ડાયાબિટીસ નાં દર્દીઓ માટે રામબાણ ગણવામાં આવે છે, તજ અને લીંબુ થી બનેલ આ ડ્રીંક જાણો રેસીપી

ડાયાબિટીસ અનિયમિત અને ખરાબ જીવનશૈલીને કારણે થનાર ખતરનાક બિમારીમાં ની એક છે. આ બીમારી માં દર્દી નાં શરીરમાં ઈન્સ્યુલીન હોર્મોનની માત્રા ઓછી થઈ જાય છે. આ હોર્મોન બ્લડ શુગર લેવલને નિયંત્રિત રાખવાનું કામ કરે છે. ઇન્સ્યુલિન નું ઉત્પાદન શરીર નાં પ્રમુખ અંગ પેન્ક્રીયાઝ દ્વારા કરવામાં આવે છે. ઈન્સ્યુલિનની માત્રા ઓછી થવાના કારણે મધુમેહ રોગી ને અન્ય બીમારીઓ પણ આસાનીથી થઈ શકે છે. એવામાં મધુમેહ નાં રોગીઓને પોતાના ખાન-પાન પર વિશેષ ધ્યાન રાખવું જોઈએ. હેલ્થ એક્સપર્ટ અનુસાર શિયાળાની ઋતુમાં તજ અને લીંબુથી બનાવેલ આ ડ્રીંક ડાયાબીટીસ નાં રોગી માટે ખૂબ જ ફાયદાકારક ગણાય છે.
બ્લડ સુગર કન્ટ્રોલ કરવા માટે
તજ
તજ માં એન્ટીઓક્સિડેન્ટ ની ભરપૂર માત્રા હોય છે સાથે તેમાં મોજુદ ગુણોનાં કારણે હેલ્થ એક્સપર્ટ તેને એન્ટી ડાયાબીટીક ફૂડ તરીકે ગણે છે. એટલું જ નહીં તેમાં મોજુદ પોલિફેનોલ્સ ડાયાબિટીસ નાં કારણે થનાર સમસ્યાઓને કંટ્રોલ કરે છે. કોલેસ્ટ્રોલ પર કાબુ રાખવા મદદ કરે છે. તજ નાં સેવનથી પેશન્ટને હૃદયરોગનું જોખમ ઓછું રહે છે. એક અધ્યયન અનુસાર ભોજન બાદ બ્લડ સુગરની માત્રામાં વૃદ્ધિ થાય છે. રોજ ૬ ગ્રામ તજનું સેવન કરવાથી તેનું જોખમ ઓછું રહે છે.
લીંબુ ડાયાબિટીસ નાં દર્દીઓ માટે ફાયદાકારક
ડાયાબિટીસ નાં પેશન્ટ ની ઇમ્યુનિટી કમજોર હોય છે જેના કારણે તેઓએ સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. રોગપ્રતિકારક ક્ષમતાને વધારવા માટે વિશેષ ફૂડ ખાવાની સલાહ આપવામાં છે. લીંબુમાં પ્રચુર માત્રામાં વિટામિન સી હોય છે આ ઉપરાંત આ લોકોને વારંવાર તરસ લાગવાની ફરિયાદ હોય છે. એવામાં પાણીમાં લીંબુ નીચોવીને પીવાથી લાભ થાય છે તેમજ લીંબુનું સેવન થી ડાયાબિટીસ નાં પેશન્ટને ઇન્ફેક્શનનું જોખમ પણ ઓછું રહે છે. ચાલો જાણીએ કેવી રીતે બનાવવામાં આવે છે.
આ ડ્રીંક એક ચમચી ગ્રીન ટી , એક જ અડધો ઈંચ આદુ, અડધો ઇંચ તજ, એક લીંબુનો રસ અને ૧ કપ પાણીએક વાસણમાં પાણી નાંખી અને ગેસ પર ઉકાળવા મુકો તેમાં આદું અને તજ નાખવું. ત્યારબાદ પાણી ઉકળી જાય ત્યારે તેમાં ગ્રીન ટી ઉમેરી ત્રણથી ચાર મિનિટ સુધી ધીમા ગેસે ઉકાળો આ પ્રક્રિયા બાદ તેમાં લીંબુનો રસ નાખો. ત્યારબાદ તેનું સેવન કરવું. તેનું સેવન યોગ્ય માત્રામાં જ કરવું.