ડાયાબિટીસ નાં રોગીઓ માટે વરદાન સમાન છે ફુદીનાનાં પાન, જાણો તેને ઉપયોગ કરવાની રીત

આજના સમયમાં જીવન ખૂબજ વ્યસ્ત થઈ ચૂક્યું છે. ભાગદોડ ભરેલા જીવનમાં અનિયમિત જીવનશૈલીને કારણે લોકોને ઘણાં પ્રકારની બીમારીઓ થવા લાગી છે. મુખ્યત્વે લોકો ડાયાબિટીસની બીમારીથી પીડિત છે. ડાયાબિટીસની બીમારી નો કોઈ ઈલાજ નથી. તે ધીમે ધીમે વ્યક્તિની જીવન પૂર્ણ કરી દેછે. જો આ બીમારી કોઈ વ્યક્તિના શરીરમાં આવી જાય તો તેની સાથે જિંદગીભર જોડાઈને રહે છે.
ડાયાબીટીસ ની બીમારી ને કારણે આંખો માં પ્રોબ્લેમ, કિડની લીવર ની બીમારી, પગનાં દુખાવા આ બધી સામાન્ય વાત છે. આ બીમારી કોઇપણ ઉમરમાં થઈ શકે છે. ડાયાબિટિસ નાં રોગીઓએ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે સચેત રહેવું ખૂબ જ આવશ્યક છે. તોઓએ પોતાના ખાનપાન પર ખૂબ જ ધ્યાન રાખવાની જરૂર રહે છે. અને ખોટા ખાનપાનની રીતનાં કારણે શુગર લેવલ પ્રભાવિત થઈ શકે છે. એટલું જ નહીં શરીર પર તેનો ખરાબ પ્રભાવ પડી શકે છે. હંમેશા જોવા મળે છે કે, ઘણા લોકોને જન્મથી જ ડાયાબિટીસની બીમારી હોય છે. એવામાં જો આહારમાં થોડુ પરિવર્તન કરવામાં આવે તો બ્લડ શુગર લેવલ ને કન્ટ્રોલ કરી શકાય છે. ડોક્ટર નું માનવું છે કે, લીંબુ નું અથાણું અને ચટણીનું સેવન ડાયાબિટીસ નાં દર્દીઓ કરે તો તેને માટે તે ખૂબજ ફાયદાકારક ગણવામાં આવે છે.
ફુદીનાની ચટણી ડાયાબિટીસના રોગીઓ માટે ફાયદાકારક
આપણે બધા જાણીએ છીએ કે, ફુદીનાનો ઉપયોગ ભારતીય રસોઈ ઘરમાં કરવામાં આવે છે. ફુદીનાનો મુખ્ય રૂપથી ચટણી બનાવવામાં ઉપયોગ થાય છે. ફુદીનામાં ઘણા ગુણો હોય છે. ફુદીનાનો સ્વાદ માંજ નહી પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક ગણવામાં આવે છે. તમે એવું સમજો કે ડાયાબિટીસ નાં દર્દીઓ માટે ફુદીનો વરદાન સમાન છે. તમને જણાવી દઈએ કે, ફુદીના ની ચટણી કેલરી પણ ઓછી કરે છે. તેની સાથે જ ઇમ્યુનિટી વધારવામાં પણ સહાયક થાય છે. ફુદીનામાં ફેટની માત્રા ઓછી હોય છે. તેમજ ફુદીનામાં વિટામીન ઈ, બી કોમ્પ્લેક્ષ અને વિટામિન સી ની માત્રા વધારે હોય છે. જે સ્વાસ્થ્ય વિશેષજ્ઞો મુજબ ડાયાબિટીસ નાં દર્દી ફુદીનાની ચટણી નું સેવન કરે છે તો તેનાથી તેને ફાયદો થાય છે. ફુદીનાની ચટણીમાં એવા ગુણો હોય છે. જે ડાયાબિટીસ નાં રોગીઓ ને ઘણી પરેશાની થી છુટકારો અપાવવામાં સહાય કરે છે.
ફુદીનાની ચટણી બનાવવાની રીત
ફુદીના ની ચટણી બનાવવા માટે ૫૦ ગ્રામ ફુદીના નાં પણ લેવા. જેટલી માત્રામાં ફુદીનો લીધો હોય તેટલી જ માત્રામાં આદુ અને દાડમ નાં દાણા લેવા. ૨૫ ગ્રામ લસણ લેવું ફુદીનાના પાનને સારી રીતે સાફ કરી મિક્સરમાં દરેક વસ્તુ ને પીસી લેવી. ચટણીમાં સ્વાદ મુજબ મરી પાઉડર, જીરું લીંબુ નો રસ, લીલા મરચાં અને સિંધાલું નમક મિક્સ કરી એક વાર ફરી મિક્સરમાં પીસી લેવું. સારી રીતે પિસાઈ જાય ત્યારે એક વાસણમાં કાઢીને દિવસમાં ત્રણવાર તેનું સેવન કરવું.
ફુદીનાની ચટણી નાં ફાયદા
જો કોઈને પાચન સંબંધી સમસ્યા હોય તો તેવી સ્થિતિમાં ફુદીનાની ચટણી સેવન કરવું જોઈએ. ફુદીના માં એન્ટિઓક્સિડન્ટ, મેન્થોલ હોય છે. જે પાચન સંબંધી પરેશાનીઓને દૂર કરવામાં મદદ કરે છે. ફુદીના માં એવા તત્વો મોજુદ હોય છે જે શરીરમાં કાટીસોલ નાં સ્તર ને કંટ્રોલ કરે છે. તેના કારણે માનસિક તણાવમાં રાહત થાય છે. એટલું જ નહીં તેનાથી ડિપ્રેશનનો શિકાર થવાથી બચી શકાય છે.શરીર નાં વજનને ઓછું કરવા માટે ફુદીનો ફાયદાકારક ગણવામાં આવે છે. ફુદીના માં ઈસેંશિયલ ઓઈલ હોય મોજુદ હોય છે. જે શરીર નાં વજનને ઓછું કરવામાં મદદરૂપ થાય છે.