ધનતેરસ નાં દિવસે આ ચમત્કારી ઉપાય કરવા થી, ધન નાં દેવતા કુબેરજી ની કૃપા વરસે છે

દિવાળી નાં એક દિવસ પહેલા ધનતેરસ નો તહેવાર મનાવવા માં આવે છે. ધનતેરસ નાં દિવસે કુબેર ભગવાન ની પૂજા કરવામાં આવે છે. કુબેરજી ઘન નાં દેવતા કહેવાય છે. તેની પૂજા કરવા થી હંમેશા ઘર માં બરકત રહે છે. આ વર્ષે આ પર્વ ૧૩ નવેમ્બર નાં રોજ આવે છે. આ દિવસે કુબેર ભગવાન ની પૂજા કરવા ઉપરાંત નીચે જણાવેલા ઉપાયો કરશો તો તમારા જીવન માં ધન નાં દેવતા કુબેરજી નાં આશીર્વાદ રહેશે અને આર્થિક તંગી દૂર થશે.
જરૂર થી દિપક કરવો
ધનતેરસ નાં દિવસે સાંજે અવશ્ય દીવો કરવો. અને તેમાં એક કોડી પણ રાખવી. જ્યારે આ દીવો શાંત થઈ જાય ત્યારે, તે કોડી લઇને તમારી તિજોરી માં રાખવી આ ઉપાય કરવાથી તમારા ઘર માં નાણાકીય તંગી રહેશે નહીં હંમેશા બરકત રહેશે.
તિજોરી માં હળદર રાખવી
ધનતેરસ નાં દિવસે સાંજે તમે હળદર નાં વૃક્ષ ની જડ ને લાવો આ જડ ને સારી રીતે સાફ કરી. પૂજા નાં સ્થાન પર રાખવી. પૂજા કર્યા બાદ આ જડ ને લાલ કપડા માં બાંધીને તમારી તિજોરી માં રાખવી. આ ઉપાય કરવા થી નાણાકીય તંગી દૂર થશે.
કિન્નરો નાં હાથે પૈસા લેવા
ધનતેરસ નાં દિવસે કોઈ કિન્નર નાં હાથે એક રૂપિયા નો સિક્કો લેવો અને આ સિક્કા ને તમારા પર્સ માં રાખવો. આ ઉપાય કરવા થી તમારા પર્સ માં ક્યારેય પૈસા ખૂટશે નહીં.
મંત્ર નો જાપ
ઘન નાં દેવતા ભગવાન કુબેર ને પ્રસન્ન કરવા માટે તમે “ઓમ યક્ષાય કુબેરાય વેશ્વવાય, ધન ધાન્ય ધિપતયે ધન-ધાન્ય અને સમૃદ્ધિ મમ દેહિ દાપય સ્વાહા” મંત્ર નો જાપ કરવો આ મંત્રનો ૧૦૮ વાર જાપ કરવો. પૂજા કરતી વખતે આ મંત્ર કરવાથી તમારી આર્થિક સ્થિતિ સારી થાય છે.
શ્રી યંત્ર નું પૂજન કરવું
ધનતેરસ નાં દિવસે શ્રી યંત્ર ની પૂજા કરવી. શ્રી યંત્ર ની પૂજા કરવા થી ઘરમાં સુખ-શાંતિ રહે છે. તો આ થોડા ઉપાય જો ધનતેરસ નાં દિવસે કરવામાં આવે તો તમારા જીવન માં ક્યારેય નાણાકીય તકલીફ ઊભી થતી નથી. માટે આ ઉપાયો જરૂર થી કરવા.