ધરતી પર બ્રહ્માજી નું ફક્ત એક જ મંદિર છે, શ્રાપ નાં કારણે નથી કરવામાં આવતી તેમની પૂજા જાણો તેની સાથે જોડાયેલી કથા

શાસ્ત્રો અનુસાર આ સંસારની રચના બ્રહ્માજી દ્વારા કરવામાં આવેલી છે. બ્રહ્માજી એ જ આપણને આ સુંદર દુનિયા આપી છે. જો કે દુનિયા બનાવવા ઉપરાંત પણ તેઓનું કોઈ મંદિર ધરતી પર મોજુદ નથી અને લોકો દ્વારા તેમની પૂજા કરવામાં આવતી નથી એક તરફ જ્યાં વિષ્ણુજી નું અને શિવજીનું ભારતમાં મને ભારતની બહાર પણ કેટલાય મંદિરો છે. ત્યાં જ બીજી તરફ બ્રહ્માજીનું ભારતમાં એક મંદિર જ છે. બ્રહ્માજીનું મંદિર આ સંસારમાં ન હોવાની પાછળ એક કથા જોડાયેલી છે. આજે અમે તમને એ કથા વિશે જણાવવા જઈ રહ્યા છીએ. પુરાણ અનુસાર વ્રજનાશ નામનો રાક્ષસ ધરતી પર આતંક મચાવી રહ્યો હતો આ રાક્ષસ થી લોકો ખૂબ જ દુઃખી હતા. ત્યારે બ્રહ્માજીએ આ રાક્ષસનો વધ કરવાનો નિર્ણય લીધો અને તેનો વધ કર્યો. રાક્ષસ ને મારતી વખતે બ્રહ્માજી નાં હાથમાંથી ત્રણ જગ્યાએ કમળનું ફૂલ પડ્યું જ્યાં જ્યાં ત્રણ કમળ નાં ફૂલ પડ્યાં ત્યાં જિલ બની ગઈ ત્યારબાદ તે સ્થળ નું નામ પુષ્કર પાડવામાં આવ્યું.
સંસાર નાં હિત માટે બ્રહ્માજી ને કોઈએ ધરતી પર યજ્ઞ કરવાનું સૂચન આપ્યું. ત્યારે બ્રહ્માજીએ નિર્ણય લીધો કે તે પુષ્કરમાં યજ્ઞ કરશે. આ યજ્ઞ ને બ્રહ્માજી અને તેમનાં પત્ની સાવિત્રી દ્વારા કરવાનો નિર્ણય કરવામાં આવ્યો. પરંતુ યજ્ઞ નાં દિવસે સાવિત્રીજી સમયસર પહોંચી શક્યા નહીં. તેમનાં વગર આ યજ્ઞ થઈ શકે તેમ નહતો. એવામાં બ્રહ્માજીએ ગુર્જર સમુદાય ની એક કન્યા ગાયત્રી સાથે વિવાહ કર્યા અને તેને પત્ની સાવિત્રીનાં સ્થાન પર બેસાડીને યજ્ઞ શરૂ કર્યો. યજ્ઞ શરૂ થયાના થોડા સમય બાદ સાવિત્રી ત્યાં આવી પહોંચ્યા અને તેમનાં સ્થાન પર કોઇ અન્ય વ્યક્તિને જોઇ ને તે ખૂબ જ ગુસ્સે થયા ગુસ્સામાં આવીને સાવિત્રીજી એ બ્રહ્માજીને શ્રાપ આપ્યો અને કહ્યું કે તમે એક દેવતા જરૂર છો પરંતુ તમારી પૂજા ક્યારેય પણ કરવામાં આવશે નહીં.
સાવિત્રીજી નાં આ શ્રાપથી દરેક લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. કેટલાય દેવતાઓએ સાવિત્રીજી ને સમજાવવાની કોશિશ કરી. અને શ્રાપ પાછો લેવાનું કીધું. પરંતુ સાવિત્રીજી એ કોઈની વાત ન માની. જ્યારે તેમનો ગુસ્સો શાંત થયો ત્યારે તેમને તેમની ભૂલ સમજાઈ અને તેઓએ આ ધરતી પર ફક્ત પુષ્કરમાં જ તેમની પૂજા થશે કોઈ બીજી વ્યક્તિ તમારું મંદિર બનાવશે તો તે મંદિરનો વિનાશ થઇ જશે.સાવિત્રીજી નાં યજ્ઞ પર ના આવવા પર બીજા લગ્નની સૂચન વિષ્ણુજી એ આપ્યું હતું. તેથી વિષ્ણુજી નાં પત્ની દેવી સરસ્વતી એ તેમને શ્રાપ આપ્યો અને કહ્યું કે, પત્નીનાં વિરહ નું દુઃખ તમારે સહન કરવું પડશે. તે જ કારણે વિષ્ણુજીએ જ્યારે શ્રી રામ અવતાર લીધો ત્યારે પત્નીથી અલગ રહેવું પડ્યું.
પુષ્કર માં કરવામાં આવે છે બ્રહ્માજી ની પૂજા
પુષ્કર માં બ્રહ્માજીનું મંદિર છે અને આ મંદિર ઉપરાંત બીજે ક્યાંય તેમની પૂજા કરવામાં આવતી નથી. માન્યતા છે કે, ૧૨૦૦ વર્ષ પહેલા અર્ણવ વશ નાં એક શાસક ને એક સપનું આવ્યું હતું કે આ જગ્યા કોઈ મંદિર છે. ત્યારબાદ લોકોને આ મંદિર નો ખ્યાલ આવ્યો હતો. દર વર્ષે બ્રહ્માજી નાં આ મંદિરમાં મેળા નું આયોજન કરવામાં આવે છે અને દૂર દૂરથી લોકો ત્યાં જઈને પૂજા કરે છે. માન્યતા છે કે, તેની પૂજા કરવાથી દરેક પાપનો નાશ થઈ જાય છે અને મંદિરની પાસે ત્રણ જીલ પણ છે જ્યાં લોકો સ્નાન કરે છે.