દાંત નાં દુખાવાથી લઇને બ્લડ પ્રેશર સુધી કામ માં આવે છે હિંગ, જાણો તેનાં ફાયદાઓ વિશે

દાંત નાં દુખાવાથી લઇને બ્લડ પ્રેશર સુધી કામ માં આવે છે હિંગ, જાણો તેનાં ફાયદાઓ વિશે

આપણા કિચનમાં ઘણા પ્રકાર નાં મસાલાઓ  હોય છે. જે આપણા ભોજનનો સ્વાદ વધારે છે સાથે જ તેને હેલ્થી બનાવવામાં પણ મહત્વની ભૂમિકા નિભાવે છે. જો એમ કહીએ કે મસાલા વિના ભોજન અધુરૂ છે તેવું કહેવું ખોટું નહિ રહે. જીરું, હળદર, મીઠું, આજમા વગેરે ગરમ મસાલા છે જે રોજ ના ઉપયોગ માં આવનારા મસાલાઓમાં છે એમાંની એક હિંગ જે આપણા ભોજનનો સ્વાદ વધારવાનું અને મહેક આપવાનું જ કામ નથી કરતી પરંતુ ઘણા રોગોનો ઉપચાર કરવામાં પણ મદદરૂપ થાય છે. ચાલો જાણીએ તેની સાથે જોડાયેલા ફાયદાઓ વિશે.

દાંત નાં દુખાવામાં

આપણે આપણા દાંત ને રોજ ટુથ પેસ્ટ ની મદદથી સાફ કરીએ છીએ. પરંતુ ઘણીવાર દાંતમાં દુખાવો અથવા અન્ય પ્રકારની સમસ્યા ઉત્પન્ન થતી હોય છે. પરંતુ આ બધી સમસ્યાઓને દૂર કરવામાં હિંગ આપણી મદદ કરી શકે છે તેમાં ઘણા પ્રકાર નાં  એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે જે દાંતના દુખાવાની સમસ્યા અને સંક્રમણને દૂર કરવામાં મદદ કરે છે. હિંગને પાણીમાં નાખી ઉકાળીને ત્યારબાદ તે પાણીથી કોગળા કરવા આવે તો કરવાથી દાંતના દુખાવામાં આરામ મળી શકે છે.

કાન નાં દુખાવામાં

કાનમાં ઘણીવાર દુખાવો થાય છે એવામાં ઘણા પ્રકારની દવા ડ્રોપ્સ કાનમાં નાખવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો હિંગ માં મોજુદ એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણ કાન નાં દુખાવામાં આરામ આપી શકે છે. તેના માટે એક વાસણમાં બે ચમચી નાળિયેરનું તેલ ગરમ કરીને તેમાં ચપટી હિંગ નાંખીને તેને હલકુ ગરમ જ કાનમાં નાખવાથી કાન નાં દુખાવામાં રાહત મળે છે.

પેટ નાં દુખાવામાં

પેટમાં દુખાવો થવા પર ગેસ ની ફરિયાદ હંમેશા દરેક લોકોને હોય છે તેનાથી રાહત માટે હિગ મદદ કરી શકે છે. એમાં એન્ટિ ઇન્ફ્લેમેટરી અને એન્ટિ ઓક્સિડેન્ટ ગુણ હોય છે. જે ગેસ અને પેટ નાં દુખાવામાં રાહત આપે છે. આ ઉપરાંત માથાના દુખાવા માં પણ આપણી મદદ કરી શકે છે. હિંગ મસ્તકની લોહી ની કોશિકાનો સોજો ઓછો કરે છે. અને તેથી માથા નાં દુખાવામાં રાહત મળે છે.

ઋતુ બદલતા જ લગભગ દરેક વ્યક્તિને શરદી ઉધરસ ની સમસ્યા થાય છે. એવામાં હિંગ માં મોજુદ એન્ટિવાયરસ શરદી ઉધરસ માં આરામ આપે છે. આ ઉપરાંત તમારા બ્લડ પ્રેશર નિયંત્રણ કરવામાં પણ મદદ કરે છે. હિંગ કોઉંમારીન નામનો પદાર્થ હોય છે જે લોહીને જામવાથી રોકવામાં મદદ કરે છે અને લોહીને પાતળું કરે છે આ કારણે જ બ્લડ પ્રેશર નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે. માટે હિંગ નું  સેવન કરવાની સલાહ આપવામાં આવે છે.

 

 

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *