કોરોના નાં આ મુશ્કેલી ભર્યા સમયમાં મહાત્મા વિદુર ની આ ૪ વાતો, જીવન ની મુશ્કેલી દુર કરવામાં મદદ કરે છે

મહાત્મા વિદુર ની ગણતરી મહાભારતમાં સૌથી સમજદાર પાત્રોમાં કરવામાં આવતી હતી ધર્મ અને નીતિના જ્ઞાતા વિદુરજી નો જન્મ દાસીના ગર્ભમાંથી થયો હતો. તેનાં કારણે તેમને રાજા બનવાનો અધિકાર પ્રાપ્ત થયો ન હતો પરંતુ તેનાથી તેનો હસ્તિનાપુર પ્રત્યેનો પ્રેમ ઓછો થયો ન હતો તે હંમેશા મહારાજ ધુતરાષ્ટ ને જ્ઞાન નાં પાઠ શીખવવાની કોશિશ માં લાગ્યા રહેતા હતા. વિદુરજી ને એટલા જ્ઞાની ગણવામાં આવતા હતા કે પિતામહ ભીષ્મ પણ ક્યારેક મહત્વપૂર્ણ નિર્ણયો લેતા પહેલા વિદુરજી ની સલાહ અવશ્ય લેતા પોતાની નીતિ પુસ્તક માં વિદુરજી એ ઘણી એવી વાતો જણાવી છે કે, જેને વાંચી સમજીને લોકો પોતાના જીવનની વિભિન્ન પરિસ્થિતિઓમાંથી સરળતા થી બહાર નીકળી શકે છે.
એક શ્વલોક દ્વારા વિદુરજી જણાવે છે કે, બીજાની ઈર્ષ્યા, ધૃણા કરવાવાળા, અસંતોષી, ક્રોધી શંકાશીલ અને બીજાના આધારે જીવવાવાળા આ ૬ પ્રકાર નાં મનુષ્યો હંમેશાં દુઃખી રહે છે તેથી તેવા પ્રકૃતિવાળા લોકોના સંપર્કમાં રહેવાથી બચવું જોઈએ.મહાત્મા વિદુરજી નાં મત મુજબ બુદ્ધિ , સંયમ , જ્ઞાન, બહાદુરી ,ઓછાબોલા દાની અને બીજાના ઉપકારોને યાદ રાખનાર આ પ્રકાર નાં લોકો ની બીજા લોકોની તુલનામાં વધારે ઈજ્જત હોય છે. આજ કારણે તે લોકો એકલા નથી રહેતા અને તેને દરેક નો સાથ મળી રહે છે.આ ગુણો ને કારણે જ આ પ્રકાર નાં લોકો પોતાના જીવન ની મુશ્કેલીઓ માંથી સરળતા થી બહાર નીકળી શકે છે.
વિદુરજી ના કહેવા મુજબ જે લોકોને પોતાની અંદર આ જ ૬ અવગુણો ગુણો ઉઘ, આળસ, ગુસ્સો ભય,તન્દ્રા અને જાણી જોઈને કોઈ કાર્ય માટે વાર કરવાવાળા લોકો એ પોતાની આદતો દૂર કરવાની રહેશે જે લોકો પોતાની આદતો છોડી દેછે તેને જીવનમાં સફળતા પ્રાપ્ત થાય છે અને તે સરળતાથી ખુશી સાથે પોતાનું જીવન વ્યતિત કરી શકે છે.સારું જીવન જીવવા માટે ધન નું હોવું ખૂબ જરૂરી છે સાથે જ તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે વિચાર હોવો પણ આવશ્યક છે. વિદુરજી નાં કહેવા પ્રમાણે સમજ્યા વિચાર્યા વગર કોઈપણ ના હાથમાં ધન આપવું ઉચિત માનવામાં આવતું નથી. મહાત્મા વિદુર કહે છે કે સ્ત્રી આળસ થી ભરેલો વ્યક્તિ અને અધર્મી મનુષ્યને ધન આપવાથી બચવું.