છોકરીઓ પોતાનાં પતિથી છૂપાવીને રાખે છે આ ૫ વાતો, ક્યારેય નહીં કહે પોતાના જીવનનાં આ રહસ્યો

છોકરીઓ પોતાનાં પતિથી છૂપાવીને રાખે છે આ ૫ વાતો, ક્યારેય નહીં કહે પોતાના જીવનનાં આ રહસ્યો

લગ્ન પછી છોકરીઓની જિંદગીમાં ઘણા પરિવર્તન આવે છે. માતા પિતાનું ઘર છોડીને છોકરીઓ અજાણ્યા ઘરમાં પોતાનું જીવન શરૂ કરે છે. દરેક છોકરીને પોતાના પતિ પાસેથી ઘણી અપેક્ષાઓ હોય છે. અને ઘણા પતિ તેમની પત્નીનું ખૂબ ધ્યાન પણ રાખે છે. બધુ બરાબર હોવા છતાં પણ આ ૫ વાતો એવી છે, જે દરેક પત્ની પોતાના પતિથી છુપાવે છે અને પૂરી કોશિશ કરે છે કે, તેનાં પતિને ક્યારેય પણ આ વાતો વિશે જાણ ના થાય.

પોતાના પહેલા પ્રેમ વિશે

દરેક સ્ત્રીનાં જીવનમાં એક પૂર્વ પ્રેમી હોય છે, અને તેને પોતે ખૂબ જ પ્રેમ કરતી હોય છે. મહિલાઓ તેમનાં જીવનનો પહેલો પ્રેમ ક્યારેય ભુલી શકતી નથી અને આ જ કારણ છે કે, લગ્ન પછી સ્ત્રીઓ પોતાના હૃદયમાં પહેલા પ્રેમ માટે એક વિશેષ સ્થાન ધરાવે છે. આ કારણે સ્ત્રીઓ ભૂલથી પણ તેમનાં પતિ સામે પોતાના પહેલા પ્રેમ ની વાત કરતી નથી. પતિ ગમે તેટલી કોશિશ કરે તો પણ સ્ત્રીઓ તેમને પોતાના પ્રેમ વિશે કંઇ કહેતી નથી. લગ્ન નાં કેટલાય વર્ષો વીતી જાય છે તો પણ પત્નીનાં મનમાં પહેલા પ્રેમ માટે એક ખાસ કોર્નર હોય છે. પોતાના વિવાહિત જીવન માં આ વાત નાં કારણે કોઈ મુશ્કેલી નાં આવે તે વાતનાં ડર થી પત્નીઓ પોતાના પતિ થી આ વાત છુપાવે છે.

પોતાની માંદગી વિશે

ઘણી સ્ત્રીઓ લગ્ન પહેલાની તેમની બિમારી વિશે તેમનાં પતિને જણાવતી નથી. લગ્ન પછી પણ જરૂર હોય તો જ તે પોતાની બિમારી નો ઉલ્લેખ કરે છે. ખરેખર છોકરીઓ ને ડર હોય છે કે, તેની બિમારી નાં કારણે તેનો સંબંધ તૂટે નહીં. તેથી ઘણી છોકરીઓ પોતાની બીમારી નો ઉલ્લેખ તેમનાં પતિને કરતી નથી.

પૈસા છુપાવીને રાખે છે

દરેક પત્ની પોતાના પૂરા પૈસા વિશે પતિને જાણકારી આપતી નથી. સ્ત્રીઓને પૈસા છુપાવવાની ટેવ હોય છે. જરૂરી પડ્યે જ સ્ત્રીઓ તેમનાં પતિને પોતના પૈસા વિશે જણાવે છે. ઘણી સ્ત્રીઓ પતિ દ્વારા અપાયેલ ઘર ખર્ચ માંથી પૈસા બચાવે છે અને તેને ભેગા કરે છે અને જ્યારે પતિને પૈસાની જરૂર હોય ત્યારે તેમની મદદ કરે છે. તેઓ પરિવારનાં ખરાબ સમયમાં જ્યારે પૈસાની જરૂર હોય ત્યારે મુશ્કેલી ના આવે એ માટે પૈસા બચાવે છે.

 અંગત પસંદ

લગ્ન પછી પણ સ્ત્રીઓ છોકરાઓથી આકર્ષિત થઇ જાય છે. જીમ, ઓફિસ કે, કોઈ અન્ય સ્થળોએ સ્ત્રીઓની મુલાકાત કોઇ એવા છોકરા સાથે થઈ જાય છે જેને તે પસંદ કરવા લાગે છે. પરંતુ તે ક્યારેય પોતાનાં પતિને આ વાત વિશે કહેતી નથી. પરણિત સ્ત્રી ની અંગત પસંદ વિશે તેની ખાસ બહેનપણી ને જ ખબર હોય છે.

 બહેનપણી સાથેની વાતો

દરેક છોકરીની એક ચોક્કસ મિત્ર જરૂર હોય છે. તેની સાથે તે પોતાનાં મનની દરેક વાત શેયર કરે છે. પરંતુ દરેક પત્ની પોતાનાં પતિ થી તેની બહેનપણીની વાત છુપાવે છે. તેની બહેનપણીનાં જીવનમાં શું ચાલી રહ્યું છે તે ક્યારેય પણ પોતાના પતિ સાથે શેયર કરતી નથી અને પોતાની બહેનપણીને પોતાનાં પતિની મિત્ર પણ બનવા દેતી નથી.

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *