ચહેરા પર કરચલીઓ દેખાતા તરત જ અજમાવો આ ઉપાયો, એક મહિનામાં જ કરચલીઓ થઇ જશે ગાયબ

કરચલીઓની સમસ્યા કોઈપણ ને થઇ શકે છે. ચહેરા પર અને ગળા પર કરચલીઓ પડવાથી આયુષ્ય વધારે દેખાવા લાગે છે અને ચહેરાની રોનક પણ ઓછી થઈ જાય છે. ચહેરા પર અને ગળા પર કરચલીઓ પડવા લાગે તો તેને નજર અંદાજ ના કરો કેમકે, સમય રહેતા જો તેનો ઈલાજ કરવામાં ના આવે તો તે વધી જાય છે અને પછી ઇચ્છવા છતાં પણ તમે તેને દૂર કરી શકતા નથી.આજે અમે તમને કરચલીઓ થી છુટકારો મેળવવા ના થોડા ઉપાયો બતાવવા જઈ રહ્યા છીએ. આ ઘરેલૂ ઉપાયથી તમારી કરચલીઓ ઓછી થવા લાગશે અને થોડા જ મહિનાઓમાં તે એકદમ દૂર થઈ જશે. તો આવો જાણીએ કરચલીઓ ને દૂર કરવાના ઉપાયો.
એલોવેરા જેલ
કરચલીઓ થી છુટકારો મેળવવા માટે એલોવેરા ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.ચહેરા તેમજ ગળા પર જો દરરોજ એલોવેરા જેલ લાગવવામાં આવે તો કરચલીઓ ગાયબ થઈ જાય છે. કરચલીઓ થવા પર ૧ ચમચી પલાળેલી ચણાની દાળની પેસ્ટ તૈયાર કરી લો પછી તેને એલોવેરા જેલ માં મિક્સ કરી લો. હવે આ પેસ્ટને તમારા ચહેરા અને ગરદન પર હળવા હાથે લગાવો. થોડીવાર તેને રહેવા દો અને જ્યારે તે સુકાઈ જાય ત્યારે તેને પાણીની મદદથી સાફ કરી લો. અઠવાડિયામાં ત્રણ વખત આ ઉપાય કરો તમને કરચલીઓથી છુટકારો મળી જશે. તમે ઈચ્છો તો એલોવેરા જેલ ની અંદર હળદર પણ મિક્સ કરી શકો છો આ પેસ્ટને ચહેરા પર લગાવવાથી ચહેરા પર ગ્લો આવી જશે અને ચહેરાની ત્વચામાં રહેલાં બેક્ટેરિયા પણ મરી જશે.
કેળા ની પેસ્ટ
કેળાની પેસ્ટ લગાવવાથી પણ ચહેરા પર નિખાર આવી જાય છે અને કરચલીઓ દૂર થઈ જાય છે. આ ફળમાં પોટેશિયમ, કેલ્શિયમ, ફાઇબર અને વિટામિન-સી હોય છે જે ચેહરા માટે લાભકારી માનવામાં આવે છે. કેળાની પેસ્ટ તૈયાર કરવા માટે કેળા ને સારી રીતે મિક્સરમાં પીસી લો ત્યારબાદ તેના અંદર દૂધ નાખો તેને મિક્સરમાં મિક્સ કરી લો પછી તેની અંદર મધ ઉમેરો. આ પેસ્ટને ચહેરા અને ગરદન પર લગાવી લો ૧૫ મિનિટ બાદ ચહેરો પાણીથી સાફ કરી લો. આ પેસ્ટ લગાવવાથી ચહેરો મુલાયમ થઈ જશે અને કરચલીઓ પણ ઓછી થઈ જશે. નિયમિત રીતે આ પેસ્ટ લગાવવાથી કરચલીઓ એક મહિનામાં જ દૂર થઈ જશે.
નાળિયેરનું તેલ
નાળિયેર નું તેલ ચેહરા માટે ગુણકારી માનવામાં આવે છે. નાળિયેર નું તેલ ચહેરા પર લગાવવાથી દરેક જાતના વાગ્યાનાં નિશાન દૂર થઈ જાય છે અને સાથે સાથે કરચલીઓમાં પણ તે અસર કરે છે. રાત્રે સુતા પહેલા ચહેરા પર નાળિયેર નાં તેલથી માલિશ કરો. નિયમિત રીતે આ કરવાથી કરચલીઓ ગાયબ થઈ જશે.
ચણાના લોટની પેસ્ટ
ચણાનાં લોટ અને દહીંની પેસ્ટ ચહેરા પર લગાવવાથી કરચલીઓ હલ્કી પડવા લાગે છે. તે માટે જો તમે ઈચ્છો તો આ પેસ્ટને પણ ચહેરા પર લગાવી શકો છો. ચણાનાં લોટ અને દહીં ને મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરી લો અને તેને ૨૦ મિનિટ ચહેરા પર લગાવી રાખો. ચણાનાં લોટમાં દહીં ના બદલે કાચું દૂધ પણ મિક્સ કરી શકાય.
ચંદન ની પેસ્ટ
ચંદન ની પેસ્ટ ચહેરા પર લગાવવાથી ચહેરાને ઠંડક પ્રાપ્ત થાય છે. સાથે સાથે કરચલીઓ પણ દૂર થવા લાગે છે. ચંદનની પેસ્ટ તૈયાર કરવા માટે એક ચમચી ચંદન પાઉડરમાં ગુલાબ જળ મિક્સ કરી પેસ્ટ તૈયાર કરી લો. આ પેસ્ટ ને ચહેરા પર લગાવી લો આ પેસ્ટને આંખોની નીચે જરૂર લગાવો. આ પેસ્ટ આંખોની નીચેની કરચલીઓ ઉપર ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. આ પેસ્ટ ને લગાવવાથી કરચલીઓ ની સાથે સાથે ડાર્ક સર્કલ પણ ગાયબ થઈ જાય છે.