દાદા દાદી બન્યા મુકેશ અંબાણી અને નીતા અંબાણી, પરિવારમાં આગમન થયું નવા મહેમાનનું

દાદા દાદી બન્યા મુકેશ અંબાણી અને નીતા અંબાણી, પરિવારમાં આગમન થયું નવા મહેમાનનું

બિઝનેસમેન મુકેશ અંબાણી દાદા બની ગયા અને તેમના ઘરે એક નવા મહેમાનનું આગમન થયું છે. આજે તેમની પુત્રવધૂ શ્વલોકા એ પુત્રને જન્મ આપ્યો છે. ગયા વર્ષે તેમનાં દિકરા આકાશ અંબાણી અને શ્વલોકા અંબાણી નાં લગ્ન થયા હતા. અને આજે તેમના ઘરે પુત્ર નો જન્મ થયો છે. સોશિયલ મીડિયા પર મુકેશ અંબાણીનો ફોટો ખૂબ જ વાયરલ થઇ રહયો છે. જેમાં તેઓ તેમનાં પૌત્ર સાથે જોવા મળે છે. આ ફોટો હોસ્પિટલમાં બાળક આવ્યા તરત જ પડેલો છે.અંબાણી પરિવાર તરફથી એક સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે. ‘શ્રી કૃષ્ણ ભગવાનની કૃપાથી શ્વલોકા અને આકાશ અંબાણી ની ઘરે આજે દીકરાનો જન્મ થયો છે.’ દિકરા નો જન્મ મુંબઈમાં થયો છે. મુકેશ અંબાણી અને નીતા અંબાણી દાદા દાદી બની ગયા છે બંને એ ધીરુભાઈ અંબાણીની અને કોકિલા અંબાણીનાં ગ્રાન્ડ સનનું  સ્વાગત કર્યું છે. બાળક અને માતા બન્ને તબિયત સારી છે.

Advertisement

શ્વલોકા એ ગુરુવારે સવારે ૧૧:૦૦ વાગ્યે દિકરાને જન્મ આપ્યો અને અત્યારે પણ તે હોસ્પિટલમાં છે. તેમ જ બીજી અંબાણી નાં ઘરે નવા મહેમાન નાં સ્વાગત માટે ખૂબ જ તૈયારીઓ કરવામાં આવી રહી છે. નોંધનીય છે કે, આકાશ અને શ્વલોકા નાં લગ્ન ૯ માર્ચ ૨૦૧૯ નાં દિવસે થયા હતા. તેમના લગ્નમાં દરેક સેલિબ્રિટીઓ આવી હતી. અને બ્રિટનનાં  પૂર્વ પ્રધાનમંત્રી ટોની બ્લેયર અને તેમનાં પત્ની ચેરી બ્લેયર સયુંકત રાષ્ટ્ર નાં પૂર્વ મહાસચિવ બાન કી મુન સુંદર પિચાઈ અને તેમનાં પત્ની અંજલી આનંદ મહિન્દ્રા અને સચિન તેંડુલકર સહીત દરેક લોકો તે લગ્નમાં ઉપસ્થિત હતા.

દોઢ વર્ષે તેમનાં લગ્ન બાદ તેમનાં ઘરે નવા મહેમાનનું આગમન થયું છે. ગયા વર્ષે મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ એ લગભગ ૬૨૦ કરોડ રૂપિયામાં રમકડા ની કંપની હૈમલેઝ ગ્લોબલ હોલ્ડિંગ્સ લિમિટેડ ખરીદી હતી. આ સમયે સોશિયલ મીડિયામાં કહેવામાં આવે છે કે, મુકેશ અંબાણી પોતાનાં  ઘરે આવનાર મહેમાન માટે પહેલેથી જ રમકડાં ભેગા કરવામાં લાગી ગયા હતા.

Advertisement

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *