ધુવડ નું દેખાવું ખૂબ જ શુભ ગણવામાં આવે છે, જાણો કઈ રીતે ધુવડ બન્યું માં લક્ષ્મીનું વાહન

માં લક્ષ્મીની પૂજા કરવાથી જીવનમાં ક્યારય પણ ધનની કમી રહેતી નથી. શાસ્ત્ર મુજબ માં લક્ષ્મી નું પૂજન કરવાથી ધન પ્રાપ્તિ નાં માર્ગ ખુલી શકે છે. શુક્રવાર નો દિવસ માં લક્ષ્મી ને સમર્પિત છે. આ દિવસે મહાલક્ષ્મીની વિશેષ રૂપથી પૂજા કરવાથી લાભ પ્રાપ્ત થાય છે સાથે જ મહાલક્ષ્મીજી ની પ્રિય વસ્તુઓ પૂજા દરમ્યાન અર્પણ કરવાથી માં લક્ષ્મી જલ્દીથી પ્રસન્ન થઈ જાય છે અને ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરે છે. કહેવામાં આવે છે કે, જે માં લક્ષ્મી ની સાચા મનથી પૂજા કરે છે તેની આર્થિક સ્થિતિ સદાય માટે મજબૂત બની રહે છે. શાસ્ત્રો અનુસાર માં લક્ષ્મીને કમળનું ફૂલ ખૂબ જ પ્રિય છે. અને તેની સવારી ઘુવડની છે. તેથી પૂજા કરતી વખતે માં લક્ષ્મીને કમળનું ફૂલ જરૂર અર્પણ કરવું અને ક્યારેય પણ ઘુવડ ને કષ્ટ ન આપવું. અને તેને મારવું પણ નહીં.
માં લક્ષ્મીનું વાહન ધુવડ કેવી રીતે બન્યુ તેની સાથે જોડાયેલી કથા આજે અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ કહેવામાં આવે છે કે સંસાર બન્યા બાદ માં લક્ષ્મી દેવી દેવતાઓની સાથે ધરતી પર ભ્રમણ કરવા માટે આવ્યા હતા. દેવી-દેવતાઓ ને ધરતી પર જોઈને દરેક પશુ પક્ષીઓ ખુશ થયા હતા. તેઓએ જોયું કે દેવી-દેવતા પાસે આસપાસની ધરતી પર ભમણ કરવા માટે કોઈ વાહન નહતું. એવામાં દરેક પશુ પક્ષીએ એક સાથે મળીને દેવી-દેવતાને પ્રાર્થના કરી કે, તેમને પોતાનાં વાહન તરીકે સ્વીકાર કરે અને તેના પર બેસીને ધરતીનું ભ્રમણ કરે. દેવી દેવતાઓએ પશુ-પક્ષીઓની વાત માની અને એક એક પશુ-પક્ષી ને પોતાના વાહન તરીકે નિમણૂક કર્યા.
એવામાં દરેક દેવી-દેવતાઓને પોતાનું વાહન મળ્યું પરંતુ માં લક્ષ્મીએ ખુબ જ વિચાર્યું અને તેમને સમજમાં ન આવ્યું કે તે કયા પશુ પક્ષીને પોતાનું વાહન બનાવે એવા માં લક્ષ્મી એ દરેક પશુ-પક્ષીઓને કહ્યું કે હવેથી દર વર્ષે કાર્તિકી અમાસ નાં દિવસે પૃથ્વી પર વિચરણ કરવા આવીશ ત્યારે ધરતી પર આવીને કોઈ વાહન ને પસંદ કરીશ ત્યારબાદ માં લક્ષ્મી કાર્તિકી અમાસ નાં દિવસે પૃથ્વી પર રાતનાં સમયે આવ્યા અને ત્યારે તેમણે જોયું તો પૃથ્વી પર ફક્ત ધુવડ જાગતું હતું ત્યારે ધુવડે માં લક્ષ્મીને અનુરોધ કર્યો કે, તેને પોતાનું વાહન બનાવી લે. આમ ધુવડ માં લક્ષ્મી નું વાહન બન્યું.
ધુવડ ને શાસ્ત્રોમાં ખૂબ જ શુભ ગણવામાં આવે છે
શાસ્ત્રો માં ઘુવડને ખૂબ જ શુભ ગણવામાં આવે છે. જો ઘુવડ જોવા મળે તો સમજવું કે તમારા પર માં લક્ષ્મીની કૃપા વરસી રહી છે. જો ધુવડ તમારા ઘરની છત પર આવીને બેસે તો તે શુભ સંકેત ગણવામાં આવે છે. જો ધુવડ નો સ્પર્શ થઈ જાય તો સમજવું કે પરેશાનીઓ દૂર થવાની છે. રાતનાં સમયે ધુવડ દેખાય કે ઘુવડ નો અવાજ સંભળાય તો સમજવું કે તે શુભ સંકેત છે.