કોવિડ-૧૯ દરમિયાન લગ્ન અટેન્ડ કરી રહ્યા છો તો રાખો આ બાબતોનું ધ્યાન, થશે નહીં કોરોના

કોવિડ-૧૯ દરમિયાન લગ્ન અટેન્ડ કરી રહ્યા છો તો રાખો આ બાબતોનું ધ્યાન, થશે નહીં કોરોના

કોરોનાવાયરસ હજી સુધી પૂરી રીતે નાબૂદ થયો નથી.જ્યાં સુધી તેની વેક્સિન નથી આવી જતી ત્યાં સુધી સાવધાની રાખવી એજ માત્ર બચવાનો ઉપાય છે. જો તમારે આ કોરોના  કાળ માં લગ્ન કે કોઈ ફંક્શન માં જવું પડી તો મુશ્કેલી થઈ શકે છે. વધારે ભીડવાળી જગ્યા માં કોરોના થવાની સંભાવના વધી જાય છે. એવામાં અમે તમને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)  દ્વારા જણાવેલ ગાઈડ લાઈન વિશે જણાવી રહ્યા છીએ. જેને ધ્યાનમાં રાખીને તમે તમને અને તમારા પરિવારને કોરોના થી સુરક્ષિત રહી શકો છો.

ધ્યાનમાં રાખવાની બાબતો

 • લગ્નમાં કે ફંકશન માં જવાનું તે લોકેશન વિશે માહિતી મેળવી લેવી. ત્યાં કોરોના સંક્રમણ નું પ્રમાણ વધારે છે કે ઓછું તેની જાણકારી લેવી.
 • જો તમને શરદી, ઉધરસ કે તબિયત ખરાબ હોય તો લગ્નમાં જવું નહીં. જે લોકોની ઈમ્યુનીટી નબળી હોય એવા લોકોને કોરોના વાયરસ જલ્દી થી પોતાનો શિકાર બનાવે છે.
 • જો લગ્નમાં જવું ખૂબ જરૂરી હોય તો માસ્ક પહેરીને જવું. તમારા મોઢા પરથી માસ્ક બિલકુલ પણ ન હટાવવું.
 • લગ્ન માં લોકો સાથે મળતી વખતે બધાથી એક મીટર દૂર રહેવું. હાથ મિલાવો કે પગે લાગવા કરતા નમસ્તે થી જ કામ ચલાવવું.
 • લગ્નમાં કે ફંક્શનમાં તમારી આંખ, કાન કે મોઢાને વારંવાર ટચ કરવાથી બચવું. કોઈપણ વસ્તુનો ટચ કર્યા બાદ હાથ જરૂરથી સેનીટાઈઝ કરવા. ઉધરસ કે છીંક આવે તો ટીશ્યુ પેપરનો ઉપયોગ કરવો. હાથને ઉધરસ કે છીંક આવ્યા બાદ તુરંત જ સેનીટાઇઝર કરવા.

આયોજક ની જવાબદારીઓ

 • જો તમે પોતે જ લગ્ન કે પાર્ટીનું આયોજન કરી રહ્યા છો, તો તમારા પર વધારે જવાબદારી આવે છે. તમારે એ વાતનું ધ્યાન રાખવું જરૂરી છે જ્યાં કાર્યક્રમ નું આયોજન કરેલ હોય ત્યાં નાં લોકલ નિયમો વિશે જાણકારી મેળવવી.
 • કાર્યક્રમ ની જગ્યા પર દરેક ખુરશી એક એક મીટર દૂર રાખવી, સોશિયલ ડીટન્સીગ નો  ખ્યાલ રાખવો.
 • કોશિશ કરવી કે તમારા કાર્યક્રમમાં વધારે લોકો ની ભીડ ના થાય સ્થળની અનુકૂળતા નાં  આધારે જ લોકોને આમંત્રણ આપવું.
 • ભોજનની વ્યવસ્થા બને ત્યાં સુધી પેકીગ ફૂડ પાર્સલમાં જ કરવી. જેથી કોરોના સંક્રમણની શક્યતા ઓછી રહે.
 • કાર્યક્રમ ની જગ્યા પર સેનીટાઇઝર, માસ્ક, સાબુ, પાણી વગેરેની વ્યવસ્થા પહેલાથી જ કરી રાખવી.
 • જ્યાં ફંકશન થવાનું હોય તે જગ્યા ને પહેલેથી સેનીટાઇઝ કરવી કાર્યક્રમ દરમિયાન પણ થોડી થોડી વારે સેનીટાઈઝ કરતા રહેવું.
 • ફંક્શનમાં મ્યુઝિક સિસ્ટમ ડીજે વગેરેનો ઉપયોગ ના કરવો કારણકે ડીજે ડીસ્કો દરમિયાન લોકો એકબીજાથી વધારે નજીક આવી શકે છે અને સોશિયલ ડીસટન્સ નું પાલન થઈ શકતું નથી.

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *