કોરોના મહામારી થી મુક્તિ અપાવી શકશે, વર્ષ ૨૦૨૧ જાણો શું કહે છે જ્યોતિષશાસ્ત્ર

વર્ષ ૨૦૨૦ કોરોના મહામારી દરમ્યાન મુશ્કેલી માં પસાર થયું છે. જેમાં લોકો મહિનાઓ સુધી પોતાના ઘરેથી બહાર નીકળી શક્યા નહોતા તેમ જ બીજી તરફ કોરોના વાયરસથી સંક્રમિત થવાના કારણે કેટલાક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા પડ્યા. એવામાં લોકો નવા વર્ષ થી ખૂબ જ આશા રાખીને આતુરતા થી રાહ જોઈ રહ્યા છે. અને આશા રાખે છે કે, નવું વર્ષ નવી સંભાવના અને નવી ઉર્જા થી ભરેલું હશે નવા વર્ષ માં કોરોના મહામારી થી મુક્તિ મળી શકશે.જ્યોતિષશાસ્ત્ર નાં વિદ્વાનોનું કહેવું છે કે, લોકોનું આ અનુમાન થોડા અંશે સાચું છે જણાવવામાં આવે છે કે, આ વર્ષની શરૂઆત શુક્રવારથી થશે અને શુક્ર ગ્રહ પોતાની સાથે દુષ્ટ પ્રભાવો લઇને આવતા નથી એવામાં કહેવામાં આવે છે કે, વર્ષ ૨૦૨૧ સારું સાબિત થશે.
બની રહ્યા છે ઘણા સંયોગ
જ્યોતિષશાસ્ત્ર નાં વિદ્વાનો જણાવે છે કે, નવા વર્ષમાં એક અદભૂત સંયોગ બની રહ્યો છે જેનાં કારણે લોકોને શુભ ફળની પ્રાપ્તિ થઇ શકે છે. હિંદુ પંચાંગ મુજબ સર્વાર્થ સિદ્ધિ યોગ, અમૃતસિદ્ધિ યોગ અને બુધાદિત્ય યોગ મળીને આ વર્ષે ને ખાસ બનાવી શકશે કહેવામાં આવે છે કે, વર્ષ ૨૦૨૦ ની તુલના માં આ વર્ષ વધારે સકારાત્મક પરીવર્તન લાવી શકશે.
મહામારી થી મળી શકે છે મુક્તિ
કેટલાક જ્યોતિષી જણાવે છે કે, ૩૧ ડીસેમ્બર ગુરૂવાર નાં ૦૭ ને ૫૦ મિનીટ થી પુષ્યનક્ષત્ર થશે અને ૧ જાન્યુઆરી શુક્રવાર સાંજ સુધી પુષ્ય નક્ષત્ર રહેશે જેના ફળસ્વરૂપ મહામારી થી મુક્તિ મળવાની વાત જણાવવામાં આવી છે. કહેવામાં આવે છે કે. પુષ્ય નક્ષત્ર ખૂબ જ શુભ હોય છે. આ નક્ષત્રમાં કરેલા કામમાં સફળતા મળવાની માન્યતા છે. તેથી આ એવું માનવામાં આવે છે કે, વર્ષ ૨૦૨૧ ની શરૂઆત આ નક્ષત્રમાં થવાથી લોકોને આખું વર્ષ શુભ ફળ પ્રાપ્ત થઇ શકશે.
બુધાદિત્ય યોગ ને ગણવામાં આવે છે ખાસ
જાણકારો અનુસાર ૧લી જાન્યુઆરી શુક્રવાર નાં બુધાદિત્ય યોગનું નિર્માણ થવા જઇ રહ્યું છે તેનાં કારણે ૨૦૨૧ મંગલકારી સાબિત થશે. ખાસ કરીને બુધ ગ્રહ અને સૂર્ય ગ્રહની કૃપા પ્રાપ્ત કરવા માટે આ અવસરને ખાસ ગણવામાં આવે છે.