દીકરીનાં લગ્ન માં પરેશાની આવી રહી હોય તો આ ઉપાય કરવાથી ઝટપટ લગ્ન થઈ જશે

Posted by

દરેક માતા-પિતા નું સપનું છે કે, પોતાની દીકરી લગ્ન બાદ ખુશ રહે. તેથી તે પોતાની દીકરીનો સંબંધ સારી જગ્યા શોધ્યા બાદ જ નક્કી કરે છે. જોકે ઘણીવાર કોશિશ કરવા છતાં પણ છોકરીને મનપસંદ જીવનસાથી મળી શકતો નથી. તેના લગ્નમાં એક પછી એક પરેશાની આવ્યા કરે છે. ક્યારેક સંબંધ નક્કી થયા બાદ પણ તૂટી જાય છે. તો ક્યારેક સગાઈ પછી પણ વાત બની શકતી નથી.

લગ્નમાં આવનાર અડચણો નાં ઘણાં કારણો હોઇ શકે છે. તેમાં ગ્રહદોષ કે વાસ્તુદોષ જેવી વસ્તુઓ પણ સામેલ છે. જો તમારી કુંડળીમાં ગુરુ કમજોર હોય તો લગ્નમાં ઘણી મુશ્કેલીઓ આવી શકે છે. આ ઉપરાંત જો સપ્તમ ભાવ અને સપ્તમેશ પંચમભાવ અને પંચમેશ બગડેલ હોય તો પરેશાની આવી શકે છે. આમ તો જ્યોતિષમાં દશાંશ ભાવ અને અષ્ટમ ભાવ અને અષ્ટમેશ વગેરે વસ્તુઓનું પણ ધ્યાન રાખવામાં આવે છે. લગ્ન ન થવાનું એક એક કારણ મંગળ દોષ પણ છે.

મંગળ દોષ નાં કારણે લગ્ન ન થઈ રહ્યા હોય તો કરવા આ ઉપાય

wedding
 • રોજ સવારે સ્નાન કર્યા બાદ નારંગી રંગનાં વસ્ત્ર ધારણ કરી હનુમાન ચાલીસા નાં પાઠ કરવા. તેનાથી લગ્નમાં આવી રહેલ વિઘ્ન જલ્દીથી સમાપ્ત થઈ જશે.
 • તમારા ભાઈ સાથે સારા સંબંધ રાખવા પછી તે સગો ભાઈ હોય કે સોતેલો.
 • નોનવેજ નું સેવન સંપૂર્ણ રીતે બંધ કરવું. જો તમે ક્યારેક ક્યારેક પણ નોનવેજ ખાતા હોવ તોપણ તેનું સેવન કરવું નહીં.

 • ઘરની દક્ષિણ દિશામાં લીમડાનું વૃક્ષ લગાવવું. આ લીમડા નાં વૃક્ષ ને સવારે અને સાંજે જળ અર્પણ કરવું.
 • જ્યારે લગ્ન સંબંધી કાર્ય માટે ઘરની બહાર જાવ ત્યારે ગોળ ખાઈને નીકળવું. તેનાથી વિવાહ નાં કામમાં કોઈ પરેશાની આવતી નથી.
 • લગ્ન પહેલા કુંભ અથવા અશ્વત્થ વિવાહ કરવા. આ ઉપરાંત બીજાં ભાત પૂજા કરાવી પણ શુભ રહે છે.

દીકરી નાં લગ્નમાં આવનાર સામાન્ય સમસ્યાઓ માટે નાં ઉપાયો

 

 • સસલા ને રોજ ભોજન આપવું. તેનાથી તમારા વિવાહ જલદી જ થઈ જશે. અને તમને મનપસંદ જીવનસાથી મળશે.
 • દીકરી નાં લગ્ન માં આવી રહેલ પરેશાની માટે ગુરુવારનું વ્રત રાખવું. સાથે જ તે દિવસે પીળી વસ્તુઓનું દાન કરવું શુભ ગણાય છે.
 • ગુરુવાર નાં દિવસે પીપળોનાં અથવા કેળાનાં વૃક્ષ ને જળ અર્પણ કરવું. અને આ વૃક્ષ પાસે શુદ્ધ ઘીનો દીવો કરવો. તેનાથી વિવાહ સંબંધિત પરેશાનીઓ સમાપ્ત થાય છે.

 • રોજ માથા પર કેસર કે ચંદનનું તિલક લગાવવું. તુલસી ની માળા પહેરવી.
 • ગુરુવાર નાં દિવસે ઘરના પડદા અને ચાદર ગુલાબી રંગના રાખવા અને તમારે પીળા રંગનાં કપડા પહેરવા.
 • ભોજનમાં વધારેમાં વધારે કેસર મિક્સ કરીને ભોજન કરવાથી લગ્ન થવાની સંભાવનાઓ વધી જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *