દેવતાઓ ની મદદ કરવા માટે ભગવાન વિષ્ણુએ લીધો હતો કૂર્મ અવતાર, જાણો સમુદ્ર મંથન સાથે જોડાયેલી કથા

ભગવાન વિષ્ણુ નાં ૧૦ અવતારો નું વર્ણન શાસ્ત્રોમાં જોવા મળે છે અને તેનાં આ અવતારોનું વર્ણન પુરાણોમાં પણ વિસ્તારથી કરવામાં આવ્યું છે. પુરાણો અનુસાર વિષ્ણુ નાં ૧૦ અવતાર છે. તેથી તેમને દશા અવતાર નાં નામથી પણ ઓળખવામાં આવે છે. ભગવાન વિષ્ણુનાં અવતારો માં એક અવતાર કુર્મ એટલે કે કાચબાનો પણ છે. જોકે આ અવતાર વિશે ઘણા ઓછા લોકો જાણે છે કૂર્મ અવતારની કથા સમુદ્ર મંથન સાથે જોડાયેલી છે. આજે અમે આપને આ અવતાર ની ઉત્પતિ કઈ રીતે થઈ તેનાં વિશે જણાવી રહ્યા છીએ
કૂર્મ અવતાર ની કથા
વિષ્ણુજી એ કૂર્મ અવતાર લઈને સમુદ્ર મંથન સમય દરમ્યાન દેવતાઓની મદદ કરી હતી. કથા અનુસાર એકવાર મહર્ષિ દુર્વાસા એ દેવતાઓ નાં રાજા ઇન્દ્રને શ્રાપ આપ્યો આ શ્રાપ નાં કારણે ઈન્દ્રદેવ તેજહીન થઈ ગયા હતા. શ્રાપથી મુક્તિ મેળવવા માટે ઈન્દ્રદેવે વિષ્ણુજી પાસે મદદ માંગી અને કહ્યું કે, તેને આ શ્રાપથી મુક્ત થવાનો માટેનો કોઈ ઉપાય બતાવો ઇન્દ્ર દેવ ની મદદ કરવા માટે વિષ્ણુજીએ તેમને કહ્યું કે, અસુરો સાથે મળીને સમુદ્ર મંથન કરો. વિષ્ણુજી ની વાત માનીને ઈન્દ્રદેવે અસુરો અને દેવતાઓ સાથે મળીને સમુદ્રમંથન શરૂ કર્યું. સમુદ્રમંથન કરતી વખતે મંદરાચલ પર્વત ને મથાની અને નાગરાજ વાસુકી નેતી બનાવવામાં આવ્યા. પરસ્પર નાં મતભેદ ને ભુલાવીને દેવતાઓ અને અસુરો એ એકસાથે મંદરાચલ ને ઉપાડી ને સમુદ્રમાં નાખ્યા પરંતુ મંદરાચલ ની નીચે કોઈ આધાર ન હોવાના કારણે તે સમુદ્ર માં ડૂબવા લાગ્યો.
આ સમસ્યાનો ઉકેલ કરવા માટે ભગવાન વિષ્ણુએ વિશાળ કુર્મ નું રૂપ ધારણ કર્યું અને સમુદ્ર ની અંદર જઈને મંદરાચલ નાં આધાર બન્યા ત્યારબાદ ભગવાન ની વિશાળ પીઠ પર મંદરાચલ ઝડપ થી ફરવા લાગ્યો અને આ પ્રકારે સમુદ્ર મંથન શરૂ થઈ ગયું. ત્યારથી જ વિષ્ણુજી નાં આ અવતાર ની પૂજા પણ કરવામાં આવે છે. ઘણા મંદિર છે જ્યાં તેના કૂર્મ અવતારની પૂજા પણ થાય છે. સાથે જ હિન્દુ ધર્મમાં કાચબાને ખૂબ જ શુભ માનવામાં આવે છે. માન્યતા છે કે, જે ઘરમાં કાચબો રાખવામાં આવે છે. ત્યાં ધનની કમી રહેતી નથી અને વિષ્ણુજી કૃપા સદાય બની રહે છે. આ જ કારણે લોકો ઘરમાં કાચબો રાખે છે.