દાન કરતી વખતે આ વાતોનું જરૂર રાખવું ધ્યાન અન્યથા, નુકશાન નું બની શકે છે કારણ

ધાર્મિક શાસ્ત્રો અને ગ્રંથોમાં દાન નું ખૂબ જ મહત્વ ગણવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે, જો કોઈ વ્યક્તિ પોતાના જીવનમાં દાન કરે છે તો તેના જીવનની દરેક મુશ્કેલીઓ દૂર થાય છે. માન્યતા અનુસાર વ્યક્તિ જે વસ્તુઓનું દાન કરે છે તેનાં બદલામાં વ્યક્તિને તેનાથી વધારે લાભ પ્રાપ્ત થાય છે. શાસ્ત્રોમાં એ વાતનો ઉલ્લેખ કરવામાં આવે છે કે, વ્યક્તિ પોતાની ક્ષમતા જે વ્યક્તિ પોતાની ક્ષમતા અનુસાર દાન કરે છે તેને દરેક સુખની પ્રાપ્તિ થાય છે એટલું જ નહીં પરંતુ તેને પરલોક અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. જે વ્યક્તિ ગુપ્તદાન કરે છે તેને પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે. અને વસ્ત્રદાન, અન્નદાન વિદ્યાદાન વગેરે દાન કરવાથી મનુષ્ય પુણ્ય નો ભાગીદાર બને છે.
ધાર્મિક શાસ્ત્રોમાં એ વાતનો ઉલ્લેખ કરવામાં આવે છે કે, દાન લગભગ બધા લોકો કરે છે પરંતુ દાન એ રીતે કરવું જોઈએ કે, તમે એક હાથથી દાન કરો તો બીજા હાથને પણ તેનો ખ્યાલ ના આવે. જો કોઈ વ્યક્તિ સાચા મનથી જરૂરિયાતમંદ લોકોને દાન કરે છે તેને પુણ્ય ની સાથે સાથે તેનાં ઘર પરિવારમાં સુખ શાંતિ અને બરકત રહે છે. દાન કરતી વખતે કેટલીક વિશેષ વાતો નું ધ્યાન રાખવું જરૂરી છે. અન્યથા તમારા દ્વારા કરવામાં આવેલ દાન નુકશાન નું કારણ બની શકે છે. તો ચાલો જાણીએ આખરે દાન કરતી વખતે કઇ વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે.
દાન કરતી વખતે આ વાતોનું ધ્યાન રાખવું
- જો તમે કોઈ વસ્તુનું દાન કરી રહ્યા છો તો એ વાતનું ધ્યાન રાખવું કે સૂર્યાસ્ત બાદ દાન ન કરવું. વિશેષરૂપ થી દૂધ અને દહીંનું દાન ભૂલથી પણ ન કરવું. એવું માનવામાં આવે છે કે, એવું કરવાથી ઘરમાં બરકત રહેતી નથી. અને સુખ સુવિધામાં કમી આવવા લાગે છે.
- શનિદેવને પ્રસન્ન કરવા માટે સરસવ નાં તેલ નાં દાન નું મહત્વ ગણવામાં આવે છે. કોઈ વ્યક્તિ તેલ દાન કરે છે ત્યારે શનિ ગ્રહ શાંત થાય છે પરંતુ તેલ નું દાન કરતી વખતે ધ્યાન રાખવું કે, ઉપયોગ કરેલા તેલનું દાન કરવું નહી. તેના કારણે પરેશાનીઓ આવી શકે છે.
- ઘણા લોકો જરૂરિયાતમંદ લોકોને ભોજન આપે છે જો તમે ભોજન દાન કરો છો તો એ વાતનું ધ્યાન રાખવું કે, તાજું બનેલું ભોજન દાન કરવું. ભૂલથી પણ વાસી ભોજન નું દાન ન કરવું. જો તમે પુસ્તકનું દાન કરો છો તો પુસ્તક ફાટેલું ના હોવું જોઈએ એ વાતનું ધ્યાન રાખવું.
- જેમ કે આપણે બધા જાણીએ છીએ કે, ધનની દેવી માતા લક્ષ્મીની ગણવામાં આવે છે. જો તેની કૃપાદ્રષ્ટિ કોઈ વ્યક્તિ પર પડે તો તેને ધનની કમી રહેતી નથી એવું માનવામાં આવે છે કે, સાંજનો સમય ઘરમાં લક્ષ્મીજી નાં આગમન નો સમય છે. તે સમયે ભૂલથી પણ રૂપિયા પૈસાનું દાન ન કરવું એવું કરવાથી માતા લક્ષ્મીજી તમારા ઘરે થી ચાલ્યા જાય છે.
- ઝાડુને માતા લક્ષ્મીજીનું પ્રતિક ગણવામાં આવે છે. માન્યતા છે કે, ઝાડું નું દાન કરવાથી આર્થિક મુશ્કેલી નો સામનો કરવો પડે છે.
- શાસ્ત્રોમાં સ્ટીલ નાં વાસણોનું દાન શુભ માનવામાં આવતું નથી. જો કોઈ વ્યક્તિ સ્ટીલ નાં વાસણો નું દાન કરે છે તો તેનાં ઘરમાં સુખ-શાંતિ ની કમી આવવા લાગે છે.