દેવશયની એકાદશી : ચાર મહિનાની યોગનિદ્રા માંથી જાગશે ભગવાન વિષ્ણુ આરંભ થઈ જશે માંગલિક કાર્યો

૨૬ નવેમ્બર કાર્તિક માસની શુક્લ પક્ષની એકાદશી ના દિવસથી જ શુભ કાર્યની શરૂઆત થઇ જશે. માન્યતા છે કે દેવઉઠી એકાદશી નાં દિવસે ભગવાન વિષ્ણુના ચાર મહીનાની યોગનિદ્રા માંથી જાગે છે. કાર્તિક માસની શુક્લ પક્ષની એકાદશી નાં દિવસે તુલસી વિવાહ પણ કરવામાં આવે છે. આ એકાદશી ને દેવઊઠી, દેવપ્રબોધિની અને દેવહૂતી એકાદશી પણ કહેવામાં આવે છે. હિંદુ પંચાંગ અનુસાર ૨૬ નવેમ્બર દેવ ઉઠી એકાદશી બાદ દરેક માંગલિક કાર્યો ની શરૂઆત થશે. બધી એકાદશીઓ માં દેવઉઠી એકાદશી નું મહત્વ વિશેષ છે. એકાદશી નું વ્રત રાખવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે. દેવઊઠી એકાદશીનાં દિવસે વ્રત રાખવાની સાથે દાન કરવાથી પણ ખૂબ જ લાભ થાય છે. અને દાન કરવાથી પુણ્યની પ્રાપ્તિ પણ થાય છે.
જલ્દી થાય છે લગ્ન
દેવઊઠી એકાદશીનાં દિવસે તુલસી વિવાહ કરવામાં આવે છે. કહેવામાં આવે છે કે, જે લોકો નાં લગ્ન જલ્દીથી ન થતા હોય. તેઓ તુલસી વિવાહ કરાવે તો તેનાં લગ્ન જલદી થઈ જાય છે. આ દિવસે તુલસી નાં છોડ ને સારી રીતે શણગારી અને તુલસીજી નાં લગ્ન શાલીગ્રામ સાથે કરાવે તો તેનાં લગ્ન જલદી થઈ જાય છે. ધાર્મિક માન્યતા અનુસાર દેવશયની એકાદશી શરૂ થવાથી દરેક માંગલિક કાર્ય બંધ થઈ જાય છે. અને ત્યાર બાદ ચાર મહિના પછી દેવઉઠી એકાદશી નાં દિવસ થી માંગલિક કાર્યની શરૂઆત થાય છે. આ વર્ષે ૨૬ નવેમ્બર પછી લગ્ન અને અન્ય માંગલિક કાર્યની શરૂઆત થશે. આ વર્ષે નવેમ્બર અને ડિસેમ્બર બે મહિના જ લગ્ન માટે શુભ મૂહર્ત છે.
૨૮ અને ૩૦ નવેમ્બર લગ્ન માટે યોગ્ય મુહૂર્ત ગણવામાં આવે છે. ત્યારબાદ ૬, ૭, ૮, ૯ ૧૦ અને ૧૧ ડિસેમ્બર લગ્ન માટે શુભ મુહૂર્ત છે. ૧૫ ડિસેમ્બર થી મળમાસ શરૂ થાય છે. જેની સાથે જ ૨૦૨૦ માં લગ્ન માટેનું કોઈ શુભ મુહૂર્ત નથી. વર્ષ ૨૦૨૧ માં ફક્ત ૫૧ દિવસ જ લગ્ન માટે શુભ મુહૂર્ત છે. ૧૮ જાન્યુઆરી ૨૦૨૧ ના લગ્ન નું પ્રથમ શુભ મુહૂર્ત છે. ત્યારબાદ ગુરુ અને શુક્ર ગ્રહ અસ્ત થવાથી લગ્ન માટે કોઈ શુભ મુહૂર્ત નથી. ૨૬ ફેબ્રુઆરી બાદ શુક્ર તારા પણ અસ્ત થઇ જશે. જે ૧૭ એપ્રિલ સુધી અસ્ત રહેશે. બીજું લગ્ન માટેનું મુહૂર્ત ૨૨ એપ્રિલ નું રહેશે. અને ત્યારબાદ દેવશયની એકાદશી શરૂ થઈ જશે. આ પ્રકારે આ વર્ષ ૨૦૨૧ માં કુલ ૫૧ દિવસ જ લગ્ન માટે શુભ મુહૂર્ત છે.