દરરોજ કરો ફક્ત પાંચ કિસમિસ નું સેવન પેટની બીમારી થી લઈને હાર્ટ અટેક સુધીનું જોખમ કરે છે દૂર

ડ્રાય ફુટ નાં ફાયદા વિશે તો આપણે બધા જ જાણીએ છીએ. બદામ, કાજુ, અખરોટ જેવા ડ્રાયફ્રૂટ્સ થી ખૂબ જ ફાયદો થાય છે જેને ખાવાથી તમારા સ્વાસ્થ્યમાં સુધારો આવે છે જો કે કાજુ-બદામ એ એવા ડ્રાયફ્રુટ છે જે ખૂબ જ મોંઘા હોય છે સાથે જ તેને પચવામાં પણ ખૂબ જ મહેનત કરવી પડે છે. કિસમિસ એક એવું ડ્રાય ફુટ છે જેને ખરીદવું જેટલું આસાન છે એટલી જ સરળતાથી તેને ખાઈને પચાવી પણ શકાય છે. કિસમિસ માં ઓમેગા આયર્ન ૩, કેલ્શિયમ, ઝીંક અને વિટામિન ઈ જેવા તત્વો મોજુદ હોય છે. કહેવામાં આવે છે કે રોજ પાંચ કિસનું સેવન કરવામાં આવે તો તમારા સ્વાસ્થ્યને માટે લાભકારી રહે છે. કિસમિસ ખાવામાં તો સ્વાદિષ્ટ હોય જ છે સાથે જ સ્વાસ્થ્યની દૃષ્ટિએ પણ ખૂબ લાભકારી ગણવામાં આવે છે. આજે અમે આ સ્ટોરી દ્વારા તમને પાંચ કિસમિશ ખાવા થી થતા ફાયદાઓ વિશે જણાવીશું
પેટની સમસ્યા કરે દૂર
જે લોકો હંમેશા પેટની સમસ્યાથી પરેશાન રહે છે તેઓ માટે કિસમિસ એક વરદાન સ્વરૂપ છે. જો તમને પેટ ભારે મહેસુસ થતું હોય કે પછી જમવાનું પચતું ન હોય તો કિસમિસ નું સેવન કરવું જોઈએ. જો કબજિયાત ની સમસ્યાથી પીડિત હોવ તો રાતના પાણીમાં પાંચ કિસમિસ પલાળીને સવારે તેનું સેવન કરવાથી થોડા સમયમાં જ તમને ફાયદો જણાશે.
તાકાતમાં વધારો
જ્યારે પણ વ્યક્તિ બીમાર પડે છે ત્યારે તેનામાં કમજોરી આવી જાય છે. કમજોરી નાં કારણે તેનું શરીર એકદમ સુસ્ત પડી જાય છે અને સામાન્ય ઉઠી પણ શકતો નથી એવામાં ડૉક્ટર પણ કિસમિસ ખાવાની સલાહ આપે છે. કિસમિસ ખાવાથી તમારી કમજોરી દૂર થાય છે અને વ્યક્તિ પહેલાની જેમ તંદુરસ્ત મહેસૂસ કરવા લાગે છે જ્યારે પણ તમને કમજોરી લાગે ત્યારે થોડા દિવસો સુધી સતત કિસમિસ નું સેવન કરવું જોઈએ.
આંખો માટે ફાયદાકારક
વધારે ટીવી જોવા અથવા વધારે વાંચીને કે કોમ્પ્યુટર પર લાંબા સમય સુધી કામ કરનાર લોકો ની આંખો ની રોશની ક્યારેક ક્યારેક ઓછી થઈ જાય તેથી તેવા લોકોએ કિસમિસ નું સેવન અવશ્ય કરવું જોઈએ. એવા લોકોએ રોજ ૫ કિસમિસ ખાવી જોઈએ તેનાથી આંખો સ્વસ્થ રહે છે રોજ ૫ કિસમિસ ખાવાથી આંખો ક્યારેય ખરાબ થશે નહીં. કિસમિસ માંથી મેળવવામાં આવતા વિટામિન બી કોમ્પ્લેક્સ અને એન્ટી ઓક્સિડેન્ટ આંખોની રોશનીને વધારે છે.
હાર્ટ એટેક નાં જોખમને ઓછું કરે છે
આજકાલ ની ટેન્શનવાળી લાઇફ ને કારણે લોકોનાં હૃદય પર ખૂબ જ પ્રભાવ પડવા લાગ્યો છે. નાની ઉંમરમાં જ લોકો હાર્ટ એટેક નાં શિકાર બને છે એવામાં કિસમિસ તમારા માટે ખૂબ જ જરૂરી છે રોજ ફક્ત પાંચ કિસમિસ ખાવાથી બ્લડ પ્રેશર ઓછું થાય છે, શરીરમાંથી વધારાની ચરબી ઓછી થાય છે અને હાર્ટ મજબૂત બને છે જ્યારે તમારૂ હાર્ટ મજબૂત હશે તો કોઈ પણ પ્રકાર નાં તણાવ નું જોખમ રહેશે નહીં.
કેવેટીજ થી બચાવ
જો તમે તમારા મોઢા અને દાંતની દેખભાળ કરવા ઇચ્છતા હો તો રોજ ૫ કિસમિસ નું સેવન શરૂ કરવું જોઈએ મોઢા અને દાંત નાં પેઢા માટે તેનાથી સારું ડ્રાયફ્રુટ બીજું કોઈ નથી હોતું. કિસમિસ માંથી મેળવવામાં આવતા ફાઇલ ફોટો કેમિકલ્સ એન્ટીઓક્સીડેન્ટ અને લીનોલિક એસિડ દાંત ની સુરક્ષા કરે છે અને બેક્ટેરિયા થવા દેતા નથી તેથી તમને દાંતની સમસ્યામાંથી રાહત મળે છે.