દુઃખોમાંથી મુક્તિ મેળવવા માટે બુધવાર નાં દિવસે ગણેશજી ની આ રીતે કરવી પૂજા

હિન્દુ ધર્મમાં ભગવાન ગણેશજી ને બધા દેવતાઓમાં પ્રથમ પૂજનીય ગણવામાં આવે છે. કોઈપણ શુભકાર્ય ગણેશજી વગર અધૂરું રહે છે. કોઈ પણ શુભ કાર્યમાં સૌ પ્રથમ ગણેશજીની પૂજા કરવામાં આવે છે. માનવામાં આવે છે કે, ભગવાન ગણેશજી પ્રસન્ન થાય છે તો આપણા કામકાજ માં કોઈપણ પ્રકાર નાં વિધ્નો આવતા નથી. ભગવાન ગણેશજીને વિઘ્નહર્તા પણ કહેવામાં આવે છે. માનવામાં આવે છે કે તેની કૃપા દ્રષ્ટિ જે વ્યક્તિ ઉપર પડી જાય છે તે વ્યક્તિના જીવનની દરેક પરેશાનીઓને દૂર થાય છે. ભગવાન ગણેશજી પોતાના ભક્ત નાં દરેક સંકટ, દરિદ્રતા દૂર કરનાર છે.
બુધવારના દિવસે ગણેશજીની આ રીતે કરવી પૂજા
- ગણેશજીની પૂજા કરવાની સાચી વિધિ જાણવી જરૂરી છે.
- બુધવાર નાં દિવસે સૌ પ્રથમ સ્નાન કરી શુદ્ધ થઇને તામ્રપત્ર પર ગણેશજી નાં યંત્ર ને લઈ અને તેને સારી રીતે સાફ કરી. ત્યારબાદ ઉત્તર દિશા તરફ મોઢું કરીને ભગવાન ગણેશજી નાં આ યંત્રને સ્થાપિત કરવું.
- બુધવાર નાં દિવસે ભગવાન ગણેશજીની પૂજા સમય દરમ્યાન તેમને સિંદૂર અર્પણ કરવાથી જીવનની દરેક પરેશાની દૂર થાય છે.
- બુધવાર નાં દિવસે ગાયને ઘાસ ખવડાવવું. આમ કરવાથી ભગવાન ગણેશજી ની કૃપા પ્રાપ્ત થાય છે.
- બુધવાર નાં દિવસે ગરીબોને દાન આપવું અને એવું કરવાથી બુધ તરફથી મળતા દરેક અશુભ પ્રભાવ દૂર થાય છે.
- બુધવાર નાં દિવસે ગણેશજીની પૂજા દરમિયાન ગણેશજી ને ધ્રોલ અર્પણ કરવું અને મોદકનો પ્રસાદ ધરાવવો તેનાથી ગણેશજી ખુશ થાય છે.
- પરેશાની માંથી મુક્તિ મેળવવા માટે બુધવાર નાં દિવસે ભગવાન ગણેશજીની ગણેશજીને ઘી અને ગોળ નો પ્રસાદ પણ ધરાવવો અને ગાયને ઘી, ગોળ અને રોટલી ખવડાવી.
- બુધવાર નાં દિવસે ઘરના મુખ્ય દ્વાર પર ગણેશજી ની પ્રતિમા લગાવવાથી ઘરમાં સુખ-શાંતિ નું આગમન થાય છે. અને નકારાત્મક ઉર્જા દૂર થાય છે.