ડિપ્રેશન નાં સંકેત હોઈ શકે છે આ લક્ષણો, જાણો તેનાથી થતી પરેશાની અને ઉપાય વિશે

દરેક નાં જીવનમાં ક્યારેક ને ક્યારેક એવો સમય આવે છે કે જ્યારે વ્યક્તિ પોતાને ખૂબ જ હતાશ અને નિરાશ મહેસુસ કરે છે. કોઈ દુર્ઘટના કે દુઃખના કારણે થોડો સમય માટે આવું થાય તે સામાન્ય ગણી શકાય છે પરંતુ આ સ્થિતિ લાંબા સુધી સમય સુધી બની રહે તો તેને ડિપ્રેશન કહેવામાં આવે છે. જો સમય રહેતા તેને નિયંત્રિત ન કરવામાં આવે તો તે તેનાં ગંભીર પરિણામો મળી શકે છે. મેન્ટલ હેલ્થ એક્સપર્ટ પ્રકૃતિ પોદાર દ્વારા જણાવવામાં આવેલી જાણકારી મુજબ
ડિપ્રેશન થવાનું કારણ
ડિપ્રેશન થવાનું કોઈ ચોક્કસ કારણ સ્પષ્ટ થતું નથી પરંતુ ઘણી તણાવપૂર્ણ ઘટનાઓ જેવી કે નોકરી જતી રહેવી, લગ્ન જીવન તૂટવું, પોતાના કોઈ વ્યક્તિને મૃત્યુ થવી, ફેમિલી હિસ્ટ્રી પ્રેગ્નેન્સી દરમિયાન શરીરમાં હોર્મોનલ દબાવ જૂની બીમારીઓ સામાજિક ભેદભાવ વગેરે ડિપ્રેશન નું કારણ હોઈ શકે છે
ડિપ્રેશન નાં સંકેત
ડિપ્રેશન નાં સમય દરમિયાન કેટલાક સંકેતો જોવા મળે છે જેવા કે, અનિદ્રા, વજન વધવું કે ઓછું થવું થાક લાગવો, ચિડચિડાપણું, એકલા રહેવાની ઈચ્છા થવી વગેરે આ સંકેતો સમય રહેતા જ સમજી લેવામાં આવે તો પરિસ્થિતિને સંભાળી શકાય છે. લેટેસ્ટ આંકડાઓ અનુસાર વર્ષ ૨૦૧૭ માં ૧૦૦.૩ મિલિયન લોકો ભારતમાં માનસિક બીમારીના પીડિત હતા તેમાંથી ૪૫.૭ અસ્વાદ અને ૪૪.૨ લોકો ઇન્જાઈન્ટી થી પીડિત હતા તેમાં સ્ટડી જણાવે છે કે, ભારતમાં આર્થિક નુકસાન આ તમામ કારણો માંનું એક મોટું કારણ છે મેન્ટલ હેલ્થ માટેનું
ડિપ્રેશન થી બચવાનાં ઉપાયો
- જ્યારે પણ એકલા રહેવાનો વિચાર મગજમાં આવે ત્યારે મિત્રો સાથે સમય પસાર કરવો.
- પૂરતી ઊંઘ લેવી અને પૌષ્ટિક આહાર લેવો.
- એક્સરસાઇઝ યોગ અને મેડિટેશન ને તમારી રૂટિન લાઇફમાં સામેલ કરો
- પોતાની કમજોરી જોવાને બદલે તાકતને ઓળખવી તેનાં માટે તમે કોઈ થેરાપિસ્ટ ની મદદ પણ લઈ શકો છો
- દવાઓનું સેવન કરી રહ્યા હોય તો ડોક્ટર એ બતાવ્યા મુજબ સમયસર દવા લેવી.
- મેડિટેશન સેશન મિસ ન કરવા અને ડોક્ટર ને ઈમાનદારી થી બધું જ જણાવું જે તમે મહેસૂસ કરો છો.
- જયારે બેચેની લાગે ત્યારે બહાર ખુલ્લી હવા માં જવું અને હળવું મ્યુઝીક સાંભળવું.