દિવાળી નાં દિવસે માં લક્ષ્મી ને પ્રસન્ન કરવા માટે દિવાળી ની રાત્રે આ ૬ જગ્યા એ દિપ પ્રાગટ્ય કરશો, તો આપનું આગામી નવું વર્ષ સૂખરૂપ નિવડશે

દિવાળી નાં દિવસે માં લક્ષ્મી ને પ્રસન્ન કરવા માટે દિવાળી ની રાત્રે  આ ૬ જગ્યા એ દિપ પ્રાગટ્ય કરશો, તો આપનું આગામી નવું વર્ષ સૂખરૂપ નિવડશે

ભારતમાં દિવાળી નું અનેરૂં મહત્વ ધરાવે છે. જે તહેવાર ભારત નો સૌથી મહત્વનો તહેવાર માનવામાં આવે છે.દિવાળી ભારતમાં સૌથી મોટાં તહેવારો માંનો  એક મહત્વનો તહેવાર ગણાય છે. દેશનાં દરેક ખૂણામાં આ તહેવાર ખૂબ જ ધામધૂમ થી ઉજવવામાં આવે છે. તે રોશની નાં તહેવાર તરીકે જાણીતો છે. આ તહેવાર હિન્દુઓ માટે અનેરૂં મહત્વ ધરાવે છે. દિવાળી ની રાત શુભ માનવામાં આવે છે કેમકે, આ દિવસે માં લક્ષ્મી નું આગમન થાય છે. એટલાં માટે લોકોનાં મનમાં માં લક્ષ્મી ને ખુશ કરવા માટે આ તહેવાર ને લઈને લોકોમાં ખુબજ ઉત્સાહ હોય છે. આ દિવસે લોકો પોતાનાં ઘરોને સજાવે છે. અને ખૂબ દિપમાળા કરે છે. ફક્ત મંદિર માંજ નહીં પણ ઘરનાં ચોક્કસ ખૂણામાં દિપ પ્રગટાવે છે. એનાંથી પોઝિટિવ ઊર્જાનું નિર્માણ થાય છે. જો તમે લક્ષ્મી માતાને પ્રસન્ન કરવા માટે આ દિવસે પાંચ જગ્યાએ દિપ પ્રાગટય કરશો તો આખું વરસ શુભદાયી નિવડશે.

Advertisement

તુલસી ની પાસે એક દિવો પ્રગટાવો

તુલસીનો છોડ હિન્દુ ઓ માટે ખૂબ પવિત્ર મનાય છે. તુલસી નાં છોડ પાસે દિવો પ્રગટાવો અને પ્રાર્થના કરવાથી તમારા જીવનમાં ઉજાસ ફેલાશે.

 મુખ્ય દરવાજે પ્રગટાવો બે દિવા

એવી માન્યતા છે કે, દિવાળી નાં દિવસે રાતનાં સમયે લક્ષ્મી માતાનું ઘરમાં આગમન થાય છે. અને કાયમ ને માટે નિવાસ કરે છે. આમ કરવાથી લક્ષ્મીજી ની કૃપા સદાય રહેછે. દિવાળી નો દિવસ માતા લક્ષ્મી ને પ્રસન્ન કરવા માટેનો તહેવાર છે. એવી માન્યતા છે કે, રાતનાં સમયે માતાનું પ્રુથ્વી પર આગમન થાય છે. એટલે જ ઘરનાં મુખ્ય દરવાજા નાં બંને ખુણામાં દિપક પ્રગટાવો. એવું કરવાથી તમારાં દુઃખો નાશ પામશે અને આપનાં પરિવાર માં ખુશીનું આગમન થશે.

પીપળા ની પાસે દિવો પ્રગટાવો

દિવાળી ની રાતે તમારાં ઘરની આસપાસ વાવેલ પીપળા નાં વૃક્ષ નીચે એક દિવો પ્રગટાવાનુ ચૂકશો નહીં. પીપળા નું વૃક્ષ હિન્દુ ધર્મમાં શુભ માનવામાં આવે છે. ધાર્મિક દ્રષ્ટિએ પીપળા નાં વૃક્ષ પર દેવતાઓ નો વાસ હોય છે. એટલાં માટે અહીં એક દિવો પ્રગટાવો. પીપળા નાં વૃક્ષ માંથી ઓક્સિજન પણ મળે છે.

 ઘરનાં મંદિર માં દિવો પ્રગટાવો

 

ઘરમાં પુજા અર્ચના બાદ ઘરમાં જે મંદિર હોય તેમાં એક દિવો પ્રગટાવવાનું ભૂલશો નહિ એનાથી તમારાં પર દેવતા ખૂશ થશે. સાથે જ આ દિવસે સામર્થ્ય અનુસાર દાન કરવું જોઈએ. તેનાથી આખું વર્ષ ધન ધાન્ય થી ભરપુર રહેશે.

 ઘર‌ આંગણે દિવો પ્રગટાવો

ઘરનાં આંગણ માં એક દિવો પ્રગટાવો તેનાથી માં લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે. દુર્ભાગ્ય દૂર થશે. આંગણા માં એક મોટો દિવો પ્રગટાવો જો આંગણું ના હોય તો ઘરની બાલ્કની કે બારી પાસે દિવો પ્રગટાવો. અને આખું વર્ષ એવું કરવાથી પરિવાર માટે ખુબ જ ફળદાયી રહેશે.

Advertisement

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *