દરરોજ એક મુઠ્ઠી મગફળી પલાળીને સવારે ખાવાથી શરીર ના આ ૬ મોટા રોગો દૂર થશે

દરરોજ એક મુઠ્ઠી મગફળી પલાળીને સવારે ખાવાથી શરીર ના આ ૬ મોટા રોગો  દૂર થશે

મગફળી ખાવાનું દરેક ને પસંદ હોય છે. મગફળી સ્વાદમાં જ નહીં પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ પૌષ્ટિક આહાર ગણવામાં આવે છે. આજ કારણે તેને સમય સમય પર ખાવાની સલાહ આપવામાં આવે છે. મગફળી ની અંદર પ્રોટીનની પુષ્કળ માત્રામાં હોય છે. તેનાથી તમારા શરીરનો સારી રીતે વિકાસ થાય છે. મોટેભાગે લોકો કાચી મગફળી કે શેકીને મગફળી ખાવાનું પસંદ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે, મગફળીને પલાળીને ખાવાથી ખૂબ જ ફાયદો થાય છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે, પલાળેલી મગફળી ખાવાથી શરીરમાં રહેલી બીમારીઓ પણ દૂર થઇ શકે છે.

પેટની સમસ્યા

ઘણા લોકોને ખોરાક પચવામાં મુશ્કેલી થાય છે. આના લીધે તેમનું પેટ ફૂલવા લાગે છે, એસિડિટી જેવી સમસ્યાઓ થાય છે. આ પ્રકારની સમસ્યામાં મુક્તિ મેળવવા માટે દરરોજ એક મુઠ્ઠી મગફળી ને પાણીમાં પલાળી સવારે ઊઠીને તેનું સેવન કરવાથી પેટ સાથે જોડાયેલી બધી સમસ્યાઓ દૂર થશે.

કમર અને સાંધાના દુખાવામાં રાહત

ઘણા લોકોને કમરનો દુખાવો અને સાંધાના દુખાવાની સમસ્યા હોય છે. આ તકલીફ ના લીધે તે પોતાની ડેઈલી લાઈફ માં મુશ્કેલી અનુભવે છે. આ સમસ્યાને દૂર કરવા માટે પલાળેલી મગફળી સાથે ગોળનું સેવન કરવું જોઈએ

બ્લડ સર્ક્યુલેશન સુધારે છે

પલાળેલી મગફળી તમારા બ્લડ સર્ક્યુલેશન ને સુધારવાનુ કામ કરે છે. તેને ખાવાથી હૃદય રોગનું જોખમ ઓછું રહે છે. પલાળેલી મગફળી શરીરમાં ગરમી નું સર્જન કરે છે જેના કારણે શરીરમાં લોહીનું પરિભ્રમણ યોગ્ય રીતે થાય છે.

ઉધરસમાં રાહત

પલાળેલી મગફળી ખાવાથી ઉધરસમાં રાહત થાય છે. જો નિયમિત રૂપથી પલાળેલી મગફળી ખાવામાં આવે તો ધીમે ધીમે ઉધરસ ઓછી થાય છે.

એનર્જી વધારે છે

જો તમને આખો દિવસ થાક લાગતો હોય અને આળસ અનુભવતા હોવ તો પલાળેલી મગફળી ખાવાથી તમને દિવસભર તાજગી મહેસુસ થશે. પલાળેલી મગફળી ખાવાથી શરીરમાં દિવસભર એનર્જી રહે છે અને તમને તાકાત મળશે.

યાદશક્તિ વધે છે

જો તમારી યાદ શક્તિ કમજોર હોય તમે કોઈ વાત ભૂલી જતા હોવ તો પલાળેલી મગફળી ખાવાથી ફાયદો થાય છે. પલાળેલી મગફળી નિયમિત ખાવાથી યાદશક્તિમાં વધારો થાય છે. જો તમને પલાળેલી મગફળી ની એલર્જી હોય કે ગંભીર સ્વાસ્થય સંબંધી બીમારી હોય તો તેનું સેવન કરતા પહેલાં ડોક્ટરની સલાહ અવશ્ય લેવી.

 

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *