ડુંગળી ની છાલનો ઉપયોગ કરવાથી, આ ૮ પ્રકારની સમસ્યામાંથી મળી શકે છે છુટકારો

ડુંગળીનો ઉપયોગ લગભગ દરેક ઘરમાં કરવામાં આવે છે ડુંગળી એવી વસ્તુ છે કે, જેનો ઉપયોગ મોટેભાગે ઘર નાં રસોડામાં કરવામાં આવે છે. મોટેભાગે લોકો ડુંગળીનો ઉપયોગ શાક બનાવવા માટે કરે છે. ઘણા લોકોને ડુંગળી નાં પકોડા ખૂબ જ પસંદ હોય છે. હંમેશા દરેક લોકો ડુંગળીની છાલ ફેંકી દેતા હોય છે. પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે, ડુંગળીની છાલ વાસ્તવમાં ખૂબ જ ઉપયોગી છે.
ડુંગળી ની છાલ નો ઉપયોગ કરીને તમે ઘણી સમસ્યામાંથી છુટકારો મેળવી શકો છો. વાસ્તવમાં ડુંગળીની છાલ ખૂબ જ પૌષ્ટિક અને ઘરેલૂ ઉપાય માટે ઉપયોગી ગણવામાં આવે છે. ડુંગળીની છાલ માં વિટામિન એ, વિટામિન સી, વિટામિન ઈ અને ઘણા પ્રકાર નાં એન્ટીઓક્સીડેન્ટ્સ મોજુદ હોય છે એટલું જ નહીં પરંતુ ડુંગળીની છાલ માં શક્તિશાળી એન્ટિ ઇન્ફ્લેમેટરી હોય છે તેનાથી ઘણા પ્રકારની શારીરિક પરેશાની દૂર થાય છે.
ગળામાં ફાયદો
જો કોઈને ગળામાં દુખાવાની સમસ્યા હોય એવી સ્થિતિમાં ડુંગળીની છાલ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. તમને જણાવી દઈએ કે, ડુંગળી માં ધણા ગુણો હોય છે જે ગળા નો દુખાવો અને સોજાને ઓછો કરવામાં મદદ કરે છે જો તમે ગળાની સમસ્યાથી મુક્તિ મેળવવા ઇચ્છતા હોવ તો ડુંગળ ની છાલ વાળી ચા થીકોગળા કરવા.
વાળની સમસ્યા કરે છે દૂર
જો તમે વાળ સંબંધી સમસ્યા દૂર કરવા ઇચ્છતા હોવ તો ડુંગળી ની છાલ ની ચા ને તમારા વાળ પર લગાવો તેનાથી વાળ માં ડેનડ્ર્ફની સમસ્યા દૂર થાય છે એટલું જ નહીં તમારા વાળ લાંબા અને મુલાયમ પણ બને છે.
ડુંગળીની છાલ નો કલર કરવા માટે ઉપયોગ
જો તમે વાળને સુંદર ગોલ્ડન બ્રાઉન રંગ આપવા ઇચ્છતા હો તો એક વાસણમાં પાણી અને ડુંગળીની છાલ ને એક કલાક સુધી ઉકાળવું ત્યારબાદ તે પાણીને રાત આખી ઠંડુ થવા માટે મૂકવું બીજે દિવસે સવારે તેને ગાળી અને તમારા વાળમાં ૨૦ મિનિટ સુધી રાખવુ. આ રીતે તમારા વાળનો ગ્રોથ વધશે એટલું જ નહીં પરંતુ વાળમાં તમને એક નેચરલ હેર ડાઈ પણ મળશે.
પગ નાં દુખાવામાંથી છુટકારો
જો તમને પગ નાં દુખાવાની સમસ્યા હોય અથવા તો માંસપેશીઓ જકડાઈ જવાની ફરિયાદ હોય તો ડુંગળી ની છાલ ની ચાનું સેવન કરવું જોઇએ. તેનાથી તમને આરામ મળશે.
અનિદ્રાની સમસ્યા માં રાહત
જો તમે રાતના સારી રીતે ઉંધી શકતા ન હોવ તો તેના માટે ઉકળતા પાણીમાં થોડી ડુંગળી ની છાલ નાખીને ઢાંકી દેવું ૧૫ મિનિટ સુધી તેને ઉકળવા દેવું ત્યારબાદ ગેસ બંધ કરી દેવો ત્યારબાદ તેને ગાળીને તેનું સેવન કરવું.
ત્વચા ની ખંજવાળ માં રાહત
તમને જણાવી દઈએ કે ડુંગળી ની છાલ માં એન્ટી ફંગલ ગુણ હોય છે જે ખંજવાળ વાળી ત્વચા ની પરેશાની માં ફાયદાકારક હોય છે. તમે ખંજવાળ માંથી છુટકારો મેળવવા માંગતા હોવ તો તમારી ત્વચા પર ડુંગળીની છાલ ની ચા લગાવી. આ ઉપરાંત કોઈ જીવજંતુ કરડ્યું હોય ત્યારે પણ તે જગ્યા પર ડુંગળીની છાલ ઘસવાથી ફાયદો થાય છે.
છોડ માટે ખાતર બનાવવાનું કામ
જો તમારા ઘરની અંદર છોડ લગાવવા ઈચ્છતા હોવ તો ડુંગળી ની છાલ નો છોડ નાં ખાતર માટે ઉપયોગ કરવો. પોટેશિયમ યુક્ત ખાતર બનાવવા માટે તમારે ડુંગળીના છાલ ને ફેકવાની જગ્યાએ ઉપયોગ કરવાથી છોડ નાં વિકાસમાં સુધારો જોવા મળે છે અને છોડ મજબૂત બને છે.
બ્રેડ અને સુપ નાં સ્વાદ ને વધારે છે
જો તમે ડુંગળીની છાલના પ્રયોગ સૂપ બનાવવામાં કરો છો તો તેનાથી પોષણ અને સ્વાદ માં વધારો થાય છે એટલું જ નહીં, પરંતુ ડુંગળી ની છાલ થી ઘરમાં બેકડ બ્રેડ પણ બનાવી શકો છો.