કોરોનાવાયરસ : આંખોની પરેશાની પણ હોઈ શકે છે કોરોનાવાયરસ નું લક્ષણ, રહો સાવધાન

કોરોનાવાયરસ નાં સામાન્ય લક્ષણો જેમ કે, શરદી, ઉધરસ, ગળામાં ખરાશ, તાવ આવવો, થાક લાગવો વગેરે વિશે તો તમે જાણતા જ હશો અને આ લક્ષણો જોતાજ સાવધાન પણ થઈ જતા હશો એવામાં આ ઉપરાંત તમે એ પણ જાણતા હશો કે, કેટલાક લોકોને કોરોનાવાયરસ નાં લક્ષણો પણ દેખાતા નથી પરંતુ એક નવા અધ્યાયન થી ખ્યાલ આવ્યો છે કે, કોરોનાવાયરસ નું એક વધારે મહત્વપૂર્ણ સંકેત છે જે વધારે અસ્પષ્ટ છે અને તે છે આંખો સાથે જોડાયેલી પરેશાનીઓ નેત્ર વિજ્ઞાનમાં પ્રકાશિત એક નવા અધ્યન માં કોવિડ -૧૯ થી સંક્મિત ૧૮ ટકા લોકોમાં ફોટો ફોબિયા ની પરેશાની જોવા મળી છે આનો મતલબ છે પ્રકાશ પ્રત્યે સંવેદનશીલતા જ્યારે ૧૬ ટકા લોકોને આંખોમાં દુખાવો અને ૧૭ ટકા લોકો માં આંખો માં ખંજવાળ ની સમસ્યા જોવા મળી હતી.
રિપોર્ટ અનુસાર કોરોનાથી સંક્રમિત ૪ થી ૩૧ ટકા લોકો માં આંખ સંબંધી લક્ષણ પણ પ્રચલિત છે. પરંતુ તેને રિપોર્ટ કરવામાં આવતું નથી. કારણ કે આ મુખ્યત્વે ખૂબ ગંભીર અથવા ધાતક નથી આ ઉપરાંત ચીનમાં કરવામાં આવેલ એક અધ્યયનમાં જાણવા મળ્યું છે કે, કોરોના થી પીડિત બાળકો માં નેત્ર સંબંધી સમસ્યા વિકસિત થઈ હતી. અધ્યન મુજબ કોરોના થી પીડિત લોકો દ્વારા અનુભવ કરવામાં આવેલ સૌથી મહત્વપૂર્ણ નેત્ર સંબંધી લક્ષણમાં આંખોનો દુખાવો છે. આ અધ્યનની લેખિકા કહે છે કે, કજકીવાઈટીસ ને પહેલા કોવિડ ૧૯ નાં લક્ષણ નાં રૂપ માં જણાવવામાં આવ્યું હતું. જોકે તે એક વ્યાપક શબ્દ છે જે આંખો નાં ઘણા પ્રકાર નાં લક્ષણો નું પ્રતિનિધિત્વ કરે છે. જોકે કેટલાક લક્ષણ કોરોના સંક્રમણ દરમિયાન બિલકુલ દેખાતા નથી. એવામાં આ શબ્દનો ઉપયોગ સાવધાનીની સાથે કરવામાં આવવો જોઇએ.
જોકે કોરોના નાં સામાન્ય લક્ષણ માં તાવ, શરદી, ઉધરસ અને ગળામાં ખરાશ, થાક લાગવો, પેટ સંબંધી સંક્રમણ, છાતીમાં દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ વગેરે નો સમાવેશ થાય છે. પરંતુ હાલમાં વૈજ્ઞાનિકો નાં વિશ્લેષણ નાં આધારે કોરોના નાં લક્ષણો નો ક્રમ ક્રમ જણાવવામાં આવ્યો. તેના મુજબ કોરોના સંક્મિત લોકોને પહેલા તાવ, માંસપેશીઓમાં દુખાવો, ઉધરસ, ડાયરિયા અને માથું ફરવા જેવા લક્ષણ જોવા મળે છે.
હાલમાં જ બ્રિટન નાં ફેમસ પ્રોફેસર નિર્મળ કુમારે જણાવ્યું હતું કે, લાંબા સમયથી કોરોના થી પીડિત લોકોને માછલી ની દુર્ગંધ અને સલ્ફર ની ગંધ મહેસુસ થઈ રહી છે. આ ઉપરાંત તેઓને એવું પણ લાગે છે કે, જાણે બીમારી ની દુર્ગંધ આવી રહી છે. ઉપરાંત ઘણા લોકો એવા પણ છે જેને કોફી અને પેટ્રોલ જેવી ગંધ આવે છે. જોકે આ લોકો ની સારવાર ચાલી રહી છે અને તેમને સ્મેઈલ થેરેપી પણ આપવામાં આવી રહી છે.