કોરોના નાં કારણે પ્રકાશ પર્વની ૯૫ વર્ષ જૂની પરંપરા તૂટી, પહેલા જેવી રોનક જોવા ન મળી

કોરોના નાં કારણે પ્રકાશ પર્વની ૯૫ વર્ષ જૂની પરંપરા તૂટી, પહેલા જેવી રોનક જોવા ન મળી

શ્રી ગુરુનાનક દેવજી ની જયંતિ નાં દિવસે પ્રકાશ પર્વ ધામધૂમ થી મનાવવામાં આવે છે. અને આ પર્વ નાં દિવસે દરેક ગુરુદ્વારા ને સારી રીતે શણગારવામાં આવે છે. આ પર્વ નાં  દિવસે ગુરુદ્વારા માં રોશની કરવામાં આવે છે. અને ભક્તો ગુરુદ્વારા માં કીર્તન કરે છે. જોકે આ વર્ષે કોરોના ની અસર પ્રકાશ પર્વ પર પણ પડી છે. અને આ વર્ષે આ પર્વ સાદગીથી મનાવવામાં આવ્યો છે. ઉત્તર પ્રદેશ નાં ગોરખપુર માં આવેલ જટાશંકર ગુરુદ્વારામાં ૯૫  વર્ષથી ચાલી રહેલી પરંપરા કોરોના ના કારણે તૂટી છે.દર વર્ષે પ્રકાશ પર્વ નાં દિવસે ગુરુદ્વારા માંથી નગર કીર્તન નીકળે છે. પરંતુ કોરોના નાં  કારણે આ વર્ષે નગર કીર્તન નિકાળવામાં આવ્યું નહતું. નગર કીર્તન ઉપરાંત આ વર્ષે લોકો પંગતમાં બેસીને લંગર નો પણ આનંદ માણી શકશે નહી.

સોશિયલ ડિસ્ટન્સ રાખીને કીર્તન કરાવામાં આવીયા

સોમવાર નાં દિવસે ગુરુદ્વારા નાં પરિસરમાં સોશિયલ ડિસ્ટન્સ ને ધ્યાનમાં રાખીને શબ્દ કીર્તન નું આયોજન કરવામાં આવ્યું હતું .જટાશંકર ગુરુદ્વારા પ્રબંધક સમિતિ એ સૌથી પહેલા ગુરુદ્વારા ને સેનીટાઇઝ કરાવીયું. ત્યારબાદ કીર્તન નું આયોજન કરવામાં આવ્યું. શ્રદ્ધાળુઓની સંખ્યા ને ધ્યાનમાં રાખવામાં આવી અને થોડા લોકોને જ કીર્તનમાં આવવાની રજા આપવામાં આવી. પરિસરમાં સેનીટાઇઝર ઉપરાંત થર્મલ સ્ક્રીનીંગ કરી ને જ શ્રદ્ધાળુ ને પ્રવેશ આપવામાં આવ્યો. સાથે જ માસ્ક ને પણ અનિવાર્ય રાખવામાં આવ્યું.

આ પર્વના દિવસે લોકો એકી સાથે બેસીને લંગર માં ભોજન લે છે. પરંતુ હજારો વર્ષો ની આ પરંપરા કોરોના સંકટ નાં લીધે તૂટી ગઈ છે. અને લોકોએ આ વર્ષે લંગર માં ફુડ પેકેટ વેચવાનો જ નિર્ણય કર્યો.નોંધનીય છે કે, શીખ ધર્મમાં ગુરુનાનક દેવજી ની જયંતિ દર વર્ષે કાર્તિક પૂનમ ની તિથિ નાં દિવસે મનાવવામાં આવે છે. આ વખતે ગુરુ નાનક દેવ ની જયંતિ ૩૦ નવેમ્બર નાં દિવસે હતી. ગુરુ નાનક દેવ ની જયંતિને પ્રકાશ પર્વ નાં રૂપથી મનાવવામાં આવે છે. આ સમય દરમ્યાન ગુરુદ્વારા ને ખૂબ સારી રીતે શણગારવામાં આવે છે. અને દરેક કાર્યકમ ધામધૂમથી મનાવવામાં આવે છે. પરંતુ કોરોના નાં લીધે આ વર્ષે આ પર્વ ઉજવી શકાયો નહી.

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *