ડાર્ક ચોકલેટ ખાવાથી થાય છે આ ૫ આશ્ચર્ય જનક ફાયદાઓ, પરેજી રાખવાને બદલે હવે દિલ થી ખાવ

ચોકલેટ ખાવાનું દરેક ને પસંદ હોય છે. ખાસ કરીને બાળકો ની તો ચોક્લેટ ફેવરિટ હોય છે માર્કેટ માં ઘણા પ્રકારના ચોકલેટ આવે છે. આજે અમે આ સ્ટોરીમાં તમને ડાર્ક ચોકલેટ નાં ફાયદાઓ વિશે જણાવીશું ડાર્ક ચોકલેટ બીજી ચોકલેટની તુલનામાં હેલ્થી હોય છે. તેને ખાવાની સલાહ ઘણી વાર ડોક્ટર અને ડાયટિંશિયન પણ આપતા હોય છે. ચાલો જાણીએ તેનાથી સ્વાસ્થ્ય ને થતા ફાયદાઓ
તણાવ માં રાહત
એક રિસર્ચ અનુસાર બે અઠવાડિયા સુધી રોજ ડાર્ક ચોકલેટ ખાવામાં આવે તો તે તણાવ ઓછું કરવામાં મદદ કરે છે. ડાર્ક ચોકલેટ તણાવ પેદા કરનાર હોર્મોન્સને નિયંત્રણ માં રાખે છે. તેનાં કારણે તણાવ રાહત મળે છે.
હૃદય માટે ફાયદાકારક
૨૦૧૦ માં એક શોધ અનુસાર ચોકલેટ બ્લડ પ્રેશર લેવલને ઓછું કરે છે. તેથી ચોકલેટનું સેવન કરવાથી હૃદયને લગતી બીમારીઓ ઓછી થાય છે હૃદયની બીમારીઓ માં ઘણી વાર ડોક્ટર પોતે પણ ચોકલેટ ખાવાની સલાહ આપે છે.
મૂડ બનાવે છે
ઓસ્ટ્રેલિયા નાં શોધકર્તા અનુસાર વર્ષ ૨૦૧૫ નાં એક રિસર્ચ મુજબ ચોકલેટ ખાવું ખૂબ જ ફાયદાકારક ગણવામાં આવ્યું હતું તેનાં સેવનથી આત્મસંતોષ માં વધારો થાય છે સાથે જ માનસિક સ્વાસ્થ્યને ફાયદો થાય છે.
વજન ઘટાડવામાં મદદ
તમને જાણીને આશ્ચર્ય થશે પરંતુ ડાર્ક ચોકલેટ નાં સેવનથી વજન ઓછું થાય છે. કેલિફોર્નિયા ની સૈનડીઈગો યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલ રિસર્ચમાં જણાવવામાં આવ્યું છે કે, નિયમિત રૂપથી એક નિશ્ચિત માત્રામાં ચોકલેટ ખાવાથી વ્યક્તિનું વજન વધતું નથી પરંતુ ઓછું થાય છે જે લોકો રોજ ચોકલેટનું સેવન કરે છે તેની બોડી માસ ઇન્ડેકસ ચોકલેટ નું સેવન ન કરનાર લોકોની તુલનામાં ઓછું રહે છે.
એન્ટી એજિંગ
ડાર્ક ચોકલેટમાં કોકો મોજુદ હોય છે જેનાં લીધે વધતી ઉંમર નાં લક્ષણો ઓછા કરવામાં મદદ થાય છે. એક રિસર્ચમાં જણાવ્યા અનુસાર રોજ બે કપ હોટ ચોકલેટ પીવાથી વૃદ્ધ લોકો માનસિક રીતે સ્વસ્થ રહે છે. એટલું જ નહીં તેનું સેવન કરવાથી તેની વિચારવાની ક્ષમતા માં પણ વધારો થાય છે.