ચહેરા પરનાં ડાઘ ધબ્બા માટે રામબાણ ઈલાજ, ફક્ત એક અઠવાડિયામાં મળી શકે છે આ સમસ્યા માંથી છુટકારો

ચહેરા પર ડાઘ ધબ્બા થવાથી ચહેરાનો ગ્લો ખતમ થઇ જાય છે. અને ઉંમર વધુ દેખાવા લાગે છે. ઘણી મહિલાઓ પિગ્મેન્ટેશન થી પરેશાન હોય છે. જેની તમારી સ્કિન પર અસર પડે છે. જો તમે પણ ચહેરાના દાગ-ધબ્બા થી પરેશાન હોવ તો નીચે બતાવેલ ઉપાય કરો આ ઉપાયોથી ચહેરા પરના દાગ-ધબ્બા ની સમસ્યાથી છુટકારો મળે છે અને રંગત માં પણ નિખાર આવે છે. આ ઘરેલૂ ઉપાયો છે ખૂબ જ અસરકારક
શું છે પિગમેન્ટેશન
- પિગમેન્ટેશન એક સામાન્ય સમસ્યા છે. જે કોઈને પણ થઈ શકે છે. આ સમસ્યામાં ચહેરા નાં કેટલાક ભાગમાં ડાઘ-ધબ્બા થઈ જાય છે. પિગમેન્ટેશન ત્વચા માં મેલાનિન સ્તર વધવાને લીધે થાય છે. જો સમય રહેતા આ સમસ્યા નો ઉપાય કરી લેવામાં આવે તો તેનાથી આરામ મળી શકે છે. ચાલો જાણીએ પિગમેન્ટેશન થી છુટકારો મેળવવાના ઉપાયો
- ચહેરા પરના ડાઘ ધબ્બા દૂર કરવા માટે ચણાનાં લોટનો ફેસપેક ચહેરા પર લગાવવો. ચણાના લોટની અંદર અડધું લીંબુ અને અડધી ચમચી હળદર મેળવવી આ બધી વસ્તુઓને મિક્સ કરીને પેક તૈયાર કરી લેવો તેને ચહેરા પર લગાવવો. જ્યારે તે સુકાઈ જાય ત્યારે પાણી મદદથી તેને સાફ કરી લેવો. આ ઉપાય અઠવાડિયામાં ત્રણ-ચાર વાર કરવો. આ ઉપાય કરવાથી ચહેરા પરના ડાઘ ધબ્બા થી છુટકારો મળી શકે છે.
- બીજા ઉપાય માં લીંબુનો રસ ચહેરા પર લગાવી શકો છો. લીંબુ ને કાપી તેનો રસ નિકાળી અને તેને રૂની મદદથી ચહેરા પર લગાવો અને ૧૫ મિનિટ સુધી સુકાવા દેવું ઉપાયથી ચહેરા પરના ડાઘ ધબ્બા દૂર થાય છે.
- સફરજન ની પેસ્ટ ચહેરા પર લગાવવાથી ડાઘ ધબ્બા દૂર થાય છે. સફરજનને પીસીને અને તેની પેસ્ટ તૈયાર કરવી અને તેને ચહેરા પર લગાવવી અને ત્યારબાદ ચહેરો ધોઈ લેવો આ ઉપાય અઠવાડિયામાં બે વાર કરવો.
- એક ચમચી મલાઈ માં બદામનો પાવડર ઉમેરી આ પેસ્ટને ચહેરા પર લગાવવી ત્યારબાદ તેને સાફ કરી લેવું રોજ આ પેસ્ટ લગાવવાથી ચહેરા પરના દાગ ધબ્બા દૂર થાય છે.
- ટામેટા નાં રસને ચહેરા પર લગાવવાથી ડાઘ ધબ્બા દૂર થાય છે સાથે જ ચહેરામાં નિખાર પણ આવે છે.
- ચહેરા પરના ડાઘ ધબ્બા માંથી છુટકારો મેળવવા માટે પપૈયું ખૂબ જ અસરકારક સાબિત થાય છે. પપૈયા નો પલ્પ લગાવવાથી ડાઘ ધબ્બા દૂર થાય છે.
- ચહેરા પર ડાઘ નાં નિશાન દૂર કરવા માટે એલોવેરાનો ઉપયોગ કરવામાં આવે છે એલોવીરા જેલ ચહેરા પર લગાવવાથી ચહેરા પરના ડાઘ – ધબ્બા દૂર થઈ શકે છે.
- ખાનપાન ની ખોટી રીત નાં કારણે ચહેરા પર ડાઘ ધબ્બા શકે છે તેથી તમારી ડાયટમાં હંમેશા પૌષ્ટિક આહાર નો સમાવેશ કરવો. ગાજર નું જ્યૂસ ચહેરા પરના ડાઘ ધબ્બા દૂર કરવા માટે સહાયક સાબિત થાય છે. એક ગ્લાસ ગાજર નાં જ્યુસ નું રોજ નિમક વગર સેવન કરવું તેનું સેવન કરવાથી ચહેરા પરના ડાઘ ધબ્બા દૂર થાય છે. આ ઉપરાંત તમારી ઊંઘ નું પણ ખાસ ધ્યાન રાખવું. અનિદ્રા નાં કારણે પણ ઘણા લોકોને ચહેરા ઉપર ડાઘ ધબ્બા થઈ શકે છે.