દાંતની આસપાસ જમા થયેલ પીળા પદાર્થ થી થઈ શકે છે મોઢા નાં રોગ નું જોખમ, જાણો તેની સફાઈ વિશે

આજકાલ નાં સમયમાં અનિયંત્રિત જીવનશૈલી નાં કારણે સ્વાસ્થ્ય સંબંધી ઘણી પરેશાનીઓ ઉત્પન્ન થઈ રહી છે. ફક્ત સ્વાસ્થ્ય જ નહિ પરંતુ દાંત પર પણ તેનો પ્રભાવ જોવા મળે છે વર્તમાન સમયમાં મોટે ભાગે દરેક લોકોને દાંત સંબંધી કોઈને કોઈ સમસ્યા જરૂર હોય છે દરેક ઉંમર નાં લોકોમાં દાંતની સમસ્યા જોવા મળી રહી છે. બેક્ટેરિયા નાં સંપર્કમાં આવવાના કારણે દાંતો સાથે જોડાયેલ ધણા પ્રોબ્લેમ થાય છે જેમાં એક પ્લાક નો પણ સમાવેશ થાય છે.
દાંતની આસપાસ જે હલકા પીળા ભૂરા રંગ નો પદાર્થ જમા થઈ જાય છે તેને પ્લાક કહેવામાં આવે છે. જ્યારે આપણે સવાર નાં સમયે બ્રશ કરીએ છીએ અને આખો દિવસ ખાવાનું ખાતા રહીએ છીએ ત્યારે દાંતોની વચ્ચે ભોજન નાના-નાના કણો જમા થઈ જાય છે જેના કારણે બેક્ટેરિયા ઉત્પન્ન થાય છે આ બેક્ટેરિયા એક ઘાટો ચીકણો પદાર્થ છોડે છે જેને પ્લાક કહેવામાં આવે છે. પલક દાંતો ને ધીરે ધીરે કમજોર કરે છે અને મોઢા સંબંધી ઘણા રોગોને જન્મ આપે છે.આજે અમે તમને આ આર્ટીકલ નાં માધ્યમથી દાંતમાં જમા થયેલા પ્લાક કઈ રીતે સાફ કરી શકાય છે તે અને દાંત સંબંધી રોગોથી કઈ રીતે બચી શકાય છે તેના વિશે જાણકારી આપવા જઈ રહ્યા છીએ.
દરરોજ ૨ વાર બ્રશ કરવું
જો તમારા દાંતને સાફ અને સ્વસ્થ બનાવી રાખવા ઈચ્છો છો તો રોજ બ્રશ કરવું ખૂબ જરૂરી રોજ બે વાર બ્રશ કરવું જોઈએ સવારે અને રાત નાં સૂતા પહેલા ધ્યાન રાખવું કે બ્રશ મુલાયમ હોવું જોઈએ કારણ કે બ્રશ કઠોર હશે તો તેનાં કારણે તમારા પેઢા છોલાઈ જશે અને થોડા જ દિવસ અને જો તમે દિવસમાં કંઇ ખાવ પીવો છો તો ત્યારબાદ જરૂરથી કોગળા કરવા.
બેકિંગ સોડા અને મીઠા થી પ્લાકને સાફ કરો
તમારા દાંતમાં જમા થયેલ પીળા કલર એટલે કે પ્લાક ને દૂર કરવા માટે બેકિંગ સોડા અને મીઠા નો પ્રયોગ કરી શકો છો તે ખૂબ સરળ ઘરેલૂ ઉપાય ગણવામાં આવે છે. તેના માટે અડધી ચમચી મીઠું અસ્ધી ચમચી બેકિગ સોડા અને આઠથી દસ ટીપા સરસવ નાં તેલ નાં નાખી સારી રીતે મિક્સ કરી અને તમારા દાંતો પર હલકા હાથે થી બ્રશ કરવું. દાંત નાં પાછળ નાં ભાગની સારી રીતે સફાઈ કરવી. આ રીતે તમે દિવસમાં ત્રણવાર કરી શકો છો તેનાથી તમારા દાંત જલ્દીથી સાફ થઈ જશે અને પ્લાક થી છુટકારો મળશે.
ભોજન બાદ તુરંતજ દાંત સાફ ન કરવા
હંમેશા જોવામાં આવે છે કે, ઘણા લોકોને એવી આદત હોય છે કે તે જમ્યા બાદ તરત જ દાંત સાફ કરે છે તે એવું સમજે છે કે, તેનાથી દાંત સ્વસ્થ રહે છે પરંતુ એવું બિલકુલ નથી ભોજન બાદ ૩૦ થી ૪૦ મિનિટ બાદ દાંત સાફ કરવા જોઈએ જો તમે ભોજન બાદ તરત જ દાંત સાફ કરો છો તો તેનાથી તમારા દાંત કમજોર થઈ શકે છે.
જીભની પણ સફાઈ કરવી
દાંત ની સાથે જીભ ની સફાઇ કરવી પણ ખૂબ જ આવશ્યક છે. જ્યારે પણ તમે બ્રશ કરો છો ત્યારે તમારી જીભને પણ સારી રીતે સાફ કરવી. જીભ સાફ કરવા માટે બજારમાં ઘણી વસ્તુઓ મળે છે જેનો ઉપયોગ કરી તમે તમારી જીભ સાફ કરી શકો છો. જીભ પર બેક્ટેરિયા હોય છે તેથી તેને સાફ કર્યા બાદ સારી રીતે કોગળા કરવા જરૂરી છે.
દાંત વચ્ચે ફોલ્સ કરવું જરૂરી છે
જ્યારે આપણે બ્રશ કરીએ છીએ ત્યારે બ્રશ જ્યાં સુધી પહોંચે છે ત્યાં સુધી દાંત સાફ થાય છે પરંતુ દાંતોની વચ્ચે ફોલ્સ કરવું ખૂબ જરૂરી છે તેના માટે એક પાતળો દોરો લઈને દાંતોની વચ્ચે સારી રીતે દોરા ની મદદ થી સફાઈ કરવી. ફોલ્સ કરવાથી દાંત અને પેઢા નાં એ ભાગોમાંથી પણ બેક્ટેરિયા, અને પ્લાક ની સફાઈ થઈ જાય છે જયાં તમારું બ્રશ પહોંચી શકતું નથી. ફોલ્સ કર્યા બાદ સારી રીતે કોગળા કરવા જરૂરી છે.