છોકરાઓ ની આ ૪ વાતો છોકરીઓ ને હોય છે નાપસંદ, આ આદતથી રિસાઈ ને રહે છે મહિનાઓ સુધી નારાજ

છોકરાઓ ની આ ૪ વાતો છોકરીઓ ને હોય છે નાપસંદ, આ આદતથી રિસાઈ ને રહે છે મહિનાઓ સુધી નારાજ

છોકરાઓ અને છોકરીઓ બે અલગ અલગ ગ્રહોનાં જીવો માનવામાં આવે છે. આ બંનેની ટેવો અને વિચારશરણી એકબીજાથી બિલકુલ અલગ હોય છે. જે વાત છોકરાઓ માટે ખૂબ જ સમાન્ય અને નાની હોય છે, તે જ વાત છોકરીઓ માટે ખુબજ મહત્વપૂર્ણ અને મોટી હોઈ શકે છે. આનાથી વિપરીત જે વાતો છોકરાઓ ને મોટી અને ગંભીર લાગે છે, બની શકે છે છોકરીઓ આ વાતો પર બહુ વધારે ધ્યાન ન આપતી હોય. વારંવાર કપલ ની વચ્ચે આ વસ્તુ જોવા મળે છે કે, છોકરીઓ છોકરાઓ ની અમુક વાતો થી ખૂબ જ જલ્દી ઇરિટેટ થઈ જાય છે. જોકે એ વાતની ખબર છોકરાઓને પણ નથી પડતી કે તેમની જીવનસાથી નો મૂડ અજાણતા જ ભલે પણ તેઓ ખરાબ કરી ચૂક્યા છે. બિચારા છોકરાઓ આ વાતોથી અજાણ રહે છે અને આગળ જઇને આ વાતો જ ઝઘડા નું સ્વરૂપ લઇ લે છે. એવામાં આજે અમે આપને છોકરાઓની થોડી એવી આદતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેનાથી મોટાભાગે છોકરીઓ ચિડાતી હોય છે.

 ફોન પર વાતો કરતાં-કરતાં સૂઈ જવું

મોટેભાગે ફોન પર અથવા ચેટ પર વાત કરતી વખતે છોકરીઓ ખુબ જ રસ લઈને વાત કરતી હોય છે પરંતુ છોકરાઓ ઘણીવાર વાત કરતાં-કરતાં વચમાં સૂઈ જાય છે. આવામાં છોકરીઓને થાય છે કે, તેમની વાતોનું કે તેમનું છોકરાઓની લાઇફમાં કંઈમહત્વ જ નથી અને તે આ વાતથી  નારાજ થઈ જાય છે. મોટાભાગે આ વાત બીજા દિવસે કપલ નાં વચ્ચેની લડાઇ નું કારણ હોય છે.

 અપશબ્દો નો પ્રયોગ

ઘણા છોકરાઓ ની આદત હોય છે કે, તેઓ સામાન્ય વાતચીત દરમિયાન પણ અપશબ્દોનો પ્રયોગ કરે છે. બીજા છોકરાઓ સાથે તો આ બધું સામાન્ય હોય છે અને તેઓ અચકાયા વિના આવી વાતો કરી શકે છે, જ્યારે છોકરીઓ સાથે આનું વિપરીત હોય છે. છોકરાઓનું વાતવાતમાં અપશબ્દોનો પ્રયોગ કરવાનું છોકરીઓને પસંદ નથી આવતું અને તે અસ્વસ્થતા અનુભવે છે. આવી સ્થિતિમાં, છોકરાઓએ છોકરીઓ સાથે વાત કરતી વખતે પોતાની ભાષામાં થોડું ધ્યાન રાખવું જોઈએ.

આમ તેમ જોવું

ઘણીવાર છોકરાઓ કોઈ જગ્યાએ હાજર તો રહે છે પરંતુ તેનું ધ્યાન ક્યાંક બીજે રહે છે. ઘણીવાર એવું થાય છે કે, છોકરીઓ તેની સાથે વાત કરી રહી હોય અને છોકરાઓ તેનાં  પર ધ્યાન નથી આપતા. આવામાં છોકરીઓનો મૂડ ખરાબ થઈ જાય છે. એટલા માટે તમે જ્યારે સંબંધને સમય આપવા માટે તમારી જીવનસાથી ને મળતા હોવ ત્યારે તેના પર પૂરતું ધ્યાન આપવું.

 કહ્યા વિના બીજી છોકરીઓની મદદ કરવી

જ્યારે તમે તમારા જીવનસાથી ને પૂછ્યા વિના અથવા કહ્યા વગર કોઈ છોકરીની મદદ કરવાનું શરૂ કરો છો ત્યારે છોકરીઓને ખૂબ જ ખરાબ લાગે છે. છોકરાઓ અને છોકરીઓ બંને ને તેમના સમાજ વિશે બરાબર જાણકારી છે. આવામાં તે એ વાતથી પણ જાણકાર છે કે દરેક વ્યક્તિ સારી નથી હોતી, આવી સિચ્યુએશનમાં જ્યારે તમે તમારી જીવનસાથી ને જણાવ્યા વગર બીજી છોકરી ની મદદ કરો છો, ત્યારે તે તેને બિલકુલ પસંદ નથી આવતું અને તમે અજાણતા જ તેને નારાજ કરી દો છો.

 

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *