દિવાળી નાં દિવસે ભુલી ને પણ આ સાત વસ્તુ ધર માં રાખવી નહીં, આર્થિક સમસ્યા કાયમ રહેશે

હિન્દુ ધર્મ માં દિવાળી સૌથી મોટો તહેવાર ગણવામાં આવે છે. માં લક્ષ્મી નાં આ તહેવાર ને દરેક નાં ઘરમાં ધામધૂમ થી ઉજવવા માંઆવે છે. આ દિવસે માં લક્ષ્મી નું પૂજન કરવાનું વિશેષ મહત્વ છે. આ દિવસે માં લક્ષ્મી તમારા પર પ્રસન્ન થઈ ગયા તો, તમારા જીવન માં ક્યારેય આર્થિક સમસ્યા રહેશે નહીં. જોકે દિવાળી માં બીજી વાતો નું પણ ધ્યાન રાખવું જોઈએ.અન્યથા માં લક્ષ્મી નારાજ થઈ શકે છે.દિવાળી નાં દિવસ દરમ્યાન તમારા ઘર માં એવી વસ્તુ રાખવી જોઈએ નહીં. આ વસ્તુઓ ઘરમાં રહે છે તો માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે. આ વસ્તુઓ થી ઘરમાં નેગેટિવ એન્જી આવે છે. અને ઘર માં દુઃખ, અશાંતિ, ગરીબી વગેરે આવે છે. માટે આ વસ્તુઓ ને ભૂલથી પણ ન રાખવી.
તૂટેલા વાસણ
તૂટેલા વાસણો ને દિવાળી પહેલા ઘર ની બહાર મૂકી દેવા જોઈએ. તૂટેલા વાસણ ઘરમાં એમ જ પડ્યા રહે તો, ઘરમાં ગંદકી થાય છે. અને ગંદકી નાં લીધે તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે. તંદુરસ્તી માટે પણ તે યોગ્ય નથી. અને તેનાથી માં લક્ષ્મી પણ પ્રસન્ન થશે નહીં.
ખંડિત મૂર્તિ
જો તમારા ઘર માં કોઈ તૂટેલી મૂર્તિ કે ભગવાન ની ખંડિત પ્રતિમા હોય તો, તેને ભૂલ થી પણ ન રાખવી. તે રાખવા થી અપશુકન થાય છે. તેનાં લીધે ઘર માં સમસ્યાઓ આવી શકે છે. માટે તેને ઘર થી બહાર મૂકી દેવી. ભગવાન ની મૂર્તિ ખંડિત હોય તો તેને નદી માં પ્રવાહિત કરી દેવી.
તૂટેલો અરીસો
ઘરની અંદર તૂટેલો અરીસો કે કાચ રાખવો નહીં. તેનાથી વધારે નકારાત્મક ઉર્જા આવે છે. જ્યાં નકારાત્મક ઉર્જા વધારે હોય છે ત્યાં મા લક્ષ્મી પધારવા નું પસંદ કરતા નથી.
બંધ ઘડિયાળ
ઘર ની અંદર ભૂલીને પણ જો બંધ પડેલી ઘડીયાળ રાખી હોય તો તેને બહાર મૂકી દેવી. તેનાથી તમારા ઘર માં લડાઈ-ઝઘડા થયા કરે છે. ઘર ની ઉન્નતી પણ થતી નથી. તમારો ખરાબ સમય જલદી આવી શકે છે.
તૂટેલી ફોટો ફ્રેમ
ઘરમાં જો તૂટેલી ફોટો ફ્રેમ કે ફાટેલો ફોટો હોય તો તે અશુભ ગણાય છે. તેનાથી વાસ્તુ દોષ ઉત્પન્ન થાય છે. એવામાં તમારા પર માતાજી ની કૃપા થતી નથી. તેથી તેને બહાર મૂકી દેવી.
તૂટેલો દરવાજો
ઘરનો દરવાજો તૂટેલો, કાટ લાગેલો કે ગંદો હોવો જોઈએ નહીં. તેને રિપેર કરાવો અથવા બદલી અને નવો દરવાજો લગાવો. તેનાં લીધે વાસ્તુ દોષ વધી શકે છે.
તુટેલુ ફર્નિચર
જો ઘર માં તૂટેલુ ફર્નિચર હશે તો, તેનાથી તમારા દરેક કામ માં વિઘ્ન આવશે. અને માં લક્ષ્મી તમારા ઘર માં પ્રવેશ કરશે નહિ. તેથી ઘર માં તૂટેલુ ફર્નિચર રાખવું હિતાવહ નથી.