ડિસેમ્બર માં થશે આ ચાર ગ્રહોનું રાશિ પરિવર્તન, જાણો તમારા જીવન પર તેનો પ્રભાવ

ડિસેમ્બર મહિનામાં આ ચાર ગ્રહ પોતાની રાશિ બદલશે જેનાં કારણે દરેક રાશિના જાતકો નાં જીવન પર તેની અસર પડશે. પંડિતો અનુસાર આગલા મહિનામાં શુક્ર ગ્રહ, સૂર્ય ગ્રહ બુધ ગ્રહ અને મંગળ ગ્રહ રાશિ પરિવર્તન કરશે. શુક્રદેવ વૃશ્ચિક રાશિમાં ગોચર કરશે સૂર્ય ગ્રહ અને બુધ ગ્રહ ધન રાશિમાં પ્રવેશ કરશે. જ્યારે મંગળ ગ્રહ મેષ રાશિમાં ગોચર કરશે આ ચાર ગ્રહો નાં રાશિ પરિવર્તન ની ૧૨ રાશિઓ પર અસર જોવા મળશે. ચાલો જાણીએ ગ્રહો નું રાશિ પરિવર્તન કઈ તારીખે થશે અને તેનો પ્રભાવ કેવો રહેશે.
શુક્રદેવ નો વૃશ્ચિક રાશિમાં પ્રવેશ
શુક્ર દેવ પોતાની સ્વરાશિ તુલા થી વૃશ્ચિકમાં પ્રવેશ કરશે. આ રાશિ પરિવર્તન ૧૧ ડિસેમ્બર નાં દિવસે થશે. શુક્રદેવ ૪ જાન્યુઆરી સુધી આ રાશિમાં રહેશે. આ ગ્રહ ને ભૌતિક સાધન- સુવિધાઓનો કારક માનવામાં આવે છે. શુક્ર નો વૃશ્ચિક રાશિમાં પ્રવેશ થવાથી ઘણી રાશિનાં જાતકો ને શુભ ફળ પ્રાપ્ત થશે. તો ઘણી રાશિનાં જાતકો ને અશુભ ફળ પ્રાપ્ત થશે. ઘણા લોકોના વૈવાહિક જીવન પર પ્રભાવ પડશે.
ઉપાય
શુક્ર ગ્રહ ને અનુકૂળ બનાવી રાખવા માટે સફેદ રંગની વસ્તુઓનું દાન કરવું આ ગ્રહ સાથે જોડાયેલી કથા દર શુક્રવારના દિવસે કરવી.
સૂર્યદેવ નો ઘન રાશિમાં પ્રવેશ
સૂર્યદેવ વૃશ્ચિક રાશિ માં થી નીકળી અને ૧૫ ડિસેમ્બર નાં ધન રાશિમાં પ્રવેશ કરશે. આ રાશિ માં સૂર્યદેવ ૨૪ જાન્યુઆરી સુધી રહેશે. ત્યારબાદ સૂર્ય દેવ આ રાશિ માંથી મકર રાશિમાં પ્રવેશ કરશે. સૂર્યદેવ નો રાશિમાં પ્રવેશ થવાથી બધી રાશિઓ ના જાતકોને શુભ ફળ મળશે. ધન રાશિના જાતકો નાં જીવનમાં વિશેષ પરિવર્તન આવશે. ધન રાશિનાં જાતકોને ધનલાભ થશે. સાથે જ કારકિર્દીમાં પરિવર્તન આવશે. અને નોકરિયાત વર્ગને પ્રમોશન પણ મળી શકે છે. નવી જોબ મળવાના પણ યોગ છે.
ઉપાય
સૂર્યદેવ નાં ખરાબ પ્રભાવથી બચવા માટે રોજ સવારે સૂર્યદેવ ની પૂજા કરવી અને સુર્યદેવ ને અર્ઘ્ય આપવું.
બુધ દેવનું ધન રાશિમાં ગોચર
બુધ ગ્રહ ધન રાશિમાં પ્રવેશ કરશે આ પ્રવેશ ૧૭ ડિસેમ્બરન નાં થશે. ગ્રહોમાં રાજકુમાર અને બુદ્ધિના કારક માનવામાં આવતા બુધ ગ્રહ ૫ જાન્યુઆરી ૨૦૨૧ સુધી ધન રાશિમાં રહેશે. આ રાશિમાં બુધ દેવ અને સૂર્ય ગ્રહની યુતિ થશે. જેનાથી બુધાદિત્ય યોગનું નિર્માણ થશે. આ રાશિ પરિવર્તન નો બધી રાશિઓ પર પ્રભાવ પડશે. ઘણી રાશી નાં જાતકો ની કારકિર્દીમાં પ્રગતિ થશે. તો ઘણા લોકોનાં દાંપત્યજીવનમાં તેની શુભ અસર થશે.
ઉપાય
બુદ્ધ દેવ નાં રાશિ પરિવર્તન થી તમારા જીવનમાં કોઇ ખરાબ અસર ન પડે તે માટે લીલી વસ્તુનું દાન કરવું. અને બુધ ગ્રહ ની કથા સાંભળવી.
મંગળ ગ્રહ નો મેષ રાશિમાં પ્રવેશ
૨૪ ડિસેમ્બર થી મંગળ ગ્રહ માર્ગી થશે અને મેષ રાશિમાં પ્રવેશ કરશે. આ રાશિ પરિવર્તન નો સૌથી વધારે મેષ રાશિનાં જાતકો પર પ્રભાવ પડશે. તેમજ અન્ય રાશિનાં લોકોએ સાવધાન રહેવું. અને પોતાના ગુસ્સા પર કાબૂ રાખવો. વધારે ગુસ્સો કરવાથી નુકસાન થઈ શકે છે.
ઉપાય
મંગળ ગ્રહ તમારા અનુકૂળ બની રહે તે માટે દર મંગળવારે લાલ રંગની વસ્તુઓનું દાન કરવું અને સાથે જ હનુમાનજી ની પૂજા કરવી.