દરિદ્રતા દૂર કરવા માટે લાલ કિતાબ નાં આ ઉપાયો કરવાથી થઇ જશે, દેવી લક્ષ્મીની કૃપા

ધન એક એવી વસ્તુ કે જેના વગર જીવન પસાર કરવું મુશ્કેલ થઇ જાય છે. ધન કમાવવા માટે લોકો દિવસ અને રાત એક કરી દે છે પરંતુ ઘણીવાર છતાં પણ લોકોને ધનની પ્રાપ્તિ થતી નથી અને તેઓ ગરીબીમાં પોતાનું જીવન પસાર કરવા મજબૂર રહેછે જ્યારે કેટલાક લોકોને ધનની પ્રાપ્તિ થાય છે પરંતુ તેની પાસે ધન ટકતું નથી અને તેઓ ગરીબ નાં ગરીબ જ રહે છે. જો તમે પણ આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા હોય તો લાલ કિતાબમાં જણાવેલા આ ઉપાયોની મદદથી ધનહાનિ થવાનું બંધ થશે અને માં લક્ષ્મીની કૃપા સદા તમારા પર બની રહેશે આજે અમે તમને લાલ કિતાબમાં જણાવવામાં આવેલા ધન લાભ માટે નાં આ ટોટકા જણાવવા જઈ રહ્યા છીએ. ધનલાભ માટે નાં ચમત્કારી ટોટકા
શનિ ગ્રહ ને કરો શાંત
શનિ ગ્રહથી દરેકને ભય લાગે છે. શનિ ગ્રહની ખરાબ દ્રષ્ટિ થી જીવનમાં દુ:ખ જ નહિ પરંતુ ધનહાનિ પણ થાય છે. તેથી તમારી કુંડળીમાં શનિ ભારી હોય તો તમે તમારે તેના માટે આ ઉપાય કરવો જોઈએ આ ઉપાય કરવાથી ગ્રહ શાંત થઈ જાય છે અને ધન હાનિ થવાનું બંધ થઇ જાય છે. શનિવાર નાં દિવસે શનિદેવ નાં મંદિરે જઈ શનિદેવની પૂજા કરવી શનિદેવ ની સામે સરસવ નાં તેલનો દીવો કરવો. અને આ દિવાની અંદર બની શકે તો સરસવ નાં દાણા પણ નાખવા આ ઉપાય ઓછામાં ઓછા ૧૧ શનિવાર સુધી કરવા. આ ઉપાયથી તમારા જીવનમાં પરેશાની દૂર થઇ શકશે. રાહુ અને કેતુ ગ્રહ ને શાંત કરવા માટે પણ શનિવાર નાં દિવસે આ ઉપાય કરી શકો છો આ ૩ ગ્રહ ધન કમાવા માટે વિધ્ન ઊભા કરે છે. તેથી આ ગ્રહને શાંત કરવા જરૂરી છે.
ધન પ્રાપ્તિ માટે શિવજી ની કરો પૂજા
ધન પ્રાપ્ત કરવા માટે સોમવાર નાં દિવસે શિવલિંગ પર જળ અને ફૂલ અર્પિત કરવા સોમવારનાં દિવસે સ્નાન કર્યા બાદ તાંબાના લોટામાં જળ ભરવું ત્યારબાદ તાંબાના લોટામાં થોડું દૂધ અને લાલ રંગના ફૂલ નાખવા આ જળ શિવલિંગ પર ચડાવવું આ ઉપાય કરવાથી ધનલાભ થાય છે.
પક્ષીઓને દાન કરવું
દરિદ્રતા દૂર કરવા માટે આ ઉપાય જરૂરથી કરવો. દરરોજ સવારે ઉઠીને પક્ષીઓને દાણા નાંખવા અને જળ આપવું રોજ પક્ષીઓને દાણા નાંખવાથી જીવનમાંથી દરિદ્રતા દૂર થાય છે.
પિતૃદોષ દૂર
કુંડળી માં પિતૃદોષ હોવાથી પણ કાર્યમાં સફળતા મળતી નથી અને ધન સાથે જોડાયેલી સમસ્યાઓ નો સામનો કરવો પડે છે તે માટે ખૂબ જ જરૂરી છે કે આ દોષ જલ્દીથી દુર કરવો. લાલ કિતાબ અનુસાર તલ ની મદદથી પિતૃદોષ સરળતાથી દૂર થાય છે. જે લોકોને પિતૃદોષ હોય તેવા લોકોએ તલનું દાન કરવું એવું કરવાથી આ દોષ હંમેશ માટે દૂર થાય છે આ ઉપરાંત જળમાં તલ પ્રવાહિત પણ કરી શકો છો. જોકે જળ માં કાળા તલ પ્રવાહિત કરતી વખતે ધ્યાન રાખવું કે, તમને આ કાર્ય કરતા કોઈ જુએ નહીં અને આ ટોટકો કર્યા બાદ ઘર તરફ આવતા પાછુ ફરીને જોવું નહીં.