દત્તક લીધેલ હતા આ દુનિયામાં ઓળખ મેળવનાર મોટી મોટી સેલિબ્રિટી, આજે દરેક જગ્યાએ વાગે છે તેનાં નામના ડંકા

લગ્ન બાદ સંતાનસુખ દરેક કપલ ઈચ્છે છે જોકે ઘણીવાર કેટલાક કપલ આ સુખથી વંચિત રહે છે. પરંતુ હવે નો સમય ખૂબ જ આગળ વધી ગયો છે. આજના સમયમાં પોતાના સંતાન ન હોવાના કારણે ઘણીવાર લોકો બાળકો દત્તક લે છે સામાન્ય લોકો ઉપરાંત ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ ઘણા સ્ટાર્સ છે જે દત્તક લીધેલ છે આજની આ સ્ટોરીમાં અમે તમને એ સેલિબ્રિટી વિશે જણાવીશું જે દત્તક લેવામાં આવ્યા હતા. અને આજે પોતાની આવડત થી તેઓંએ પૂરી દુનિયામાં પોતાની ઓળખ બનાવી છે.
રાજેશ ખન્ના
રાજેશ ખન્ના ૬૦ અને ૭૦ નાં દશક માં ફિલ્મ ઈન્ડસ્ટ્રી નાં સુપર સ્ટાર હતા. હીરાનંદ ખન્ના અને ચંદ્રાણી ખન્ના નાં ઘરે રાજેશ ખન્નાનો જન્મ થયો હતો જતીન ખન્ના તેમનું સાચું નામ હતું. ચંદ્રાણી ખન્ના ની દેરાણી ને બાળક નહતું ત્યારે રાજેશ ખન્ના માતા એ પોતાની દેરાણી રાજેશ ખન્ના ને દતક આપ્યા. રાજેશ ખન્ના નો ઉછેર તેમનાં કાકા- કાકીએ કર્યો હતો.
બિલ કિલિટન
બિલ ક્લિન્ટન અમેરિકા નાં ૪૨ માં રાષ્ટ્રપતિ હતા. તેનાં પિતાનું મૃત્યુ એક દુર્ઘટનામાં થયું હતું. જ્યારે બિલ ક્લિન્ટન નાં પિતાનું મૃત્યુ થયું ત્યારે તે ફક્ત ૩ મહિના નાં જ હતા ત્યારબાદ તેમની માતાએ બીજા લગ્ન કર્યા અને ૧૫ વર્ષની ઉંમરમાં જ બિલ ને ક્લિન્ટન ફેમિલી એ દત્તક લીધા. ત્યારબાદ તે બિલ ક્લિન્ટન નાં નામથી પ્રખ્યાત થયા.
અર્પિતા ખાન
આપણે બધા જાણીએ છીએ કે, અર્પિતા ખાન સલમાન ખાનની દત્તક લીધેલ બહેન છે સલમાન ખાન નાં પિતા સલીમ ખાને અર્પિતા ને દત્તક લીધા છે. સલમાન ખાન હંમેશા એક ભીખ માંગવા વાળી સ્ત્રીને ભોજન આપતા હતા જે પોતાની નાની દીકરી સાથે રહેતી હતી એક દિવસ તે સ્ત્રીનું મૃત્યુ થઈ ગયું અને તે બાળકી એકલી થઈ ગઈ એવામાં સલીમ ખાને તેને દત્તક લઇ લીધી અને આજે દુનિયામાં તે અર્પિતા ખાન નાં નામથી ઓળખાય છે.
સ્ટીવ જોબ્સ
સ્ટીવ જોબ્સ દુનિયાની સૌથી મોટી કંપની એપલ નાં સહ- સંસ્થાપક છે. ઘણા ઓછા લોકો જાણે છે કે સ્ટીલ જોબ્સ દત્તક લીધેલ છે. સ્ટીવ નાં જન્મ બાદ પોલા અને ક્લૈરા જોબ્સ નામના કપલે તેમને દત્તક લીધા હતા. તે માતા-પિતા બની શકતા ન હતા. ત્યારે તેને તેમણે સ્ટીવને દત્તક લઇને પોતાનો દીકરો બનાવી લીધો હતો.
નેલ્સન મંડેલા
નેલ્સન મંડેલા અબ્રાહમ લિંકન અને માર્ટીન લ્યુથર કિંગ વિચારોથી પ્રભાવિત થનારા દક્ષિણ આફ્રિકા નાં રાષ્ટ્રપતિ હતા. તે ખૂબ જ દિલદાર વ્યક્તિ હતા. થેબુ નાં રાજા જોગીન તાબા ડેલિંગડયેબો એ તેમને માત્ર ૯ વર્ષની ઉંમરમાં દત્તક લીધા હતા. લો નાં અભ્યાસ કરનાર નેલ્સન મંડેલા ને આજે આખી દુનિયામાં ઓળખ મેળવી છે.