દિલ્લી માં ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ માટે શાળાઓ ખુલ્લી રહી છે, બાળકોને મોકલતા પહેલા જાણો આ નિયમો

દેશભર માં કોરોના વેકસીન લાગવા ની સાથે જ દિલ્લી માં ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ નાં વિદ્યાર્થીઓ માટે સ્કુલ ખુલવાની તૈયારી શરુ થી ગઈ છે. શાળાઓ ખુલે તે પહેલાં વિદ્યાર્થીઓ માટે ૧૦ નવાં નિયમો સરકાર દ્વારા લાગું કરવાની તૈયારી શરૂ થશે.આવો, આ નવાં નિયમો શું છે તે આપણે જાણીએ આ નિયમનો અમલ સૌ પ્રથમ દિલ્હીમાં લાગું થશેદેશભરમાં કોરોના વેકસીન લાગું કરવાની ઝુંબેશ અંતર્ગત દિલ્હી સ્કુલોમાં નવાં નિયમોનો અમલ કરવાની તૈયારી શરૂ થશે. તે અનુસાર ૧૮ જાન્યુઆરીએ ૧૦ અને ૧૨ ધોરણનાં ક્લાસ શરૂ થશે. દિલ્હી સરકારી, સરકારી સહાયતા પ્રાપ્ત/નોન સરકારી સ્કૂલોમાં ૧૦ મહિના પછી ખુલશે. આ માટેનાં દીલ્હી સરકાર દ્વારા નવા નિયમો જારી કરવામાં આવેલ છે.
બાળકોને શાળામાં મોકલતાં પહેલાં જાણીએ નવાં નિયમો.
- ધોરણ ૧૦ તથા ૧૨ નાં બાળકોને માતા-પિતાની સહમતી લીધા બાદ પ્રવેશ મળશે.
- સ્કૂલે જતા વિદ્યાર્થીઓ નો રેકોર્ડ રાખવામાં આવશે પરંતુ આ સ્કૂલમાં જનાર બાળકો ની એટેન્ડન્સ નહિ હોય.
- કંટેન્મેટ ઝોનમાં સ્કૂલ ખોલવાની પરવાનગી અપાશે નહીં એ ઉપરાંત આ ઝોનમાં રહેતાં છાત્રો તથા શિક્ષકોને પણ સ્કુલ માં આવવાની મંજૂરી નહીં મળે.
- દિલ્હી સ્કૂલોમાં એસેમ્બ્લી નહીં હોય અને છાત્રોને ફિઝિકલ આઉટડોર એક્ટિવીટીની પરવાનગી નહીં અપાય.
- સ્કૂલોમાં છાત્રોની એન્ટ્રી તથા એક્ઝીટ સહિત સોશિયલ ડિસ્ટર્સીગનાં નિયમોનું પાલન કરવું જરૂરી રહેશે.
- દિલ્હી સરકાર ફક્ત પ્રી- બોર્ડ પરીક્ષાને ધ્યાનમાં રાખીને જ ફરીથી સ્કૂલો ખોલી રહી છે સ્કૂલોમાં આ સમય દરમીયાન શિક્ષક દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે.
- સ્કુલ રી-ઓપન બાદ પણ ઓનલાઇન ક્લાસ ચાલું રહેશે અને ઘરમાં રેહનાર ઓનલાઇન ક્લાસ એટેન્ડ કરી શકશે.
- સ્કૂલોમાં ક્લાસ ૪ થી ૫ કલાક સુધીની જ રહેશે. તેમજ વિદ્યાર્થીઓ ની સંખ્યા માં વધારો થતા બે પાળી માં ક્લાસ ચલાવામાં આવશે.
- સ્કૂલો દ્વારા કોઈ પીક-ડ્રોપ ફેસેલીટી અપાશે નહીં તેમજ વિદ્યાર્થીઓ એ જાતે જ શાળાએ પહોંચવાનું રહેશે.
- શાળામાં દરેક ફ્લોર પર હાથ ધોવાની સુવિધા હશે તે ઉપરાંત દરેક ક્લાસમાં વિદ્યાર્થીઓ માટે સેનીટાઇઝરની સુવિધા ઉપલબ્ધ હશે. ક્લાસની શરૂઆત અને બાદમાં ક્લાસ રૂમને સેનેટાઇઝ કરવામાં આવશે.આમ, આ નિયમો નાં અંતર્ગત સ્કૂલો ફરીથી ખુલશે. માટે દરેક પેરેન્ટસે આ નિયમો ને ધ્યાન માં રાખીને પોતાના બાળકને સ્કુલે મોકલવા.