવન માંથી દરેક સમસ્યા દરેક સંકટ ખૂબ જ સરળતાથી પસાર થઇ જાય છે અને તે એક સુખી અને સંતુષ્ટ જીવન પસાર કરે છે. આચાર્ય ચાણક્ય અનુસાર જેની પાસે એક સદગુણી પત્ની હોય છે તે દુનિયાનો સૌથી સુખી વ્યક્તિ ગણાય છે.
આત્મસંતોષ
ચાણક્ય કહે છે કે, જે વ્યક્તિ પાસે આત્મસંતોષ હોય છે. તે વ્યક્તિ જ દુઃખોથી અને તણાવથી મુક્ત રહે છે. જે વ્યક્તિ પોતાના કાર્યો અને ઉપલબ્ધિઓ થી સંતુષ્ટ હોય છે તેને કોઈ પ્રકારના સુખની કામના રહેતી નથી. આત્મસંતોષ બધા સંતોષથી ઉપર છે.