ધનતેરસ નાં દિવસે યમરાજ માટે દીવો અવશ્ય કરવામાં આવે છે, જાણો તેની સાથે સંકળાયેલ કથા

કારતક માસ ની કૃષ્ણ પક્ષ ની તેરસ ની તિથિ એટલે ધનતેરસ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે ૧૩ નવેમ્બર નાં ધનતેરસ પર્વ આવી રહ્યો છે. ધનતેરસ નાં દિવસે વાસણ, સોનુ, ચાંદી વગેરે વસ્તુઓ ની ખરીદી કરવાની પ્રથા છે. માન્યતા છે કે ધનતેરસ નાં દિવસે સોનું, પિતળ કે ચાંદી થી બનેલી વસ્તુઓ ખરીદવામાં આવે તો માં લક્ષ્મીનો ઘરમાં વાસ થાય છે. આ ઉપરાંત ધનતેરસ નાં દિવસે ધન્વન્તરિ દેવ અને કુબેરજી નું પૂજન પણ કરવામાં આવેછે.
ધનતેરસ ૨૦૨૦ ની પૂજાનું મુહૂર્ત
આ વર્ષે કારતક માસ ની કૃષ્ણપક્ષ ની તેરસ ૧૨ નવેમ્બર રાત નાં ૯:૩૦ મિનિટ થી શરૂ થઈ જાય છે જે આગલા દિવસે ૧૩ નવેમ્બર સાંજ નાં પ:૬૦ મિનિટ સુધી રહેશે. આ વર્ષે ધનતેરસ ની પૂજા કરવા માટે નું શુભ મુહૂર્ત ફક્ત ૩૦ મીનીટ નું જ છે. જે સાંજ નાં ૫:૨૮ મિનીટ થી લઈને સાંજનાં ૫:૫૯ મિનિટ સુધીનું રહેશે. માટે આ સમય દરમ્યાન પૂજા અચૂક કરી લેવી અને બની શકે તો કોઈ પણ વસ્તુ ની ખરીદી આ સમય દરમ્યાન કરીને ઘરે લાવવી.
પૂજા કરવાની વિધિ
ધનતેરસ નાં દિવસે આરોગ્ય નાં દેવતા ધન્વંતરિ દેવ અને ધન નાં દેવતા કુબેર દેવનું પૂજન કરવામાં આવે છે. શાસ્ત્રો માં જણાવ્યા મુજબ ધન્વતરી દેવતા ને ભગવાન વિષ્ણુ નું સ્વરૂપ માનવામાં આવે છે. જેનાં હાથમાં અમૃત કળશ હોય છે જે પિત્તળ ની ધાતુ થી બનેલો હોય છે. હકીકતમાં આ પિત્તળ ની ધાતુ તેને ખૂબ જ પ્રિય છે. તેથી ધનતેરસ નાં દિવસે પિત્તળ નાં વાસણ ની ખરીદી કરવી શુભ ગણાય છે. માનવામાં આવે છે કે ધન્વંતરિ દેવતા ની પૂજા કરવાથી બધા રોગોમાં રક્ષણ મળે છે. ત્યાં જ કુબેરજી ની પૂજા કરવાથી ધન લાભ પ્રાપ્ત થાય છે. આરોગ્ય નાં દેવતા ધન્વંતરિ દેવ અને ધન નાં દેવતા કુબેર ની પૂજા કરવા માટે તેની પ્રતિમા મંદિર માં રાખવી અને તેની સમક્ષ ૫ દિપક કરવા તેમજ આજ નાં દિવસે ખરીદી હોય તે વસ્તુ પણ તેની પાસે રાખવી અને તેમની સાથે સંકળાયેલ મંત્રો નો જાપ કરવો. પૂજા કરતી વખતે કોઈ મીઠાઈ નો ભોગ લગાવો ત્યાં જ પૂજા પૂર્ણ થયા બાદ મીઠાઈ ને પ્રસાદ નાં રૂપમાં વહેંચી દેવી.
યમરાજ માટે દીપક કરવો
આ દિવસે યમરાજ માટે દીપક કરવામાં આવે છે, ધનતેરસ નાં દિવસે સંધ્યા સમયે ઘર ની બહાર એક દીપક અચૂક કરવો. તે દીપક યમરાજા ને સમર્પિત કરવો. માન્યતા છે કે તે દિવસે ઘર ની બહાર દિપક કરવાથી પરિવાર નાં કોઈપણ સદસ્ય નું અકાળ મૃત્યુ થી રક્ષણ થાય છે.યમરાજા ને દિપક કરવાની પાછળ એક કથા સંકળાયેલી છે. હંસરાજ નામનો એક પ્રતાપી રાજા હતો જેના મિત્ર નું નાંમ હેમરાજ હતું. એક દિવસ હેમરાજ ને ત્યાં પુત્ર નો જન્મ થયો અને તેણે પુત્ર જન્મ નિમિત્તે ખૂબ વિશાળ પૂજા રાખી જેમાં હંસરાજ ને પણ આમંત્રણ આપ્યું. પૂજા દરમિયાન દેવી પ્રગટ થયા. તેઓ એ ભવિષ્યવાણી કરી તમારા પુત્ર નુ મૃત્યુ તેનાં લગ્ન નાં ચોથા દિવસે થશે. આ ભવિષ્ય વાણી સાંભળીને હેમરાજ ખૂબ જ દુઃખી થયા. પોતાનાં મિત્ર ને આ રીતે દુઃખી જોઈ અને હંસરાજે કહ્યું કે મિત્ર તમે પરેશાન ન થાવ હું તમારા બાળક ની રક્ષા કરીશ.
હંસરાજ એ યમુના કિનારે ભૂમિગત કિલ્લો બનાવ્યો. ત્યાં રાજકુમાર ને રાખવામાં આવીયા. ધીરે ધીરે રાજકુમાર યુવાન થવા લાગ્યો તેની લગ્ન કરવાની ઉમર થઈ. રાજકુમાર માટે ખૂબ જ સુંદર છોકરી ગોતવામાં આવી. તેણી સાથે તેનાં લગ્ન કરવામાં આવ્યા. ત્યાં જ લગ્ન નાં ચોથે દિવસે યમરાજ રાજકુમાર નાં પ્રાણ લેવા માટે રાજમહેલ માં આવ્યા. પરંતુ રાજકુમારી એ રાજકુમાર નાં રૂમ ને સોનાં અને ચાંદી થી સજાવી દીધો અને રૂમ ની બહાર ઘણા એવા દીપ પ્રગટાવ્યા. આ દીપક ની ચમક જોઈને યમરાજા રૂમની અંદર પ્રવેશ ન કરી શક્યા. આ કારણે રાજકુમાર નાં પ્રાણ બચી ગયા. તેથી જ ધનતેરસ નાં દિવસે ઘરની બહાર દિપક કરવાની પ્રથા શરૂ થઈ. માટે આ પર્વ નાં દિવસે વસ્તુ ખરીદવા ઉપરાંત સાંજ નાં સમયે પૂજા કરી ને ઘર નાં મુખ્ય દરવાજા પર યમરાજ માટે એક દીપક અવશ્ય કરવો.