કોરોના થી હાલત થશે ભયાનક કે મળશે રાહત, જાણો જ્યોતિષય ભવિષ્યવાણી

Posted by

જ્યોતિષશાસ્ત્ર અનુસાર જ્યારે ગુરુ અને કેતુનું સમીકરણ ધન રાશિમાં બને છે તો તેના કારણે કોઇ પ્રકારની બીમારી નું સંક્રમણ કાળમાં વધે છે. તેનાથી જાનમાલને ખૂબ જ નુકસાન થાય છે. વૈશ્વિક મહામારી કોરોના એ ફરીથી એકવાર પોતાની ચપેટમાં દુનિયાને લેવાનું શરૂ કર્યું છે. ફરી એકવાર વિશ્વની સાથે આપણા દેશમાં પણ કોરોના વિકરાળ રૂપ ધારણ કરી રહ્યું છે. તમને સવંત્સર કુંડળી નાં માધ્યમથી આગળ નું ભવિષ્ય જણાવવા જઈ રહ્યા છીએ.

ગ્રહ નક્ષત્ર નાં અશુભ સંકેતો

ચૈત્ર પ્રતિપદા ૧૩ એપ્રિલ ૨૦૨૧ કુંડળીમાં વૃષભ લગ્ન ઉદય થઈ રહ્યો છે. જે આપણા દેશના આપણા દેશનું લગ્ન પણ છે. ત્યાં જ રાહુ રોહિણી નક્ષત્રમાં છે. રોહિણી નક્ષત્રમાં જ્યારે શનિ અને રાહુ નું ગોચર થાય છે. ત્યારે આપણા દેશ અને પૂરા વિશ્વમાં માટે ઘાતક અને સંકટનું કારણ બને છે. સાથે જ મંગળની સ્થિતિને વિસ્ફોટક બનાવી રહી છે. તમને એ પણ જણાવી દઈએ કે. સવંત્સર નાં રાજા અને મંત્રી બંને મંગળ છે. તેથી મંગળ અને રાહુની યુતિ રાજા અને મંત્રી હોવાના સારા સંકેત નથી.

શું થશે આગળ કોરોના નું ભવિષ્ય

વાયરસ માટે આપણે કેતુ બુધ અને તેના નક્ષત્ર જવાબદાર હોય છે. કેતુ જયેષ્ઠા નક્ષત્રમાં વૃશ્ચિક રાશિમાં સ્થિત છે. જ્યારે જેના પર મંગળની દૃષ્ટિ છે. જે તેને વધારે ખતરનાક શરૂ પ્રદાન કરે છે. તેની સાથે સાથે જ સૂર્ય ચંદ્રમા અને બુધ ત્રણેય ની રેવતી નક્ષત્ર માં સ્થિત છે. તેથી આ વર્ષે છુટકારો મળી શકવાના યોગ દેખાઈ રહ્યા નથી.

જાનમાલને નુકસાન થવાની સંભાવના

ગ્રહોના આ સમીકરણ અને આઠમાં ભાવમાં પાપ ક્ર્ત્રી માં સ્થિત હોવાને કારણે જાનમાલને નુકસાન થવાની સંભાવના પણ જોવા મળી રહી છે. આપણા દેશની સીમા પર યુદ્ધ થવાની સંભાવના બની રહેશે. સાથે સાંપ્રદાયિક તણાવ પણ જોવા મળશે. અને આતંકી ઘટના ની પણ પૂરી સંભાવના બની રહી છે.

કોરોના નો નાશ કરવાના ઉપાય

ભારતભૂમિ ધર્મ ધારણ કરનાર ભૂમિ છે. અને ઇતિહાસ સાક્ષી છે કે, ત્યાં આપત્તિના અવસર પર આપણે પોતાની રક્ષા કરી છે. ૧૩ એપ્રિલ થી શક્તિ ની ઉપાસના નો મહાપર્વ ચૈત્રી નવરાત્રી શરૂ થઈ રહી છે. દરેક દેશવાસીઓ એ માતા એટલે કે, શક્તિની ઉપાસના આરાધના પુરા સંયમ સાથે કરવી જોઈએ. અને આ કોરોના રૂપી મહિષાસુર નો સમૂળ નાશ કરવા માટે માતા ભગવતી ને પ્રાર્થના કરવી જોઈએ. સંયમ નો અર્થ છે કે, સરકાર નાં દિશાનિર્દેશોનું પાલન કરવું. અને સંયમથી જ પોતાના બળ થી તમારા અંદર ની ઊર્જાને જાગૃત કરવાની છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *