ડિમ્પલ ની રાખેલી શરતને પૂરી કર્યા બાદ જ, અક્ષય કુમાર કરી શક્યા ટ્વિંકલ સાથે લગ્ન ડિમ્પલે રાખી હતી આ શરત

અક્ષય કુમાર એક એવા અભિનેતા છે જે પોતાની ચુસ્ત અને તંદુરસ્ત લાઈફ સ્ટાઇલ માટે જાણીતા છે. અક્ષય કુમાર નાં લગ્નને ૨૦ વર્ષ થઈ ચૂક્યા છે અક્ષય કુમાર અને ટ્વિંકલ ખન્ના ૧૭ જાન્યુઆરી ૨૦૦૧ નાં દિવસે લગ્નગ્રંથી થી જોડાયા હતા. અક્ષય કુમારે ટ્વિંકલ ખન્ના સાથે લગ્ન કરવા માટે ખૂબ જ મહેનત કરી હતી. લગ્ન પહેલા ડિમ્પલ કાપડિયા અને ટ્વિંકલે અક્ષય કુમાર સામે આ શરત રાખી હતી. આજે અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ. અક્ષય કુમાર અને ટ્વિંકલ ની લવ સ્ટોરી સમાચાર મુજબ માનવામાં આવે છે.વર્ષ ૨૦૦૦ માં અક્ષય કુમારે ટ્વિંકલ ખન્ના ને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. ટ્વિંકલે અક્ષય કુમારની સામે શરત રાખી હતી કે જો તેની ફિલ્મ ‘મેલા’ ફ્લોપ થઇ જશે તો તે તેમની સાથે લગ્ન કરશે.
અક્ષય કુમાર લકી રહ્યા અને તેની ફિલ્મ ફ્લોપ ગઇ. જો આ ફિલ્મ હિટ ગઈ હોત તો અક્ષય કુમારને ક્યારેય ટ્વિંકલ મળી ન હોત. મહત્વની વાત છે કે, અક્ષય અને ટ્વિંકલ ની પહેલી મુલાકાત એક ફોટોશૂટ દરમિયાન થઇ હતી. લગ્ન પહેલા ડિમ્પલ કાપડિયા એ અક્ષય કુમાર સામે એક વિચિત્ર શરત રાખી હતી કે, અક્ષય કુમાર અને ટ્વિંકલે એક વર્ષ સુધી લીવ ઇન માં રહેવાની શરત રાખી હતી. જો બંને વચ્ચે બધું બરાબર રહેશે તો તે લગ્ન કરી આપશે. ડિમ્પલની આ શરત નાં કારણે અક્ષય અને ટ્વિંકલ ખન્ના લગભગ એક વર્ષ સુધી લીવ-ઈનમાં રહ્યાં હતા ત્યાર બાદ બન્નેએ લગ્ન કર્યા હતા. લગ્ન બાદ અક્ષય કુમાર અને ટ્વિન્કલ નાં ઘરે એક વર્ષમાં એક વર્ષ ૨૦૦૨ માં આરવ નો જન્મ થયો. તમને જાણીને આશ્ચર્ય થશે કે, ટ્વિંકલે પોતાના બીજા સંતાન પહેલાં પણ અક્ષય કુમાર સામે એક શરત રાખી હતી.
અક્ષય કુમાર સામે શરત રાખી હતી કે, જો તે સારી રીતે ફિલ્મોમાં કામ કરશે તો તે બીજા બાળક માટે પ્લાનિંગ કરશે. અક્ષય કુમારે આ વાત વિશે જણાવતા કહ્યું કે, તે દિવસ વિશે હું જણાવી નથી શકતો કે મને કેવું લાગ્યું હતું તે દિવસ બાદ મેં ફિલ્મ વિશે ગંભીરતાથી વિચારવાનું શરૂ કર્યું. ટ્વિંકલે ૧૯૯૫ માં આવેલ ફિલ્મ બરસાત થી સની દેઓલ સાથે પોતાના ફિલ્મી કેરિયરની શરૂઆત કરી હતી. ટ્વિન્કલ ને આ ફિલ્મ માટે બેસ્ટ ફિલ્મફેર એક્ટર નો એવોર્ડ પણ મળ્યો હતો. ત્યારબાદ જાન,પ્યાર કિસી સે હોતા હે, મેલા, જોરુ કા ગુલામ, જોડી નંબર વન વગેરે જેવી ફિલ્મો કરી હતી ટ્વિંકલ ડિઝાઈનર અને રાઇટર તરીકે કામ કરી રહી કરી રહી છે.
તમને જણાવી દઈએ કે, અક્ષય અને ટ્વિંકલ સાથે એક કોન્ટ્રોવર્સી પણ જોડાયેલી છે. વર્ષ ૨૦૦૯ માં લેકમે ફેશન વીક દરમિયાન અક્ષય અને ટ્વિંકલ પર પબ્લિકકલી અશ્લીલતા ફેલાવવાનો આરોપ લાગ્યો હતો. લેકમે ફેશન વીક દરમિયાન અક્ષય કુમાર વોક કરતા કરતા ટ્વિન્કલ પાસે આવીને રોકાઈ ગયા હતા ત્યારબાદ ટ્વીંકલ એ તેમની જીન્સ ને અનબટન કરી હતી આ વાત જંગલમાં આગની જેમ ફેલાઈ ગઈ હતી ત્યારબાદ અક્ષય અને ટ્વિંકલ બંનેની આલોચના કરવામાં આવી હતી.