છઠ : ભગવાન શ્રીરામ પણ રાખતા હતા છઠ નું વ્રત, જાણો આ મહાપર્વ સાથે જોડાયેલ માન્યતા અને તેની કથા વિશે

દેશ આ સમયે તહેવારો નાં રંગ માં રંગાયેલું છે. હાલમાં જ દેશમાં ધામધૂમ થી દિવાળી નો તહેવાર ઊજવવા માં આવ્યો હતો. તેમ જ ભાઈબીજ નો તહેવાર પણ ઉજવવામાં આવ્યો હતો. જ્યારે ઉત્તર પ્રદેશ અને બિહાર સહિત દેશનાં કેટલાંક રાજ્યોમાં છઠ મોટા તહેવાર નાં રૂપમાં મનાવવામાં ઉજવવામાં આવે છે. છઠ નો તહેવાર કુલ ચાર દિવસો સુધી ચાલે છે. આ વખતે છઠ મહાપર્વ ૨૦ નવેમ્બર શુક્રવાર નાં દિવસે આવે છે. તો ચાલો જાણીએ છઠ નાં તહેવાર સાથે સંકળાયેલી માન્યતાઓ અને તેની કથા વિશે
ભગવાન શ્રીરામે કરી હતી સૂર્યની ઉપાસના
એવું માનવામાં આવે છે કે, મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રી રામે પણ છઠ નું વ્રત રાખ્યું હતું. સૂર્યદેવ ભગવાન શ્રીરામ નાં કુળદેવતા છે. શ્રી બ્રહ્મા નાં પુત્ર મરિચિ હતા. અને તેમનાં પુત્ર ઋષિ કશ્યપ હતા. અદિતિ ની સાથે ઋષિ કશ્યપ નાં લગ્ન થયા હતા. અદિતિ ની તપસ્યા અને તેનાં ભક્તિભાવ થી સૂર્યદેવ ખૂબ જ ખુશ થયા હતા. અને તેઓએ તેમની સુષુમન્ન નામની કિરણથી તેમનાં પુત્ર નાં રૂપે જન્મ લીધો હતો. સૂર્યની કિરણ ના રૂપમાં અવતરેલ સૂર્યનાં અંશને વિવસ્વાન કહેવામાં આવે છે. અને તેમની સંતાન નાં નામ વેવ્સ્વત, શનિ,યમ,યમુના, અને કર્ણ સૂર્યદેવ નાં સંતાનો છે. ત્રેતાયુગ માં શ્રીવિષ્ણુ નાં અવતારનાં રૂપમાં ધરતી પર અવતરેલ ભગવાન શ્રીરામ વૈવસ્વત મુનિ નાં ઈશ્વાકુ કુળમાં જન્મ્યા હતા.
સામ્બ અને કૃષ્ઠ થી મુક્તિ માટે કર્યું હતું કઠોર તપ
દ્રાપરયુગ માં શ્રી વિષ્ણુનાં અવતાર ના રૂપમાં જન્મ લેનાર ભગવાન કૃષ્ણ અને જાંબુવતી નાં પુત્ર સામ્બ ખુબ જ સુંદર દેખાતા હતા. તેમની સુંદરતાથી શ્રીકૃષ્ણની ૧૬૧૦૮ રાણીઓ પણ તેનાં પર મોહિત થઈ ગઈ હતી. પરંતુ જ્યારે નારદજીને આ વાતની ખબર પડી ત્યારે તેઓએ શ્રીકૃષ્ણનાં પુત્ર ને શ્રાપ આપી દીધો હતો. તેથી તેને કુષ્ઠ રોગ લાગુ પડીયો .તેનાથી મુક્તિ મેળવવા માટે સામ્બે અને ચંદ્રભાગા નદીમાં નદીનાં કિનારે બેસીને સૂર્ય દેવની ઉપાસના કરી હતી. અને તેમની કઠિન તપસ્યા થી તેમને તે રોગમાંથી મુક્તિ મળી હતી.
આ તિથિથી શરૂ થઈ હતી સૂર્ય દેવ ને સંતાનપ્રાપ્તિ
સૂર્યની તેજને ભેદવાનું સાહસ કોઈની પાસે નથી. સંજ્ઞા વિશ્વકર્મા ની પુત્રી પણ સૂર્યનાં તાપ ને સહન કરી શકતી ન હતી. સંજ્ઞા, અસ્ત અને છાયા બંનેને સૂર્યદેવ નાં પત્ની ગણવામાં આવે છે. સૂર્યના પ્રકાશ સંજ્ઞા સહન કરી શકતા નહતા તેઓએ છાયા નામ નાં પોતાનાં પ્રતિ રૂપની રચના કરી અને સ્વયં તપસ્યા કરવા માટે પ્રદેશમાં જતા રહ્યા. સૂર્યદેવ ને આ વાતની જાણ નહતી. ત્યાં જ તેમને આ વાતની ખબર પડી કે તરત જ તેઓ તેમને શોધવા માટે નીકળી પડ્યા તેઓ સાતમ ની તિથિ પર સંજ્ઞા ને મળ્યા. આજ તિથી હતી, જ્યારે સૂર્યદેવ ને સંતાનની પ્રાપ્તિ થઈ હતી.