ચાણક્યે કહેલી આ ૪ વાતો જાણીને, તમે કોઈપણ સ્ત્રી નાં સ્વભાવ ને સરળતા થી સમજી શકશો

સ્ત્રી એ ઈશ્વર દ્વારા બનાવેલી એક એવી રચના છે કે તેને ખુદ ભગવાન પણ સમજી નથી શક્યા. કોઈપણ સ્ત્રી ક્યારે શું કરે છે તેની કોઈ ને ખબર પડતી નથી. પછી તે સમજદાર વ્યક્તિ હોય કે સામાન્ય વ્યક્તિ દરેક વ્યક્તિ માટે કોઈ સ્ત્રી ને સમજવી ખૂબ જ મુશ્કેલ છે. આચાર્ય ચાણક્ય એ પણ કહ્યું છે કે કોઈ પણ સ્ત્રી ને જોઈને અંદાજો લગાવવો મુશ્કેલ છે કે તે આ વખતે દુઃખ માં છે કે ખુશ સ્ત્રીઓ ને શારીરિક રૂપ થી પુરુષો કરતાં કમજોર ગણવામાં આવે છે. પરંતુ વેચારિક અને ભાવનાત્મક રૂપથી સ્ત્રીઓ ખૂબ જ મજબૂત હોય છે. તેના લીધે તેનાં સ્વભાવ ને સમજવો અતિ મુશ્કેલ છે. ચાણક્ય નીતિ શાસ્ત્ર માં સ્ત્રીઓ ની કેટલીક આદતો વિશે જણાવવામાં આવ્યું છે. જેનાથી તમે તેનાં સ્વભાવ ને સમજી શકો છો.
ઈશ્વર પ્રત્યે શ્રદ્ધા
જે સ્ત્રીઓ ને ઈશ્વર પ્રત્યે ખૂબ જ આસ્થા છે તે પોતાનાં જીવન માં કોઈપણ પરેશાની સામે હાર માનતી નથી. તેનું મન ખૂબ જ શાંત અને એકાગ્ર હોય છે. તે તેનાં લક્ષ્ય ને મેળવવા માટે ખૂબ જ સખત મહેનત કરે છે. આસપાસ નાં લોકો એ કહેલી વાતો થી તેની હાર જીત માં કોઈ ફરક પડતો નથી. તે પોતાનાં ઇશ્વર ને જ પોતાનો આધાર માની ને પોતાનાં જીવન અને લક્ષ્ય વિશે વિચારે છે. તેને સરળતા થી કોઇ પણ દુઃખ વિચલિત કરી શકતું નથી.
કામ પ્રત્યે આળસુ
નીતિ શાસ્ત્ર અનુસાર સ્ત્રીઓ એ મહેનતુ હોવું ખૂબ જ જરૂરી છે. તેના પર તેનાં લક્ષ્ય ની સાથે તેનાં ઘર-પરિવાર ની જવાબદારી પણ હોય છે. એવામાં જો સ્ત્રી ઓ કામ પ્રત્યે આળસુ હશે તો તે પોતાનાં ઘર ને સંભાળી શક્શે નહીં કે નહતો તેનાં લક્ષ્ય ને એ મેળવી શકશે. સફળતા મેળવવા માટે તેણે ઘણી બધી પરેશાનીઓ નો સામનો કરવો પડશે.આવી સ્ત્રીઓ ને સમાજ માં પણ ખાસ માન-સન્માન મળતું નથી.
દરેક કામ પ્રત્યે અનુશાસન
નીતિ શાસ્ત્ર મુજબ જો સ્ત્રીઓ પોતાનાં કામ ને લઈને અનુશાસિત હશે તો પોતાનાં જીવન માં ઘણું મેળવી શકશે અનુશાસન માં રહેવાથી તેનાં દરેક કામ સમયસર પૂર્ણ થશે. અને તેને કોઈ પરેશાની આવશે નહીં. આવી સ્ત્રીઓ ને બધી જગ્યા એ ખુબ જ માન મળે છે. આવી સ્ત્રીઓ પોતાનું દરેક કાર્ય વ્યવસ્થિત રીતે પૂર્ણ કરે છે.
અન્ય લોકોની ઇર્ષ્યા થવી
એવું કહેવામાં આવે છે કે એક સ્ત્રી જ બીજી સ્ત્રી ની ઈર્ષ્યા કરે છે. તે હંમેશા પોતાનાં થી વધારે બીજાનાં માટે વિચારે છે. તે પોતાની સફળતા વિશે નહીં પરંતુ બીજા ને નીચે પાડવા નું સતત વિચારે છે. આવી સ્ત્રીઓ પર વિશ્વાસ કરવાથી મુશ્કેલી આવી શકેછે. આવી સ્ત્રીઓ પોતાનાં ફાયદા માટે કોઈપણ વ્યક્તિ નો ઉપયોગ કરતાં જરાપણ વિચારતી નથી. આવી સ્ત્રીઓ થી બચીને રહેવું જોઈએ.