ડાન્સર બનવા નું સપનું છોડીને બન્યા કથાવાચિકા જયા કિશોરીજી, જાણો તેનું કારણ

જયા કિશોરીજી તેમની કથા માટે ખૂબજ જાણીતા જાણીતા છે તેઓ દેશ-વિદેશમાં ‘નાની બાઈ નો માયરુ’ અને શ્રીમદ ભાગવત કથા માટે પ્રસિદ્ધ છે. તેઓના ફોલોઅર્સ ને તેમની અનોખી કથા વાંચન શૈલી ખૂબ જ પસંદ આવે છે. તેઓએ નાની ઉંમરમાં જ આધ્યાત્મિક ક્ષેત્રે ખૂબ જ પ્રસિદ્ધિ મેળવી છે. પરંતુ શું તમે જાણો છો કે બાળપણમાં જયા કિશોરીજી નું સપનું એક વેસ્ટન ડાન્સર બનવાનું હતું.ટીવી નાં પોપ્યુલર શો ‘બુગી બુગી’ માં ક્લાસિકલ ડાન્સ પર્ફોમન્સ કર્યા બાદ જયા કિશોરીજી ના માતા પિતા સ્વયં એ વાત સ્વિકારી હતી કે, જયા કિશોરીજી વેસ્ટન ડાન્સર બનવા ઇચ્છતા હતા. પરંતુ તેમનાં પરિવાર નાં સભ્યો ને તેમનુ વેસ્ટર્ન ડાન્સર બાવાનું પસંદ ન હતું. સાથે જ તેમના પિતાએ જણાવ્યું કે તેમના સંબંધીઓ ડાન્સિંગ અને સિંગિંગ ને સારું માનતા નથી. તેથી તેમના માતાપિતાએ જયા કિશોરી ને ક્લાસિકલ ડાન્સ કરવા માટે પ્રેરીત કર્યા.
મીડિયા રિપોર્ટ અનુસાર જણાવવામાં આવે છે કે, જયા કિશોરીજી બુગી બુગી નાં તે શો બાદ પછી ક્યારેક ડાન્સ કરતા જોવા મળ્યા નથી. જોકે નાની ઉંમરમાં જયા કિશોરીજી એ કથા, સત્સંગ અને ભજન વગેરે કરતા આધ્યાત્મિક ક્ષેત્ર ને પસંદ કર્યું. તેની પાછળનું કારણ એ છે કે, જયા કિશોરીજી ઘર પરિવારમાં હંમેશા થી જ શ્રીકૃષ્ણની પૂજા અને ભક્તિનું વાતાવરણ રહ્યું છે અને તેઓને તેમનાં બાળપણથી જ કથા-પ્રવચન અને ભજન વગેરે યાદ રહી જતું હતું સાથે જ તેમના પરિવાર નાં સદસ્યો કથા વાંચન નાં કાર્યને ખૂબ જ સારું માનેછે. તેથી જયા કિશોરીજી એ પોતાનું ડાન્સર બનવાનું સપનું ભુલાવીને કથા વાચીકા બનવાનું વિચાર્યું.
આજે તે અધ્યાત્મિક ક્ષેત્રે ખૂબ જ સફળતા મેળવી ચૂકયા છે. તેમનાં લાખો અનુયાયીઓ છે. જેને જયા કિશોરીજી ની કથા વાંચન શૈલી ઉપરાંત તેની લાઈફ મેનેજમેન્ટ ટિપ્સ, મોટીવેશનલ સ્પીચ અને ટોક ઓન સ્પીચ્યુલીટી ખૂબ જ પસંદ છે. તમને જણાવી દઈએ કે, કથા અને સત્સંગ ઉપરાંત જયા કિશોરીજી અભ્યાસ પણ કરે છે તેઓએ કલકત્તાની વર્લ્ડ બિરલા કોલેજ માંથી ઓપન સ્કૂલિંગ ના માધ્યમથી અભ્યાસ કર્યો છે. તેમના નજીકના લોકો જણાવે છે કે જયા કિશોરીજી ને વાંચનનો ખૂબ જ શોખ છે અને જયારે પણ સમય મળે છે ત્યારે તેઓ આધ્યાત્મિક અને એકેડેમી સાથે જોડાયેલી પુસ્તકો વાંચે છે. સાથે જ તેમને લેખનકાર્ય પણ ખૂબ જ પસંદ છે.