દરેક પુરુષો એ સૈફ ની આ ભૂલો માંથી શીખવું જોઈએ, તેમની જેમ તમને બીજી તક નહીં મળે

બોલિવૂડ નાં અભિનેતા સૈફ અલી ખાન તેની પ્રોફેશનલ લાઇફ કરતા પર્સનલ લાઇફ ને લઇને વધુ ચર્ચામાં છે. સૈફ એ તેનાથી ૧૩ વર્ષ મોટા અમૃતા સિંહ સાથે લગ્ન કર્યા હતા. જો કે પછીથી તેઓ નાં તલાક થઈ ગયા હતા. ત્યારબાદ સૈફ નું ઘણી મહિલાઓ સાથે અફેર ચાલ્યું. છેવટે તેણે તેનાં થી ૧૦ વર્ષ નાના કરીના કપૂર સાથે બીજા લગ્ન કર્યા. આજે તે બનેનું એક બાળક તેમુર છે. સૈફ નાં પેહલા લગ્ન સફળ ન રહ્યા. જોકે તેનાં ભાગ્ય સારા હતા કે તેને બીજો મોકો મળ્યો અને આજે તે સુખી જીવન જીવે છે. પરંતુ દરેક સૈફ જેવા નસીબદાર નથી હોતા કે તેને બીજો મોકો મળે. એવામાં સૈફ ની ભૂલોમાં થી શીખ લેવી જોઈએ. બીજા લગ્ન પછી જ સૈફને ખ્યાલ આવ્યો કે તેણે ભવિષ્ય માં કઈ ભૂલો કરી હતી, જેના લીધે તેનાં પહેલા લગ્ન સફળ ન થયા.
કારકિર્દી અને પરિવાર વચ્ચે તાલમેલ ન જાળવી શક્યા
સૈફ એ એક ઇન્ટરવ્યૂ માં પોતે જ આ વાત સ્વીકારી હતી કે, કારકિર્દી ને બનાવવા માટે તે એટલા બધા વ્યસ્ત થઈ ગયા હતા કે પરિવાર થી દૂર થઈ ગયા હતા. પરિસ્થિતિ એ હતી કે તેનાં બાળકો ને પણ તે સમય આપી શકતા ન હતા. સૈફ નાં કહેવા પ્રમાણે જવાનીમાં તમને ખ્યાલ હોતો નથી કે તમારા માટે શું યોગ્ય અને મહત્વનું છે. તે સમય દરમ્યાન તમે તમારી કારકિર્દી પર વધુ ફોકસ આપતા હો છો. સૈફ ની આ ભૂલ ઘણા લોકો કરતાં હોય છે. કારકિર્દી બનાવવામાં અને વધારે પૈસા કમાવામાં એટલા વ્યસ્ત થઈ જાય છે કે, તેનાં પરિવાર ને યોગ્ય સમય આપી શકતા નથી. તેથી તેનાં પોતાનાં પરિવાર સાથેનાં સંબંધો કમજોર પડી જાય છે. પાછળથી જ્યારે તમારી ઉંમર વધતી જાય છે અને કેરિયર નો પણ અંત આવી જાય છે. ત્યારે તમને એ વાતનો અહેસાસ થાય છે કે જીવન માં ધન દોલત થી પણ વધુ સુખ પરિવાર સાથે છે.
સમય ની બાબત માટે સેલફિશ થવું
સૈફ એ આ વાત સ્વીકારી હતી કે તે પોતાનાં અંગત સમય ને લઈને તે સેલ્ફીશ હતા. બીજા ને વધુ સમય આપવો ગમતો ન હતો. તે પોતાને ગમતી વસ્તુ કરવામાં જ ફોકસ કરતા. જો કે બીજાને પણ ટાઈમ આપવો જોઈએ એ વાતનો અહેસાસ તેમને પછીથી થયો. આજે તે પોતાની પત્ની કરીના અને તેમુર ને યોગ્ય સમય આપે છે. આપણા માંથી ઘણા પુરુષો પણ લગ્ન પછી પત્ની અને બાળકો ને વધારે સમય આપવામાં થી બચતા હોય છે. તેને ખાલી સમયમાં પોતાને જે પસંદ છે તે કરવું વધારે ગમે છે. પરંતુ હવે તમારે તમારી એ આદત બદલવી જોઈએ. તમે યોજના પૂર્વક ચાલશો તો તમારા પરિવાર માટે યોગ્ય સમય કાઢી શકશો. યાદ રાખવું કે, અત્યારે તમે તમારા જીવન માં અને કારકિર્દી માં ભલે ગમે તેટલા સફળ હો પરંતુ અંતમાં પરિવાર અને તેની ખુશીઓ જ તમારા માટે મહત્વના છે. તેથી બંનેમાં સરખુ બેલેન્સ બનાવવા નું શીખવું જોઈએ.સૈફ ની કેટલીક ભૂલો નાં લીધે તેનો પહેલો સંબંધ ટક્યો નહીં. પછી થી તેને કરીના ની સાથે બીજો એક ચાન્સ મળ્યો તે હવે તેની ભૂલો સુધારી રહ્યા છે. પરંતુ તમે પણ તેનાં જેટલા નસીબદાર હોવ તેની કોઈ ગેરંટી નથી. માટે ઉપર જણાવેલી વાતોનું ખાસ ધ્યાન રાખવું.