દરેક નોકરી કરતી મહિલાઓએ સહન કરવા પડે છે સમાજનાં આ ૫ ટોન્ટ, જાણીને થશે ખુબ જ દુ:ખ

આજનાં જમાનામાં મહિલા અને પુરુષ એક સરખા છે. એજ કારણ છે કે ઘણી પત્નીઓ ઘરમાં હાઉસ વાઇફ બનીને રહેવાને બદલે પોતાના પતિની જેમ જોબ કરવાનું પસંદ કરે છે. આ મહિલા દિવસ-રાત જોબ અને ઘરની વચ્ચે બેલેન્સ જાળવીને પોતાની જીવિકા ચલાવે છે, પરંતુ તેમ છતાં પણ તેમને પ્રશંસાને બદલે સમાજ તરફથી અમુક ટોન્ટ સાંભળવા મળે છે.
પતિ આટલું કમાઈ રહ્યો છે, તું જોબ શા માટે કરી રહી છે?
જે રીતે એક યુવક પોતાની કારકિર્દી બનાવવા માટે મહેનત કરે છે, એજ રીતે એક યુવતી પણ કરતી હોય છે. તેમ છતાં પણ લગ્ન બાદ યુવતી ઉપર જોબ છોડવાનું પ્રેશર આપવામાં આવે છે. ખાસ કરીને જો તેનો પતિ ખૂબ જ સારું કમાઈ રહ્યો હોય તો આ વાત તેને જરૂરથી સાંભળવા મળે છે કે જ્યારે પતિ આટલા બધા કમાઈ રહ્યો છે, તો તારે જોબ કરવાની શું જરૂર છે? પરંતુ લોકો ભૂલી જાય છે કે મહિલાઓ ફક્ત પૈસા માટે જોબ નથી કરતી, પરંતુ તે આત્મસન્માન, ઈન્ડિપેન્ડેન્ટ બનવા અને પોતાની એક અલગ ઓળખ બનાવવા માટે કરે છે.
બાળકોથી દૂર કેવી રીતે રહે છે?
જ્યારે મહિલા જોબ પર જાય છે, તો બાળકોને સંભાળવાની જવાબદારી માટે તેણે નૈની અથવા ઘરનાં કોઈ અન્ય સભ્યની મદદ લેવી પડે છે. જોબને કારણે તે ઘણા કલાકો સુધી પોતાના બાળકથી દુર રહે છે, પરંતુ તેનો મતલબ એવો નથી કે તે પોતાના બાળકને પ્રેમ નથી કરતી. પરંતુ તેમ છતાં પણ તેને આવા ટોન્ટ સાંભળવા મળે છે કે કેવી કઠોર માં છે, બાળકને આખો દિવસ એકલો છોડે છે, કોઈ પોતાના બાળકથી આટલો સમય દૂર કેવી રીતે રહી શકે છે? જોકે આ સવાલ પિતાને ક્યારે પણ પૂછવામાં આવતો નથી.
અન્ય વ્યક્તિનાં ભરોસે બાળકોને કેવી રીતે છોડી શકે છે?
અમુક લોકો કામ કરવાવાળી મહિલાને એવું પણ કહેતા હોય છે કે તે પોતાના વ્હાલસોયા બાળકને કોઈ અન્ય વ્યક્તિને ભરોસે કેવી રીતે છોડી દીધો? તને ડર નથી લાગતો? કંઈક ખોટું થઈ ગયું. જો કે આજે ટેકનોલોજી એટલે વિકસિત થઈ ગઈ છે કે આ ડર પણ ખતમ થઈ ગયો છે. માં પોતાના બાળકનાં રૂમમાં કેમેરા લગાવી શકે છે અને ઓફિસમાં બેસીને તેના ઉપર ધ્યાન રાખી શકે છે. તે સિવાય એક સારી એજન્સીથી નૈની હાયર કરે તો કોઈ પરેશાની આવતી નથી.
ઘર સંભાળવું મહિલાને જવાબદારી છે
ઘર સંભાળવાની જવાબદારી ફક્ત એક મહિલાની હોય છે, આ વાત બિલકુલ ખોટી છે. પુરૂષ અને મહિલા બંનેએ મળીને ઘર સંભાળવું જોઈએ. આજકાલની મહિલાઓ સ્માર્ટ પણ બની ગઈ છે. તેઓ ઘર અને જોબ બંને ખૂબ જ સારી રીતે સંભાળી લેતી હોય છે. આ કામમાં તેઓ પતિને હેલ્પ લે તો તેમાં કંઈ ખોટું નથી.
વર્ક ફ્રોમ હોમ શોધો
અમુક લોકો એવી પણ સલાહ આપતા હોય છે કે કોઈ એવું કામ શોધી લો જે ઘરે બેસીને કરી શકાય, પરંતુ તે સંપૂર્ણ રીતે મહિલાનો નિર્ણય હોય છે કે તે પોતાની પસંદગીની જોબ કરે અને કારકિર્દીમાં કોઈ સમાધાન ન કરે.