ધન પ્રાપ્તિ માટે જરૂર કરો આ ઉપાય, દૂર થશે દરિદ્રતા મળશે માં લક્ષ્મીની કૃપા

ધન પ્રાપ્તિ માટે જરૂર કરો આ ઉપાય, દૂર થશે દરિદ્રતા મળશે માં લક્ષ્મીની કૃપા

શાસ્ત્રો અનુસાર માતા લક્ષ્મી ને ધન ની દેવી કહેવામાં આવ્યા છે. જો તેમની કૃપા દૃષ્ટિ કોઈ વ્યક્તિ પર થઈ જાય તો તે વ્યક્તિ નાં જીવનમાં ધન સાથે જોડાયેલી તમામ પરેશાનીઓ દૂર થઈ જાય છે અને તેને જીવનમાં દરેક પ્રકારનાં ભૌતિક સુખોની પ્રાપ્તિ થાય છે. દરેક વ્યક્તિ એવું ઈચ્છે છે કે, તેના પર સદાય માતા લક્ષ્મીજી ની કૃપા દૃષ્ટિ બની રહે જેના કારણે ઘરમાં ધનની કમી ન રહે. હંમેશા જોવા મળ્યું છે કે, ધન મેળવવા માટે વ્યક્તિ ખૂબ જ મહેનત કરે છે પરંતુ તેને પોતાની મહેનત નું પરિણામ મળતું નથી જો તમે પણ ધન સાથે જોડાયેલી પરેશાનીનો સામનો કરી રહ્યા છો તો આવી સ્થિતિમાં જ્યોતિષ માં  જણાવવામાં આવેલા ઉપાયો કરવાથી ધનની દેવી માતા લક્ષ્મીની કૃપા દ્રષ્ટિ તમારા પર હંમેશ માટે બની રહેશે અને ધન સંબંધી પરેશાનીઓમાંથી રાહત થશે.

કેળા નાં વૃક્ષની પૂજા કરવી

શાસ્ત્રો અનુસાર કહેવામાં આવે છે કે, જે વ્યક્તિ નિયમિત રૂપથી કેળા નાં વૃક્ષની પૂજા કરે છે. અને કેળા નાં વૃક્ષની જડમાં ઘી નો દીવો કરે છે તેનાં પર માતા લક્ષ્મીજી તથા ભગવાન વિષ્ણુની કૃપા બની રહેશે. આ ઉપરાંત કેળા નાં વૃક્ષ ની પૂજા કરવાથી ગુરૂ ગ્રહ પણ મજબુત બને છે.

તુલસીજી ને ગાય નું  દૂધ અર્પણ કરવું

 

જો તમે ધનની દેવી માતા લક્ષ્મીની કૃપા મેળવવા ઈચ્છતા હોય તો એવી સ્થિતિમાં ગુરુવાર નાં દિવસે તુલસીજી નાં છોડમાં ગાયનું શુદ્ધ દૂધ અર્પણ કરવું. પરંતુ તમારે એ વાતનું ધ્યાન રાખવાનું રહેશે કે, દૂધમાં બિલકુલ પણ પાણી મેળવેલું હોવું જોઈએ નહીં અને દૂધ અર્પણ કરતી વખતે તમારે પીળા રંગના કપડા પહેરવા જો તમે આ ઉપાય નિયમિત રૂપથી કરશો તો તમારા જીવનમાંથી ધન સાથે સંબંધિત પરેશાનીઓ દૂર થશે અને લક્ષ્મીજી નાં આશીર્વાદ તમારા પર સદાય રહેશે.

ઘરમાં બનતી પહેલી રોટલી ગાયને આપવી

જો તમારી આર્થિક સ્થિતિ મજબૂત કરવા ઇચ્છતા હોવ તો ઘરમાં રોટલી બનાવતી વખતે પહેલી રોટલી ગાય માટે કાઢીને રાખવી પરંતુ એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે, તે રોટલી ને શુકવા દેવી નહિ અને સમય સમય પર તાજી રોટલી જ ગાયને આપવી. જો તમે નિયમિત રૂપથી આ સરળ ઉપાય કરશો તો તમારા જીવનમાં ક્યારેય ધન સંબંધિત સમસ્યા રહેશે નહીં.

તિજોરી માં સફેદ કોડી અને ચાંદી નાં સિક્કા રાખવા

તમે તમારા ઘરની બરકત બનાવી રાખવા માંગતા હોવ તો તિજોરીમાં સફેદ કોડીઓ અને ચાંદીના સિક્કા અને એક સાથે રાખવા. એવી માન્યતા છે કે, આ ઉપાય કરવાથી તમારી તિજોરી હંમેશા પૈસાથી ભરાયેલી રહેશે અને તમારા જીવનમાં ધનની કમી રહેશે નહીં. આ ઉપરાંત જો તમે પીળા રંગના કપડામાં કોડીઓ ને હળદર માં રંગીને તિજોરી માં રાખો છો તો તમારા ઘરમાં બરકત રહેશે અને તમારા કામકાજમાં તમને સફળતા પ્રાપ્ત થશે.

 

 

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *