દિવાળી પર આ ૪ કામ કરવા થી, શનિ દોષ માં થી તુરંત જ રાહત મળશે, માં લક્ષ્મી પ્રસન્ન થશે

હિન્દુઓ નો સૌથી મોટો તહેવાર એટલે દિવાળી નું મહાપર્વ હવે થોડા દિવસ માં જ આવી રહ્યો છે. આ વખતે દિવાળી ૧૪ નવેમ્બર ને શનિવાર નાં દિવસે આવી રહી છે. શનિવાર હોવાની સાથે દિવાળી નાં દિવસે શનેશ્વરી અમાસ નો યોગ પણ બને છે. આ દિવાળ શનિ ની સાડા સાતી થી પીડિત લોકો માટે ખૂબ જ ખાસ રહેશે. અને જો તમે સાડાસાતી થી છુટકારો મેળવવા માંગતા હોવ તો. તમને જણાવેલા થોડા ઉપાયો દિવાળી નાં દિવસે કરવા આ ઉપાયો થી માતા લક્ષ્મી ની કૃપા પણ તમારા પર રહેશે. ચાલો જાણીએ આ ઉપાયો
માતા લક્ષ્મી ને પ્રસન્ન કરો
જ્યોતિષશાસ્ત્ર માં એ વાત નો ઉલ્લેખ મળે છે કે, જો કોઈ વ્યક્તિ દિવાળી નાં દિવસે પોતાનાં દરવાજા પર આવેલ કોઈ વ્યક્તિ ને વસ્ત્રો, અનાજ કે ભોજન વગેરે દાન આપે છે, તો તે વ્યક્તિ પર માં લક્ષ્મી ની કૃપા રહે છે. સાથે જ શનિદોષ માંથી છુટકારો મળેછે. માટે જે દાની વ્યક્તિ છે તેને આ વાત નું વિશેષ ધ્યાન રાખવું જોઈએ કે તેઓએ આ કાર્ય સૂર્યાસ્ત ની પહેલા કરવું જોઈએ. દિવાળી ની સંધ્યા પર આવું કરવું નહીં.
પીપળાના વૃક્ષનું પૂજન
જણાવવામાં આવે છે કે દિવાળી નાં દિવસે પીપળા નાં વૃક્ષ નું પૂજન કરવાનું વિશેષ મહત્વ છે. પીપળા નાં વૃક્ષ ને દિવાળી નાં દિવસે પાંચ જુદા જુદા પ્રકાર ની મીઠાઈ સાથે તલ અર્પણ કરવા. તેમજ પાણી માં ગોળ અથવા ખાંડ ભેળવી ને પીપળા નાં ઝાડ પર ચઢાવવું. આ ઉપાય થી ધનલાભ થશે. તેની સાથે જ શનિ ની સાડાસાતી નો પ્રભાવ ઓછો થશે.
શનિ દોષ માંથી મુક્તિ
જો તમે શનિ દોષ થી મુક્તિ મેળવવા માંગતા હોવ તો તે માટે તમારે દિવાળી નાં દિવસે નાળીયેર ને લઈ અને તેને ઉપર થી કાપી ને તેમાં ખાંડ અને લોટ ભેળવી નાળીયેર ને બંધ કરી ને આ નાળીયેર ને એવા સ્થાન પર જમીન નીચે દબાવો કે જ્યાં કીડીયો નો વાસ હોય. એવું કહેવાય છે કે, જ્યાં સુધી કીડીયો આને ખાતી રહેશે ત્યાં સુધી તમને સાડાસાતી થી સુરક્ષા મળશે.
શનિદેવ ની કૃપા
દિવાળી નાં મહાપર્વ પર શનિ કવચ નાં પાઠ કરવા ખૂબ જ શુભ ગણાય છે. આ વર્ષે દિવાળી શનિવાર નાં દિવસે જ આવે છે, તો તેનું મહત્વ વધે છે. જો તમે આમ કરશો તો તમારા પર શનિદેવ ની કૃપા રહેશે. જો તમે શનિ કવચ નાં પાઠ ન કરી શકો, તો તેનાં બદલે શનિ સ્તોત્ર નાં પાઠ કરવા પણ ફાયદાકારક છે.