દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ઘરની ગૃહ લક્ષ્મી ને આપો ઉપહારમાં, આ વસ્તુઓ પૈસાથી ભરેલું રહેશે ઘર

શુક્રવાર નો દિવસ માં લક્ષ્મી ને અર્પિત હોય છે અને તે દિવસે માં લક્ષ્મીનું પૂજન જરૂર કરવું જોઈએ. માન્યતા છે કે, માં લક્ષ્મીનું પૂજન તે દિવસે કરવાથી ઘરમાં ધનની કમી રહેતી નથી અને ઘરમાં શાંતિ બની રહે છે. તેથી શુક્રવાર નાં દિવસે વિવાહિત મહિલાઓ એ માં લક્ષ્મીની પૂજા જરૂરથી કરવી જોઈએ. ધાર્મિક શાસ્ત્ર અનુસાર દેવી લક્ષ્મી નાં વિવિધ રૂપો છે તેમાંથી એક સ્વરૂપ છે ગૃહ લક્ષ્મીનું આ રૂપ માં દેવી દરેક ઘરમાં નિવાસ કરે છે. ઘરની વહુ, દીકરી, પત્ની કે મહિલાઓ ને હિન્દુ ધર્મમાં ગ્રહ લક્ષ્મી નું સ્થાન આપવામાં આવ્યું છે. શાસ્ત્રો અનુસાર જે ઘરમાં મહિલાઓનું સન્માન થાય છે ત્યાં જ માં લક્ષ્મી વાસ કરે છે. તેથી ખૂબ જ જરૂરી છે કે, તમારા ઘરની મહિલાઓ નું સન્માન કરવું અને તેની સાથે સારો વ્યવહાર કરવો. જે ઘરમાં મહિલાઓ ખુશ રહે છે તે ઘરમાં દેવી લક્ષ્મીની કૃપા બની સદાય બની રહે છે.
વસ્ત્ર
મનુસ્મૃતિ અને પુરાણ અનુસાર જે ઘરમાં પત્ની અને વહુ ને સન્માન આપવામાં આવે છે તે ઘરમાં સુખ-શાંતિ બની રહે છે. અને તે ઘરના લોકોનાં જીવનમાં ક્યારેય ધનની કમી આવતી નથી. પત્ની ને ખુશ રાખવા માટે તમારે શુક્રવાર નાં દિવસે તેને વસ્ત્ર ઉપહાર માં જરૂર આપવા. શુક્રવાર નાં દિવસે જે લોકો પોતાના ઘરની મહિલાઓ ને વસ્ત્ર ઉપહારમાં આપે છે તે ઘરમાં માતા લક્ષ્મી નિવાસ કરે છે. શુક્રવાર નાં સ્નાન કર્યા બાદ માં લક્ષ્મીજીની પૂજા કરવી અને તેની સામે વસ્ત્ર રાખવા પૂજા પૂર્ણ થયા બાદ તે વસ્ત્ર પત્ની કે ઘરની વહુ ને આપવા આ ઉપાય કરવાથી ઘરમાં પૈસાની કમી રહેશે નહિ ગૃહ લક્ષ્મી ઉપરાંત બેન, માતા કે અન્ય સુહાગન સ્ત્રીને પણ વસ્ત્ર આપવા શુભ ગણવામાં આવે છે.
ઘરેણા
મહાલક્ષ્મી ને સોના અને ચાંદીની ધાતુઓ ખૂબ જ પ્રિય છે. તેથી માં લક્ષ્મીની કૃપા મેળવવા માટે તેને પ્રસન્ન કરવા માટે શુક્રવાર નાં દિવસે પત્નીને આ ધાતુથી બનેલા ધરેણા આપવા. દેવી ની પૂજા માં આ ધરેણા જરૂર ચડાવવા. શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે, ગ્રહ લક્ષ્મી ને સુંદર વસ્ત્રો અને ઘરેણાં થી પૂર્ણ હોવું જોઈએ માટે શુક્રવાર નાં દિવસે ઘરની લક્ષ્મી ને આ વસ્તુ ભેટ આપવી જોઈએ.
સૌભાગ્ય ની વસ્તુઓ
ઘરની લક્ષ્મીને વસ્તુઓ સૌભાગ્ય જેમ કે, બંગડી, સિંદુર અને મંગળસૂત્ર વગેરે સૌભાગ્ય સાથે જોડાયેલી વસ્તુઓ છે તે વસ્તુઓ ઘરની લક્ષ્મી ને શુક્રવાર નાં દિવસે તેને આપવાથી દેવી લક્ષ્મી અત્યંત પ્રસન્ન થાય છે. માટે શુક્રવાર નાં દિવસે માની પૂજા કરતી વખતે આ વસ્તુઓમાં ને અર્પણ કરી. ત્યારબાદ પત્ની ને ભેટ આપવી.
પીપળા નું પાન
શુક્રવાર નાં દિવસે પીપળા નાં વૃક્ષ ની પૂજા કરવી અને તેની પાસે એક દીવો કરવો ત્યાર બાદ પીપળા નાં વૃક્ષને જળ અર્પણ કરવું. અને દૂધ પણ ચઢાવવું પછી તેની પરિક્રમા કરવી ઓછામાં ઓછી સાત પરિક્રમા જરૂરથી કરવી. પરિક્રમા કર્યા બાદ માં લક્ષ્મી નાં મંત્રનો જાપ કરવો. પૂજા પૂર્ણ થયા બાદ વૃક્ષ નાં એક પણ ને તોડીને ઘરે લઈ જવું અને તે પાનને ઘરની લક્ષ્મી એટલે કે તમારી પત્નીને આપવું. પત્ની એ પાન તિજોરી માં રાખવું એવું કરવાથી ઘરની તિજોરી સદાય ભરેલી રહે છે પીપડા નાં વૃક્ષ માં માં લક્ષ્મીનો વાસ હોય છે અને દર શુક્રવારે પીપળા નાં વૃક્ષની પૂજા કરવાથી અને તે વૃક્ષનું પાન તોડીને ઘરે લાવવાથી મહાલક્ષ્મીજી તમારા ઘરમાં પ્રવેશ કરે છે. ઉપર જણાવેલા ઉપાયો ઉપરાંત પત્ની સાથે હંમેશા સારી રીતે વાત કરવી અને દરેક મહિલાઓનું સન્માન કરવું યાદ રાખવું કે, જે ઘરમાં મહિલાઓ નું સમ્માન થતું નથી ત્યાં લક્ષ્મીજી ક્યારેય નિવાસ કરતા નથી.