કોરોના વેક્સિન લેતા પહેલા અને પછી રાખો આ સાવધાની નહીં થાય વેકસીન ની આડઅસર

કોરોના વેક્સિન લેતા પહેલા અને પછી રાખો આ સાવધાની નહીં થાય વેકસીન ની આડઅસર

કોરોના મહામારીએ લગભગ ૧ વર્ષથી પૂરી દુનિયાને પોતાના નિયંત્રણમાં રાખી છે. દુનિયાએ પહેલીવાર સંપૂર્ણ લોકડાઉન જોયું. આ મહામારીનાં ડરનો અંદાજો ત્યાંથી જ આવી જાય કે ફરી એકવાર ઘણા દેશો સંપૂર્ણ લોકડાઉન માં ચાલ્યા ગયા છે, જેથી મહામારી પર કાબૂ મેળવી શકાય.

આ સમાચારોની વચ્ચે એક રાહત આપતા સમાચાર પણ આવ્યા છે. ભારતે સ્વદેશી કોરોના રસી પર ફક્ત સફળતાપૂર્વક પરિક્ષણ જ નથી કર્યો, પરંતુ તે લોકો માટે ઉપલબ્ધ પણ થઈ ગઈ છે. આ સાથે ભારતમાં વિશ્વનો સૌથી મોટો રસીકરણ અભિયાન શરૂ થઈ ગયો છે.

દેશનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિડિયો કોન્ફરન્સ દ્વારા આ રસીકરણ અભિયાન શરૂ કર્યું છે. આ રસીકરણની સાથે ઘણી બધી અફવાઓ પણ ઉડવા લાગી હતી, જેમાં વેકસીનની આડઅસરો જણાવવામાં આવી. વેક્સીનને હાનિકારક અને ઘણી જગ્યાએ તો જીવલેણ પણ કહેવામાં આવી.

અમે તમારા આ સવાલોનાં જવાબ લઈને આવ્યા છીએ

સવાલ : આ રસી નાં ૨૮ દિવસ પછી પણ આ જ રસી લગાવવામાં આવશે કે બીજી કોઈ ? શું ૨૮ દિવસ પછી લડાવવામાં આવતી રસી પહેલેથી જ સ્વાસ્થ્ય સેન્ટર પર રહેશે?

જો તમારા મનમાં પણ આ સવાલો ઉભા થઇ રહ્યા હોય તો, હા બંને રસી એકસરખી જ હશે. જે વ્યક્તિ પહેલા રસી લગાવી રહી છે તેમના માટે બીજો ડોઝ પણ તે દિવસે સુરક્ષિત કરી દેવામાં આવશે.

સવાલ : કોવિડ વેક્સીનનાં પુરવઠા માટે રાજ્યમાં બીજો માલ ક્યારે પૂરો પાડવામાં આવશે ?

રસીનો બીજો ડોઝ કયારે કયા રાજ્યને આપવો તે કેન્દ્ર પર નિર્ભર છે. સરકાર જ નક્કી કરશે કે કેટલી રસી ક્યારે ક્યાં મોકલાશે.

સવાલ : જેને પહેલા રસી આપવામાં આવી છે તેઓને ૨૮ દિવસ બાદ રસી કઈ રીતે આપશે? તેના પર કઈ રીતે નજર રાખવામાં આવશે. કઈ રીતે નક્કી થશે કે તેઓ બીજા રસી માટે હાજર છે કે કેમ?

તેનો જવાબ એ છે કે પ્રથમ વખત  રસી લીધા પછી ૨૮માં દિવસે બીજીવાર મોબાઇલ થી જ રસી લગાવવા માટે મેસેજ મોકલવામાં આવશે.

સવાલ : જો કોઈ આકસ્મિક કામને લીધે ૨૮માં દિવસે રસીનો લગાવી શકે તો?

જવાબ એ છે કે આવી સ્થિતિમાં તમે ડોક્ટરની સલાહ અનુસાર ક્યારેય પણ બીજી રસી લગાવી શકો છો.

સવાલ : કોવેક્સિન અને કોવિશીલ્ડ માંથી કઈ રસીનો ઉપયોગ કરવામાં આવશે?

આ બંને રસીને સરકારની મંજૂરી મળી ગઈ છે. આ વિભાગ નક્કી કરી રહ્યું છે કે કયા સેન્ટર પર લોકોને કઈ વેક્સીન ઉપલબ્ધ કરવામાં આવશે.

સવાલ : રસીકરણ પછી જો સાઈડ ઈફેક્ટ થાય તો? શું રસી લેવી જરૂરી છે, જો મારે  રસી  લેવી હોય તો ?

જો તમને કોઈ પણ પ્રકારની આડઅસર લાગે છે તો તરત જ સંબંધિત વેક્સીન સેન્ટરનો  અથવા નજીકનાં સરકારી હોસ્પિટલ નો સંપર્ક કરો. વેક્સીન લેવી કે ના લેવી તે તમારા પર નિર્ભર છે.

સવાલ : રસી સામાન્ય માણસો સુધી ક્યારે પહોંચશે ?

આ નિર્ણય કેન્દ્ર સરકાર લેશે કે સામાન્ય લોકોને વેક્સીન ક્યારે પૂરી પાડવી.

આ ઉપરાંત પણ તમારા મનમાં સવાલ હોય તો તમે તમારી નજીકનાં વેક્સીન સેન્ટર પર જઈને જાણકારી પ્રાપ્ત કરી શકો છો. એ પણ ધ્યાન રાખો કે રસી પછી પણ કોરોના માર્ગદર્શકનું પાલન કરવાનું રહેશે.

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *